પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત મોંઘવારી પર આવશે નિયંત્રણ, મોંઘવારી કાબુ કરવા સરકારે બનાવી નવી નીતિ અને યોજના… જાણો કેવા પગલા લેશે સરકાર…

વધતી જતી મોંઘવારી આપણા દેશ માટે ધીમા ઝેર સમાન છે, તેનાથી ના જીવી શકાય છે કે ના મરી શકાય છે. મોંઘવારી વધવાના કારણોમાં કોરોના પણ જવાબદાર છે. કોરોના ના કારણે આપણી  અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. માંડ માંડ હમણાં જ કોરોનામાં થી સાજી થયેલી અર્થવ્યવસ્થા માટે મોંઘવારી એક પડકાર બની ગઈ છે. સરકાર આને રોકવા માટે નવા-નવા ઉપાય શોધી રહી છે

આ વખત ની કડીમાં માં શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમને પેટ્રોલ અને ડીઝલ ના ઉત્પાદન પર લાગતા ટેક્સ ને ઘટાડવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે બે ટોચના સરકારી અધિકારીઓએ કહ્યું છે કે સરકાર મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં વધારાના રૂ. 2 લાખ કરોડનો ખર્ચ કરશે. જેથી વધતી જતી ગ્રાહક કિંમતો અને બહુવર્ષીય મોંઘવારી સામે લડી શકાય.

એપ્રિલમાં ભારતની છૂટક મોંઘવારી આઠ વર્ષની ટોચે હતી. ત્યાંજ જથ્થાબંધ મોંઘવારી 17 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેને રોકવા માટે સરકાર નવા પગલા લઈ રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નાણામંત્રી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની જાહેરાતથી સરકારની આવકને 1 લાખ કરોડ રૂપિયાનું સીધું નુકસાન થશે. અધિકારીએ કહ્યું કે અમારું સંપૂર્ણ ધ્યાન મોંઘવારી પર નિયંત્રણ અને મોંઘવારી ઘટાડવા પર છે. રુસ – યુક્રેનના યુદ્ધની અસર કોઈ પણ અનુમાન કરે તેનાથી પણ ખરાબ છે. કોઈએ કલ્પના ન કરી હતી કે આ સંકટ આટલું મોટું વધી જશે અને તેનું દુષ્પરિણામ આટલું ભયંકર હશે.ખાતર સબસિડી માટે સરકારને રૂ. 50,000 કરોડના વધારાના ભંડોળની જરૂર છે, જે હાલના અંદાજીત રૂ. 2.15 લાખ કરોડથી વધુ છે. યુદ્ધના કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે કારણ કે યુક્રેનમાંથી મોટા પ્રમાણમાં આ વસ્તુની આયાત કરવામાં આવે છે.

સરકાર ને 1.50 લાખ કરોડનું રૂપિયા નું નુકસાન:- અધિકારીઓએ કહ્યું કે જો ક્રૂડના ભાવમાં ઘટાડો નહીં થાય તો સરકારે વધુ એક રાઉન્ડ માટે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવો પડશે. તેથી, સરકાર ની તિજોરી માં વધુ નુકશાન થશે. આ નાણાકીય વર્ષની શરૂઆતથી જ સરકારને 1.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.સરકારની તિજોરી ને થશે ખોટ:- અધિકારીઓ માંથી એક એ જણાવ્યું કે સરકારને આ ઉપાયો માટે બજારમાંથી વધુ રકમ ઉધાર લે તેવી જરૂરિયાત ઊભી થાય તેવું જણાય છે, તેનો અર્થ એ છે કે 2022-23માં સરકારની તિજોરીને ખોટ થઈ શકે છે. જોકે અધિકારીઓએ એ નથી જણાવ્યું કે આનાથી કેટલી ખોટ થઈ શકે છે. 

ફેબ્રુઆરી માં કરવામાં આવેલી બજેટની ઘોષણાઓ પ્રમાણે, સરકાર ની ચાલુ નાણાકીય વર્ષમાં રેકોર્ડ ₹14.31 લાખ કરોડનું ઉધાર લેવાની યોજના છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે વધારાના ઉધારથી એપ્રિલ-સપ્ટેમ્બરમાં રૂ. 8.45 લાખ કરોડના આયોજિત ઋણને અસર થશે નહીં અને તે જાન્યુઆરી-માર્ચ 2023 માં લઇ શકાશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment