સરકાર જાહેર કરી શકે છે ત્રીજા રાહત પેકેજની જાહેરાત, જાણો કોને કોને કેટલો થશે ફાયદો !

છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારીના કારણે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે નોકરી-ધંધા અને અર્થતંત્ર પર ખરાબ અસર થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને આશ્વાસન આપે છે, અને સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા ગમે ત્યારે ત્રીજા રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. ઇકોનોમિક અફેયર્સ સેક્રેટરી તરુણ બજાજે જણાવ્યું કે, એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહત પેકેજની જાહેરાત કરવા વિશે વાત કરી હતી.

એક તરફ લોકડાઉન બાદ અન્ય સેક્ટર્સમાં રિકવરી જોવા મળી રહી છે, પરંતુ ટ્રાવેલ કરવા અને બહાર ખાવા-પીવા વિશે લોકો હજી સંકોચ અનુભવી રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે, આ નવા પેકેજમાં રોજગારના નવા ક્ષેત્ર ઉત્પન્ન કરવા પર ભાર આપવામાં આવશે. આ ઉપરાંત નાના, મોટા અને મધ્યમ ઉદ્યોગો પર પણ સરકાર ધ્યાન આપશે.

ઇકોનોમિક અફેયર્સ સેક્રેટરી તરુણ બજાજે જણાવ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે જ અમને આ પેકેજ પર કામ કરવા વિશે કહ્યું છે અને તેમના સૂચન પ્રમાણે અમે તેના પર કામ કરી રહ્યાં છીએ. અલગ-અલગ ઇન્ડસ્ટ્રી પાસેથી મળેલી માહિતીના આધારે અમે આ પેકેજ પર કાર્ય કરી રહ્યાં છીએ. આ મુશ્કેલીના સમયમાં ઇકોનોમીમાં વધારો કરવાની ખુબ જ જરૂર છે. નોંધનીય છે કે, આ પહેલાં સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 15 માં ફાઇનાન્સ કમિશનના ચેરમેન એન.કે.સિંહની ઓટોબાયોગ્રાફીની વર્ચુઅલ લોન્ચિંગ પર તેઓએ કહ્યું કે, ‘સરકાર બીજું એક રાહત પેકેજ જાહેર કરવાની તૈયારીમાં છે.’રાહત પેકેજમાં શું હશે ખાસ ? : સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રાહત પેકેજ માટે જરૂરી જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે, જેમાં જાણવામાં આવી રહ્યું છે, આખરે ક્યાં સેક્ટરને વધારે સપોર્ટની જરૂર છે. માનવામાં આવી રહ્યું છે કે, ફૂડ, ટ્રાવેલ અને ટૂરિઝમ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. આ મહામારીના કારણે જે રોજગારને નુકશાન થયું છે તેને મદદ મળે તેવા હેતુ સાથે રાહત પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણ બે રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેની વેલ્યૂ GDP ની 1.5 ટકા છે. પહેલું પેકેજ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ મે 2020 જાહેર કરવામાં આવ્યું હતું અને બીજુ પેકેજ સરકારે એક અઠવાડિયા પહેલાં જ જાહેર કર્યુ હતું.

સરકારે બીજા રાહત પેકેજ 12 ઓક્ટોબરના રોજ જાહેર કર્યુ હતું. આ પેકેજમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપવા સહિત મહત્વના નિર્ણય કર્યા છે. આ પેકેજ 46,675 કરોડ રૂપિયાનું છે. તહેવારની સિઝનમાં માંગ વધવાના કારણે ઇકોનોમીને પાટા પર લાવવા માટે સરકારે આ પેકેજ આપ્યું હતું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment