સરકાર આપી રહી છે માત્ર 10 રૂપિયામાં બ્રાન્ડેડ LED બલ્બ, આ જીલ્લામાં થઈ રહ્યું છે વિતરણ…

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. કે. સિંહે બુધવારના રોજ વારાણસીમાં ગ્રામ ઉજાલા યોજના (Gram Ujala Programme) ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ગામડાઓમાં પરિવારોને 10 રૂપિયાના મુલ્ય પર હાઈ ક્વોલિટીના LED બલ્બ આપવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમની હેઠળ એનર્જી એફિશિયન્સી સર્વિસેસ લિમીટેડ (EESL) ની સબસિડિયરી યુનિટ કન્વર્ઝેન્સ એનર્જી સર્વિસેસ લિમીટેડ (CESL) વારાણસીના ગ્રામીણ વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તા વાળા LED બલ્બના એક બલ્બને 10 રૂપિયાની કિંમતમાં વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય વીજળી સચિવ આલોક કુમાર અને અન્ય અધિકારીઓ મૌજુદ હતા.202.5 કરોડ યુનિટ વર્ષની વીજળીની બચત : ગ્રામ ઉજાલા કાર્યક્રમના પહેલા ચરણની હેઠળ પાંચ જીલ્લાના ગામોમાં 1.50 કરોડ LED બલ્બનું વિતરણ કરવામાં આવશે. તેનાથી ભારતના જળવાયું પરિવર્તન કાર્યનીતિ હેઠળ 202.5 કરોડ યુનિટ એક વર્ષમાં વીજળીની બચત થશે અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં 16.5 લાખ ટન વાર્ષિકની કમી આવશે. આ કાર્યક્રમ દ્વારા માત્ર 10 રૂપિયા પ્રતિ બલ્બના દરથી બહેતર લાઈટની વ્યવસ્થા કરી શકાશે.

36 કરોડ LED બલ્બનું વિતરણ થઈ ચુક્યું છે :  આર. કે. સિંહે કહ્યું છે કે, ભારત ઉર્જાના બીજા સ્ત્રોતોના ઉપયોગની સાથે સાથે દક્ષતાના ક્ષેત્રમાં પણ નેતૃત્વકારી ભૂમિકામાં આવી ગયા છે. આ યોજનાને વિશેષ રૂપે ગ્રામીણ ઘરો માટે તૈયાર કરવામાં આવી છે અને તેનાથી ઉર્જાની પર્યાપ્ત બચત થશે, કેમ કે દરેક 12 વોલ્ટનો LED બલ્બ 100 વોલ્ટના પરંપરાગત બલ્બ જેટલો જ પ્રકાશ આપે છે. તેમણે ઉજાલા યોજનાને લાગુ કરવા માટે EESL દ્વારા કરવામાં આવેલ પ્રયાસની પ્રશંસા કરી છે. આ યોજના હેઠળ 36 કરોડ LED બલ્બોનું વિતરણ કરવામાં આવ્યું છે અને દેશભરમાં 1 કરોડ 15 લાખ સ્ટ્રીટ લાઈટોને LED લાઈટોમાં બદલી નાખવામાં આવી છે.પહેલા ચરણમાં પાંચ રાજ્યોમાં સસ્તા દર પર આપવામાં આવશે LED બલ્બ : ગ્રામ ઉજાલા યોજનાની શરૂઆત બિહારના આરા જીલ્લાથી કરવામાં આવી અને બે દિવસની અંદર જ 6,150 બલ્બના વિતરણ લક્ષ્યને પાર કરી લેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ 7 વોટ અને 12  વોટના LED બલ્બોને ત્રણ વર્ષની વોરંટીની સાથે ગ્રામીણ ઉપભોક્તાઓને પરંપરાગત બલ્બોને પાછા આપવા પર ઉપલબ્ધ કરવામાં આવશે.

ગ્રામ ઉજાલા કાર્યક્રમ પાંચ જીલ્લાના માત્ર એ જ ગામોમાં લાગુ કરવામાં આવ્યો છે જ્યાં ઉપભોક્તા જુના સામાન્ય બલ્બોના સ્થાન પર ઓછામાં ઓછા પાંચ LED બલ્બ લેશે. પહેલા ચરણમાં જે જીલ્લામાં આ યોજના લાગુ કરવામાં આવી રહી છે, તે આરા(બિહાર), વારાણસી(ઉત્તર પ્રદેશ), વિજયવાડા(આંધ્રપ્રદેશ), નાગપુર(મહારાષ્ટ્ર) અને પશ્વિમી ગુજરાતના ગામડાઓમાં છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સરકાર આપી રહી છે માત્ર 10 રૂપિયામાં બ્રાન્ડેડ LED બલ્બ, આ જીલ્લામાં થઈ રહ્યું છે વિતરણ…”

  1. Very good gesture. Could they distribute a proper powerful bulbs that brings the brightness rather then that weak poor usless bright bulbs.

    Reply

Leave a Comment