ભારત સરકાર જલ્દી કરી શકે છે એક મોટી રાહતની ઘોષણા, જાણો તેમાં શું હશે અને તમને કેટલો થશે લાભ.

મિત્રો મોદી સરકાર જલ્દી જ એક બીજું રાહત પેકેજની ઘોષણા કરી શકે છે.  સુત્રોથી મળેલી જાણકારી અનુસાર, સરકારે એક વાર ફરી રાહત પેકેજ આપવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. જો કે તેની ઘોષણા ક્યારે થશે તેમાં શું હશે તેના પર હજુ સુધી કોઈ નિર્ણય થયો નથી. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ મહામારીના કારણે સુસ્તીથી લડી રહેલ અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે આર્થિક મંત્રી નિર્મલા સીતારમણ સોમવારના રોજ ચાર મોટી ઘોષણા કરી હતી. સરકાર અનુસાર, આ યોજનાઓથી અર્થવ્યવસ્થામાં 1 લાખ કરોડ રૂપિયાની એડિશનલ ડિમાંડ પેદા થશે. સીતારમણે કહ્યું કે, આ ચાર પેકેજથી જો ડિમાંડ વધે છે, તો કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને તેનો લાભ મળશે અને કારોબારને શરૂ રાખવા માટે બજારમાં માંગ કરનારને રાહત મળશે.

રાહત પેકેજની તૈયારી : આર્થિક મંત્રાલયના વરિષ્ઠ સૂત્રએ 13 ઓક્ટોબરના એક હજુ રાહત પેકેજ માટે સંકેત આપ્યો હતો. તેમજ સુત્રો અનુસાર જણાવવામાં આવ્યું કે, કોરોનાના કારણે  ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા ભલે ધીમી થઈ ગઈ હોય, પરંતુ ઉભી નહિ રહે. કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને ફરીથી ઝડપી કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું છે કે, વોડાફોન મામલામાં અપીલના બધા જ વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ જે ચાર મોટા એલાન કરવામાં આવ્યા તેના વિશે.

કન્ઝ્યુમર ડિમાંડ વધારવા માટે 68,000 કરોડ રૂપિયાનું પેકેજ : કેન્દ્રીય કર્મચારીઓ 10,000 રૂપિયાનું વન ટાઈમ સ્પેશિયલ ફેસ્ટિવલ લોન : બજારમાં 12,000 કરોડ રૂપિયાની માંગ વધી શકે છે. એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ 12% અથવા તેનાથી વધુ ટેક્સ વાળા કોઈ પણ સામાનની ખરીદારી અને ટેક્સમાં પણ છૂટ : 56,000 કરોડ રૂપિયાની માંગ વધી શકે છે.વન ટાઈમ સ્પેશિયલ ફેસ્ટિવલ લોન : કેન્દ્ર સરકારે બધા કર્મચારીઓને 10, 000 રૂપિયાનું વન ટાઈમ વ્યાજ મફત લોન મળશે. એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારે લાગુ કરશે તો વધુ લોકો પણ ફાયદામાં રહેશે.

રાજ્ય સરકારોને મળશે 50 વર્ષ માટે વ્યાજ લોન : રાજ્ય સરકારોને આવનાર 50 વર્ષ માટે 12,000 કરોડ રૂપિયાનું વ્યાજ ફ્રી લોન મળશે. પૂર્વોત્તરના 8 રાજ્યોમાં દરેકને 200 કરોડ રૂપિયા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને 450 કરોડ રૂપિયા. આર્થિક આયોગના ડિવોલ્યૂશ શેર અનુસાર, બાકી રાજ્યોને કુલ 7,500 કરોડ રૂપિયા. આત્મનિર્ભર પેકેજમાં બતાવવામાં આવેલ 4 માંથી 3 સુધારાને લાગુ કરવા વાળા રાજ્યોને 2,000 કરોડ રૂપિયા અતિરિક્ત આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના કેપેક્સ બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો : કેન્દ્ર સરકારના 4.13 લાખ કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેન્ડીચર બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ રકમ સડક, રક્ષા, પાણીની સપ્લાય, શહેરી વિકાસ અને દેશમાં બનેલા કેપિટલ ઈક્વિપમેન્ટ પર ખર્ચ થશે. આર્થિક વિકાસ થશે. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પણ મહત્વનું સ્થાન મળશે અને તેમાં વધારો થશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment