ઘર બનાવવાના સપનાને લાગી ગઈ નજર, પાંચ લાખ રૂપિયા બની ગયા ધૂળ જેવા.

મિત્રો આપણા ભવિષ્યમાં ક્યારે શું થવાનું છે તે નક્કી નથી હોતું. ઘણી વખત આપણે ધારીએ તેના કરતા ઊલટું જ થતું હોય છે. અને ઘણી વખત હાથમાં આવેલું પણ ચાલ્યું જાય છે. આથી કોઈના પર ભરોસો કરવા કરતા પોતાની મહેનત પર પણ વિશ્વાસ રાખવો જોઈએ. તે જ આપણું ભવિષ્ય બનાવે છે.

કહેવામા આવે છે કે, કોઈક વાર ખૂબ મહેનત અને પ્રમાણિકતાથી કામ કરવા છતાં પણ જો નસીબ સાથ ન આપે તો લોકોના સપના પૂરા નથી થતાં. એવું જ કંઈક થયું છે આંધ્રપ્રદેશના કૃષ્ણા જીલ્લામાં. જ્યાં એક બિઝનેસમેનને શાનદાર ઘર બનાવવા માટે ખુબ પૈસા જમા કર્યા હતા. પરંતુ હવે એના આ જ પૈસા કચરામાં પરિવર્તિત થઈ ગયા. પરંતુ શા માટે આ પૈસા કચરો થયો એ જાણીને હોંશ ઊંડી જશે.જો કે કૃષ્ણા જીલ્લામાં માઈલવારમમાં બીજલી જમાલય નામના બિઝનેસમેન ભૂડ ખરીદવા-વેચવાનું કામ કરતાં હતા. એનાથી એમને જે પણ પૈસા મળતા હતા તે બેંકમાં જમાં કરવાની જ્ગ્યાએ પોતાના ઘરના એક ટ્રંકમાં રાખતા હતા. એમને આ પૈસાથી પોતાના માટે એક મોટું ઘર બનાવવાનું સપનું જોયું હતું.જો કે જ્યારે એ બિઝનેસમેને એક દિવસ ટ્રંક ખોલીને જોયું તો એમના સપના પર પાણી ફરી ગયું હતું. કારણ કે ટ્રંકમાં રાખેલા આશરે 5 લાખ રૂપિયા ઉધઈ લાગવાને લીધે કચરામાં પરિવર્તિત થઈ ગયા હતા. આ જોઈને બીજલી જમાલય ખુબ નિરાશ થઈ ગય હતા. કારણ કે મહેનતથી જોડેલા એક એક પૈસાને પોતાની આંખોની સામે  કચરામાં પરિવર્તિત થયેલા જોઈ રહ્યો હતો. હવે તે પૈસા એમને કોઈ કામના ન હતા. કારણ કે પૈસા કપાયેલા, ફાટેલા અને સડી ગયા હતા.

ત્યાર પછી તે બિઝનેસમેનએ વિચાર્યું કે, હવે આ પૈસા તેને કોઈ પણ કામમાં નહિ નહિ આવે, માટે હવે તેને બાળકોમાં તે વહેંચી નાખું. કેમ કે બાળકોને એ નોટ રમવા માટે તો કામમાં આવશે. જો કે એમના ખરાબ નસીબે પણ તેનો સાથ આપ્યો નહિ. બાળકોને સાચી નોટથી રમતા કરતા જોઈને કોઈ એ પોલિસને ખબર કરી દીધી.પોલીસે જ્યારે આ બાબત વિશે તપાસ કરવા પહોંચી તો ટ્રંકમાં વધારે પ્રમાણમાં ઊધઈ લાગેલી જોઈ અને પોલીસ આશ્રયચકિત થઈ ગઈ હતી. પોલીસ દ્વારા એ નોટને જપ્ત કરીને બિઝનેસમેન વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Leave a Comment