એમેઝોન લાવી રહ્યું છે મોટો સેલ ! 1 લાખથી વધુ દુકાનદારોને મળશે પૈસા બનાવવાનો મોકો.

મિત્રો વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમોઝોન તહેવારની સિઝનમાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ (Great Indian Festival Sale) શરૂ કરવા જઈ રહી છે. આ વખતે આ સેલમાં દેશભરની એક લાખથી વધારે નાની-મોટી દુકાનો અને કરિયાણા સ્ટોરને પણ જોડવામાં આવશે. એમેઝોન ઇન્ડિયા એ જણાવ્યું કે, આ દુકાનોમાં અલગ-અલગ રીતે કેમ્પેઈનને જોડવામાં આવશે. ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં 20 હાજરથી વધારે ઓફલાઈન રિટેલર, કરિયાણા અને સ્થાનીય દુકાનદાર ભાગ લઈ શકે છે. તેઓ દરરોજનો જીવન જરૂરિયાત વાળો સમાન, મોટા ઉપકરણો અને ઘરની સજાવટના સામાનનું વેચાણ કરશે. તો દુકાનદારો અમેઝોન સાથે જોડાઈને પૈસા પણ કમાઈ શકો છો.

એમેઝોનથી જોડાયેલા છે તેવા 400 શહેરોના 20,000 થી વધારે રિટેલર્સ : એમેઝોનના પ્રમાણે, સેલની સાથે જોડાઈ રહેવા વાળા દુકાનદાર ડિજિટલ માધ્યમ સાથે જોડાઈને તેના કસ્ટમર સુધી તેની પહોંચ વધારી શકે. ત્યાં જ ગ્રાહકોને પોતાના જ શહેરના સ્ટોરથી ખરીદીની મળી રહેશે. ઈ-કોમર્સ કંપની (e-Commerce Company) એ નાની-મોટા દુકાનદારોને પ્લેટફોર્મ સાથે જોડાવવાનો સિલસિલો લોકડાઉન દરમિયાન એપ્રિલ 2020 થી શરૂ કરી દેવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં 400 શહેરોને 20,000 સાથે વધારે રિટેલર્સ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચુક્યા છે. તેમાં મેરઠ, લુધિયાણા, સહરાનપુર, ઇન્દોર, એર્નાકુલમ, સુરત અને કાંચીપુરમ જેવા શહેરોના દુકાનદારોને સામેલ કર્યા છે. જેમાં 40 % થી વધારે દુકાનદારો ટોચના 10 શહેરોની બહારના છે.એમેઝોન ઇન્ડિયાએ એમેઝોન ઈઝી સ્ટોર્સ, આઈ હેવ સ્પેસ અને એમેઝોન પે-સ્માર્ટ સ્ટોર નામથી પણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. એમેઝોન ઇન્ડિયાના ઉપાધ્યક્ષ માનીશ તિવારીએ કહ્યું છે કે, આ તહેવારની સિઝનમાં અમે અમારા વિક્રેતાઓ અને અન્ય એમ.એસ.એમ.ઈ.ભાગીદારોને કારોબાર વધારવાની સાથે જ વર્તમાન મુશ્કેલ સમયના પડકારોને દુર કરવામાં મદદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલમાં ઈ-કોમર્સ  કંપની ફ્લિપકાર્ટે કહ્યું છે કે, તેણે તહેવારનું સત્ર શરૂ થતા પહેલા જ તેની ડિલિવરી ક્ષમતાને મજબૂત કરવા માટે 50 હાજર કરિયાણાની દુકાનો સાથે જોડાયા છે. તેથી તેઓ 850 થી વધારે શહેરોમાં ગ્રાહકોને ડિલિવરી કરી શકે.

Flipkart સેલ દરમિયાન ઉભી કરશે 70 હાજર નવા રોજગારના તકો : ફ્લિપકાર્ટની બીગ બિલિયન ડેઝ સેલ 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. કંપનીએ કહ્યું છે કે, આ સેલથી આ વખતે 70,000 નવા રોજગારના તકો ઉભી થશે, જેથી આ આયોજનની સાથે લાખો અન્ય અસ્થાયી તકો પણ સામે આવશે. એમેઝોનની ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની તારીખની હજુ ઘોષણા કરવામાં આવી નથી. દર વર્ષે દશેરા અને દિવાળીની પહેલા ફેસ્ટીવ સેલથી ઈ-કોમર્સ કંપનીઓ મોટો કારોબાર કરે છે. એક રીપોર્ટ પ્રમાણે, આ વર્ષના ફેસ્ટીવ સેલનું વેચાણ બેગણું થઈ શકે છે. તેનાથી ગ્રોસ માર્ચેડાઈઝ વેલ્યુ 7 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, જે ગયા વર્ષે 3.8 અબજ રહી હતી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment