ઘરમાં લાગી ભીષણ આગ, કુતરાએ આ રીતે બચાવ્યો આખો પરિવાર.

મિત્રો આપણે જાણીએ છીએ કે આજના સમયમાં માણસ કરતા વધુ વફાદાર પ્રાણીઓ જોવા મળે છે. કેમ કે ઘણી વાર પ્રાણીઓ માણસો કરતા પણ વધુ મહત્વનું કામ કરી જતા હોય છે. તો અમેરિકામાં એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના એક કુતરાએ જે સાહસિક અને બહાદુરી વાળું કામ કર્યું છે, એ જાણીને તમને પણ આશ્વર્ય થશે. તો ચાલો જાણીએ એ ઘટના વિશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અમેરિકાના અલબામામાં રહેતા એક પરિવારના જીવ એ સમય માંડ બચ્યા જ્યારે તેના કુતરાએ રાત્રે લગાતાર ભોંકીને આખા પરિવારને જગાડી દીધા. જ્યારે પરિવારના લોકો જગ્યા અને તેમણે જોયું કે, આખું ઘર આગની લપેટમાં છે. ત્યાર બાદ પરિવાર જલ્દીથી ઘરમાંથી ભાગ્ય અને પોતાના જીવ બચાવ્યા.

બર્મિંઘમ હોમમાં રહેતા ડેરેક વોકરે જણાવ્યું કે, કુતરો ‘રાલ્ફ’ સામાન્ય રીતે રાત્રીના સમયે ભોંકતો નથી, એટલા માટે જ્યારે રાતના સમયે રાલ્ફે કંઈક અજીબ અવાજમાં ભોંકવાનું શરૂ કરી દીધું તો જે જોવા માટે અમે ઉઠ્યા કે શું તકલીફ છે. વોકરે જણાવ્યું કે, ઉઠ્યા બાદ તેણે જોયું કે કિચનની બારીમાં આગ લાગેલી છે. નોર્થ શેલબાઈ ફાયર વિભાગના બટાલિયન પ્રમુખ રોબર્ટ લોસને જણાવ્યું કે આગ ગ્રીલમાંથી પસાર થઈને આખા ઘરમાં ફેલાય રહી હતી.વોકરે જણાવ્યું કે, ‘હું જોરથી ચીખ્યો ‘આગ’ અને બધા જ લોકો ઉઠી ગયા. મારી પત્ની પણ ઉઠી ગઈ અને તેણે બેટીઓને પણ ઉઠાડી અને તેને લઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ.’ તેણે જણાવ્યું કે બેટીઓને બહાર પહોંચાડ્યા બાદ તેની પત્ની દીકરાને જગાડવા માટે ફરી ઘરની અંદર ગઈ, જે ખુબ જ ઘેરી ઊંઘમાં સુઈ રહ્યો હતો અને તેના આખા રૂમમાં ધુમાડો ભરાય ગયો હતો.

વોકરે જણાવ્યું કે, ‘આગ તેની દીવાલની બરોબર પાછળ જ લાગી હતી, પરંતુ તેને કંઈ ખબર ન પડી કેમ કે તે આખા શરીરમાં બ્લેન્કેટ ખુબ જ કસીને સુવે છે. બધાનો જીવ બચાવનાર રાલ્ફને ઘરની બહાર કાઢવા માટે ઘરની અંદર ગયા. તેના ઘરમાં બે નાના ડુક્કર પણ હતા. તેણે કહ્યું કે રાલ્ફ અને એક ડુક્કરને બહાર કાઢી શક્યા, પરંતુ બીજા ડુક્કરે પોતાનું દમ તોડી નાખ્યું. આગ લાગી જવાના કારણે ઘરમાં ભારે નુકશાન થયું છે, પરંતુ વોકર એ વાતથી પ્રસન્ન છે કે તેનો આખો પરિવાર સુરક્ષિત છે અને તે પણ ચાર વર્ષના રાલ્ફના કારણે.

Leave a Comment