અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશના ઘણા એવા લોકો છે જે વિદેશોમાં રહેતા હોવા છતાં, આપણા દેશની સંસ્કૃતિને ભૂલ્યા નથી. તો આજે અમે તમને એક એવા જ એનઆરઆઈ વિશે જણાવશું. જેમણે અંબાજી મંદિરમાં સોનાનું દાન કર્યું છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતી અને કેટલા સોનાનું દાન કર્યું. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

હાલમાં અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલે 48 લાખ રૂપિયની કિંમતનું 1 કિ.લો. સોનાનું દાન આપ્યું. અંબાજી મંદિરનું શિખર સોનાનું બનાવવા માટે મંદિરના ટ્રસ્ટને આ સોનું દાનમાં આપવામાં આવ્યું છે.

વિશ્વભરમાં પ્રસિદ્ધ, યાત્રા ધામ અંબાજી મંદિરમાં એનઆરઆઈ ભક્ત દ્વારા 1 કિ.લો. સોનાનું દાન આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને હાલમાં તેઓ અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર બનાવવા માટે મંદિરને ભેટમાં મળ્યું છે.

વિશ્વપ્રસિદ્ધ, યાત્રા ધામ શક્તિપીઠ અંબાજી મંદિર માતાજીના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. યાત્રા ધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલ મંદિરના વિકાસ માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે.

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માતાજીના ભક્તોના દાનની સરવાણી વહે છે. ત્યારે ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં, 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલોને 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. અને બાકીના કાર્યો માટે પણ સતત ભક્તો દ્વારા સોનાનું દાન આપવામાં આવી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment