બચત ખાતામાં એક સાથે 1 લાખ જમા કરશો તો ઇન્કમટેક્સ માંગશે આવા ખુલાસા, આ પાંચ પ્રકારના વહીવટ કરતા પહેલા ધ્યાન રાખજો.. નહિ તો પડી જશે લેવાનાદેવા…

બચત ખાતામાં એક સાથે 1 લાખ જમા કરશો તો ઇન્કમટેક્સ માંગશે આવા ખુલાસા, આ પાંચ પ્રકારના વહીવટ કરતા પહેલા ધ્યાન રાખજો.. નહિ તો પડી જશે લેવાનાદેવા…

મિત્રો હાલના સમયમાં ઇન્કમટેક્ષ દ્વારા કાયદાઓમાં નવા નવા સુધારા અને ફેરફારો કરીને રોકડ રકમની લેણદેણ પર નજર રાખવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને બેંક તરફથી મળતા ડેટાને ઇન્કમટેક્સ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે. ઈમરજન્સીમાં જે કરદાતા દ્વારા રોકડ વ્યવહાર કરવામાં આવે જેમ કે, મેડિકલ ઈમરજન્સીમાં ક્રેડિટ કાર્ડ દ્વારા હોસ્પિટલનું રોકડ પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો આ પ્રકારના કિસ્સામાં કરદાતાએ ડીપાર્ટમેન્ટની નોટીસનો સામનો કરવો પડી શકે છે. માટે કોઈ પણ કરદાતાએ આવા 5 પ્રકારના પૈસાના વ્યવહાર કરતા સમયે જાગૃત રહેવું ખુબ જ જરૂરી છે.

તો આ અનુસંધાને હાલમાં જ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. જે કરદાતાઓ દ્વારા જે વ્યવહાર રોકડમાં કરવામાં આવ્યા હોય તેને અલગ કરી અને અધિકારીને બતાવવામાં આવે છે. આ સોફ્ટવેરમાં એવું દર્શાવવામાં આવે છે કે, બાંધેલી લિમીટ કરતા જો કરદાતા વધારે પૈસાની લેણદેણ કરે છે તો તેની માહિતી તરત જ અલગ કરી આપે છે.

તેમજ જ્યારે કરદાતા દ્વારા ફાઈલ રિટર્ન કરવામાં આવે એ સમયે વ્યવહારનો ઉલ્લેખ કરવામાં આવે છે કે નહિ એમની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. આ સિવાય રોકડ પૈસાની લેણદેણના વ્યવહારો માટે આ સોફ્ટવેર દ્વારા કરદાતાને ઓટો જનરેટ નોટીસ પણ અધિકારી સમક્ષ પહોંચી જાય છે. તો ચાલો જાણીએ કંઈ છે એ 5 બાબતો જાણી લઈએ.

1 : જો કોઈ પણ વ્યક્તિનું સેવિંગ એકાઉન્ટ હોય અને તેમાં રોકડા 1 લાખ રૂપિયા જમા થાય, અથવા કરંટ એકાઉન્ટ હોય તો રૂપિયા 50 લાખ કરતા વધુ રકમ રોકડમાં જમા થાય ઇન્કમટેક્સ દ્વારા નોટીસ આપવામાં આવશે અને ખુલાસો પણ માંગશે.

2 : તેમજ કોઈ ગ્રાહક પાસે ક્રેડિટ કાર્ડ હોય અને રૂપિયા 1 લાખથી વધુ રકમ રોકડા પૈસામાં ચુકવવામાં આવી હોય તો તેના વિશે પણ ગ્રાહક પાસેથી ઇન્કમટેક્સ દ્વારા  ખુલાસો માંગવામાં આવશે.

3 : જો કોઈ પણ કરદાતા રોકડા 10 લાખ રૂપિયા કરતા વધારેની એફડી(FD) કરવા અથવા તો પોસ્ટ ઓફિસમાં કરે તો તેના માટે પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરદાતાને નોટીસ મોકલવામાં આવશે અને તેના વિશેની માહિતી અને ખુલાસો માંગી શકે.

4 : જો કોઈ રોકાણ કરતું હોય જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, બોન્ડ અને ડિબેન્ચરમાં કરદાતા 10 લાખ રૂપિયા કરતા વધારેનું રોકાણ કરે તો તેના માટે પણ નોટીસ મોકલવામાં આવશે.

5 : જો કોઈ પ્રોપર્ટીની ખરીદી અને વેંચાણના સોદામાં રૂપિયા 30 લાખ કરતા વધારેનું ખરીદ વેંચાણ હોત તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટીસ મોકલવામાં આવશે અને તેનો ખુલાસો પણ કરવાનો રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!