LPG ગેસ કનેક્શન પર સરકાર આપી રહી છે 1600 રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે આ લાભ…

1 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલ બજેટમાં આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે એક કરોડ ગેસ કનેક્શન આપવાનું એલાન કર્યું છે. આ ગેસ કનેક્શન ઉજ્જવલા સ્કીમ (Ujjwala Yojana) હેઠળ આપવામાં આવશે. સરકારે આ યોજનાનો વિસ્તાર કરવાની વાત કહી હતી. તમને જણાવી દઈએ કે, આ સ્કીમ હેઠળ ગરીબી રેખાથી નીચે આવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસનું કનેક્શન આપવામાં આવે છે.

મળે છે 1600 રૂપિયા : તમને જણાવી દઈએ કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર આર્થિક સહાયતા પહોંચાડે છે. તેમાં સરકાર તરફથી 1600 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા LPG ગેસ કનેક્શન ખરીદવા માટે આપવામાં આવે છે. તેની સાથે જ ચૂલ્હા ખરીદવા માટે પહેલી વાર LPG સીલીન્ડર ભરાવવામાં આવતા  ખર્ચને ચુકવવા માટે EMI ની પણ સુવિધા આપવામાં આવી શકે.

કેવી રીતે કરી શકીએ એપ્લાય : ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લેવા માટે BPL પરિવારમાંથી કોઈ પણ મહિલા એપ્લાય કરી શકે છે. તેના માટે KYC ફોર્મ ભરીને LPG સેન્ટરમાં જમા કરવું પડશે. એપ્લાય કરતા સમયે તમારે એ જણાવવાનું રહેશે કે, તમે 14.2 કિલોગ્રામનું સીલીન્ડર અથવા 5 કિલોગ્રામ વાળું. ઉજ્જવલા યોજનાનું ફોર્મ તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઈટથી ડાઉનલોડકરી શકો છો. આ સિવાય તમેં તેને LPG સેન્ટરથી પણ લઈ શકો છો.

ડોક્યુમેન્ટ : આ યોજનાનો લાભ લેવા માટે પંચાયત અધિકારી અથવા નગર નિગમ પાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત BPL કાર્ડ, BPL રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, રેશનકાર્ડની કોપી, રાજપત્રિત અધિકારી દ્વારા સત્યાપિત સ્વ-ઘોષણા પત્ર, LIC પોલિસી, બેંક સ્ટેટમેંટ, BPL સૂચિમાં નામનું પ્રિન્ટ આઉટ જેવા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

કોણ કરી શકે આવેદન : આ યોજના માટે માત્ર પરિવારની મહિલાઓ જ આવેદન કરી શકે છે. આવેદકની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આવેદક પરિવાર ગરીબી રેખા નીચે આવતો હોવો જોઈએ. આવેદકનું કોઈ પણ બેંકમાં ખાતું અવશ્ય હોવું જોઈએ. આવેદકના નામ પર પહેલા કોઈ LPG ગેસ કનેક્શન ન હોવું જોઈએ.

અહિયાં લઈ શકાય તેની જાણકારી : ઉજ્જવલા યોજના વિશે વધુ જાણકારી માટે તમે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની વેબસાઈટ http://www.petroleum.nic.in/sites/default/files/ ઉજ્જવલા યોજના PDF પર પણ જઈ શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment