આ વેપારીના ઘરે પડી મોટી રેડ અને મળી આવ્યા અધધધ રૂપિય, પૈસા ગણવાના 6 મશીન પણ પડ્યા ઓછા. રકમ જાણીને ઉડી જશે હોંશ….

મિત્રો જયારે કોઈ બેઈમાન વ્યાપારીના ઘરે કાળું ધન હોવાની જાણ થાય છે ત્યારે કેન્દ્ર સરકારનો આયકર વિભાગ તેના ઘરે રેડ પાડે છે. આ રેડ દરમિયાન એમ કહી શકાય કે લાખોને કરોડોની સંખ્યામાં કેશ એટલે કે રોકડા રૂપિયા જપ્ત થતા હોય છે. આજે અમે તમને કાનપુરના એક વ્યાપારીના ઘરે પડેલ રેડ વિશે જણાવીશું.

આ રેડ યુપીના કાનપુરના એક વ્યાપારી પીયુષ જૈનના ઘર પર પડી છે. જાણવા મળતી માહિતી મુજબ જીએસટી ઇન્ટેલીજેન્સ મહાનિદેશાલય (DGGI) ના અધિકારીઓએ 150 કરોડ રૂપિયા નકદ રૂપે જપ્ત કર્યા છે. આ રેડમાં DGGI સિવાય આયકર વિભાગની ટીમ પણ ભાગ લઈ રહી છે. નોટને ગણવા માટે એસબીઆઈના ઓફિસરોની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ કેસ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસેજ ટેક્સ)  ઇન્ટેલીજેન્સના અમદાવાદ વિભાગે કાનપુરના ત્રિમૂર્તિ ફ્રેગૈસ પ્રાઈવેટ લીમીટેડ (શિખર બ્રાંડ પાન મસાલા અને તંબાકુ ઉત્પાદોના નિર્માતા)ના ગોડાઉન અને કારખાના સિવાય ગણપતી રોડ કેરીયર્સના કાર્યાલય પર તપાસ અભિયાન શરુ કર્યું હતું.

અધિકારીઓના કહેવા અનુસાર ટ્રાન્સપોર્ટથી માલ લઈ જતા દરમિયાન ઈ-વે બીલ બનાવવાથી બચવા માટે ફર્જી કંપનીઓના નામે બીલ બનતું હતું. બીલની રકમ 50 હજાર રૂપિયાથી ઓછી રહેતી હતી. જેથી કરીને ઈ-વે બીલની જરૂર ન પડે. DGGI એ કહ્યું કે, ‘ટ્રાન્સપોર્ટર આ પ્રકારે ફર્જીવાડા કરીને નકદ ભેગી કરી રહ્યા હતા અને તેને નિર્માતાને સોંપી દેતા હતા.’

અધિકારીઓએ કથિત રૂપે ફેક્ટરી પરિસરની બહાર આવા ચાર ટ્રકને રોક્યા અને જપ્ત કર્યા, જેને ઇન્વોઇસ અને ઈ-વે બીલ વગર ફેક્ટરી સુધી પહોંચાડતા હતા. ટ્રાન્સપોર્ટર ગણપતી રોડ કેરિયરની ઓફીસમાં અધિકારીઓને જીએસટી ભુગતાન વગરના માલના પરિવહન માટે ઉપયોગ કરવા પર 200 થી વધુ મેમો પણ મળ્યા.

ટ્રાન્સપોર્ટરના કબજામાં કથિત રૂપે 1.01 કરોડ રૂપિયા નકદ રૂપે જપ્ત કર્યા છે. ત્યાર પછી DGGI એ કાનપુરમાં વ્યવસાયી પીયુષ જૈન (ઉત્તરપ્રદેશના કન્નોજમાં ઓડોકેમ ઇન્ડસ્ટ્રીજના ભાગીદાર) ના ઘરમાં રેડ પાડી હતી. પીયુષ જૈન પર આરોપ છે કે, તે નકદ પૈસા લઈને પરફયુમરી કમ્પાઉન્ડની આપૂર્તિ કરી રહ્યા હતા.

પીયુષ જૈનના ઘર પર રેડ દરમિયાન કાગળમાં લપેટાયેલ ખુબ જ ભારે સંખ્યામાં રોકડ રૂપિયા મળી આવ્યા. DGGI ના કહેવા અનુસાર ભારતીય સ્ટેટ બેંક, કાનપુરના અધિકારીઓની મદદથી પૈસાની ગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જે સાંજ સુધી ચાલતી રહેશે. નકદની કુલ રાશિ(રૂપિયા) 150 કરોડ રૂપિયાથી વધુ હોવાની સંભાવના છે. DGGi એ જણાવ્યું કે ટેક્સ હાલ લગભગ કેશના રૂપે 3.09 કરોડ રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે.

8 મશીનો દ્વારા આ નોટોની ગણતરી : આ રેડ પડે હાલ 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. ઘરની અંદર ટીમ બેસીને નોટની ગણતરીનું કામ કરી રહી હતી. ગુરુવારે નોટને ગણવા માટે 6 મશીન મંગાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં નોટોના બંડલ એટલા છે કે, મશીન પણ ઓછા પડે છે. ત્યાર પછી બીજા 2 મશીન મંગાવવામાં આવ્યા. આમ 8 મશીન દ્વારા નોટોની ગણતરીનું કામ થઈ રહ્યું છે. પણ હજુ સુધી આ કામ શરુ જ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment