હરિયાણામાં રાહુલ ગાંધી પર બૈન ! ગૃહમંત્રી અનિલે વિજે કહ્યું, રાહુલની ટ્રેક્ટર રેલીને….

મિત્રો રાહુલ ગાંધી આજે પંજાબના મોગામાં કૃષિ કાનુનના વિરોધમાં પંજાબના મોગામાં ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ કરવાના છે. જેમાં રાહુલ ગાંધી ખુદ ટ્રેક્ટર ચલાવવાના છે. રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનું સમાપન હરિયાણામાં થશે. તેઓ કુરુક્ષેત્રમાં રોકવા ઈચ્છે છે. પરંતુ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું કહેવું છે કે, તેઓ રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીને પ્રદેશમાં ઘૂસવાની પરવાનગી નહિ આપે.

હરિયાણાના પૂર્વ કૃષિ મંત્રી અને રાજ્યના બીજેપી અધ્યક્ષ ઓપી ધનખડે જણાવ્યું કે, જો રાહુલ ગાંધી રાજ્યમાં ટ્રેક્ટર રેલી કરવા ઈચ્છે તો તેણે રોબર્ટ વાડ્રાને સાથે લઈને આવવું જોઈએ. ટૂંકમાં રેલી કરવા માટે હરિયાણા ગૃહ મંત્રી રાહુલ ગાંધીને હરિયાણામાં પ્રવેશ નહિ કરવા દે.

બીજી તરફ શિરોમણી અકાલી દળે રાહુલ ગાંધીને બે સવાલ કર્યા છે. પહેલો- જ્યારે લોકસભામાં કૃષિ સાથે જોડાયેલા ત્રણ બિલ રાખવામાં આવી રહ્યા હતા ત્યારે ગેરહાજર કેમ હતા ? બીજો સવાલ- કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં પરંપરાગત કૃષિ ઉપજ માર્કેટિંગ સમિતિથી દુર હટવાની વાત શા માટે કરી હતી ?તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટી આજ પંજાબના મોગા જીલ્લાથી ‘ખેતી બચાવો’ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય અભિયાનનું નેતૃત્વ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કરવાના છે. આ અભિયાન દરમિયાન રાહુલ ગાંધી ખુદ ટ્રેક્ટર ચલાવશે અને ગામડાઓમાં ખેડૂતોને મળશે.

આ ટ્રેક્ટર રેલીમાં લગભગ ત્રણ હજાર ખેડૂતો ભાગ લેશે. ત્રણ દિવસના પંજાબ મુલાકાતમાં પહેલા દિવસે રાહુલ ગાંધી મોગા જીલ્લામાં રહેશે. ખેડૂતો દ્વારા ગામ લાપોન અને ચકર ગામમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. એક અન્ય પણ સ્વાગત સમારોહનું આયોજન ગામ માનોકેમાં કરવામાં આવ્યું છે. અભિયાન સમાપન લુધિયાણાના જટપુરામાં એક સાર્વજનિક બેઠક પછી કરવામાં આવશે.

Leave a Comment