ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાનું નિધન, બે દિવસમાં નરેશ-મહેશ બંને ભાઈઓએ છોડી દુનિયા.

મિત્રો ગુજરાતી ફિલ્મના આજે બીજા  દુઃખદ સમાચાર આવ્યા છે. લાખો ગુજરાતી  દિલો પર રાજ કરતા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કહેવાતા એક્ટર અભિનેતા નરેશ કનોડિયાનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નરેશ કનોડિયાની ઉંમર 77 વર્ષ હતી. પરંતુ નરેશ કનોડિયાના નિધનના બે દિવસ પહેલા રવિવારે જ તેમના ભાઈ મહેશ કનોડિયાનું નિધન કોરોનાના કારણે થયું હતું. બે દિવસની અંદર બંને ભાઈઓના નિધનથી તેના ચાહકોને ખુબ જ મોટો આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે 1943 માં મહેસાણાના કનોડા ગામે નરેશ કનોડિયાનો જન્મ થયો હતો.

વિગતે જણાવીએ તો, 20 ઓક્ટોબરના દિવસે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે અર્થે તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ 22 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયા સારવાર લઈ રહ્યા હોય એવો ફોટો પણ સામે આવ્યો હતો. તેમજ નરેશ કનોડિયાની તબિયતને લઈને તેના દીકરા અને કડીના ધારાસભ્ય એટલે હિતુ કનોડિયાએ એક ફોટોને પોસ્ટ કરીને પ્રાર્થના કરવા માટે લોકોને અપીલ કરી હતી.

જ્યારે આપણા દેશમાં કોરોના વાયરસ આવ્યો અને ગુજરાતમાં કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયા દ્વારા ઢોલ વગાડવામાં આવ્યો હતો અને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…. તારો બાપ ભગાડે’ એવી ગીત ગાઈને લોકોની ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું હતું.20 ઓક્ટોબર, 1943 ના રોજ મોઢેરાથી નજીકમાં આવેલ અને મહેસાણા જીલ્લાના કનોડા ગામમાં નરેશ કનોડિયાનો જન્મ થયો હતો. નરેશ કનોડિયાનું પહેલું ફિલ્મ હતું, વેલીને આવ્યા ફૂલ’ હતું અને ત્યારથી જ તેમના કરિયરની શરૂઆત થઈ હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે. નરેશ કનોડિયાના લગ્ન રીમા સાથે થયા હતા.

નરેશ અને રીમાનો પુત્ર છે હિતુ કનોડિયા. તે પણ ગુજરાતી ફિલ્મોનો ખુબ જ જાણીતો એક્ટર છે. તેમજ હિતુ કનોડિયાએ પણ ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. એ બંનેને પણ એક દીકરો છે જેનું નામ છે રાજવીર. નરેશ કનોડિયાનું આખું પરિવાર ગાંધીનગરમાં રહેતું હતું અને સાથે જ મહેશ કનોડિયા પણ રહેતા હતા.તમને જણાવી દઈએ કે નરેશ કનોડિયાએ 125 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કરેલું છે. તેમાં હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાં સફળતા પણ મળી છે. તમને જણાવી દઈએ કે સ્નેહલતા અને નરેશ કનોડિયાની જોડી ખુબ જ હિટ હતી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment