ખુશખબરી : પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સરકાર આપી રહી છે 7 લાખ રૂપિયા, આ રીતે કરો એપ્લાય… 

મિત્રો તમે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર વિશે કદાચ ઘણું સાંભળ્યું હશે. જેમાં આજકાલ સરકાર લોકોની મદદ કરી રહી છે. તેમજ તેમાં લોકોને ખુબ જ વ્યાજબી દરે દવાઓ આપવામાં આવે છે. આ સિવાય આ કોરોના કાળ દરમિયાન તેમાં ઘણી રાહત મળી રહી છે. આથી જો તમારી પાસે ડ્રગ્સ લાયસન્સ છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તે માટે તમારે કંઈ રીતે એપ્લાય કરવું, તેના વિશે વિસ્તારથી આજે અમે તમને આ લેખમાં જણાવશું.

અગાઉ 7 માર્ચ પીએમ નરેન્દ્ર મોદીએ જન ઔષધી દિવસના મોકે દેશમાં 7500 મુ જન ઔષધી કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. પીએમ મોદીએ વર્ષ દરમિયાન જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 10,000 સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. પીએમ મોદીએ જન ઔષધી દિવસના સમયે આ સ્કીમના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ સ્કીમ દ્વારા કેન્દ્ર સરકાર લોકોને ઓછા દરે દવાઓ આપી રહી છે. મોદી સરકાર આ થકી દેશના ઘણા ભાગોમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે લોકોને પ્રોત્સાહિત પણ કરે છે. ચાલો તો હવે દેશમાં જન ઔષધી કેન્દ્ર ખોલવાની રીત પહેલા કરતા કેટલી બદલાઈ ગઈ છે. અને તેનાથી લોકોને કેટલી આવક થાય છે. સાથે જ કેન્દ્ર સરકાર આ સ્કીમમાં કેટલી સબસીડી આપે છે, એ સંપૂર્ણ માહિતી જાણી લઈએ.હવે 7 લાખ રૂપિયા સુધી મળી શકે છે રકમ : સૌથી પહેલા એ જાણી લઈએ કે જો કોઈ વ્યક્તિ નવું જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગે છે તો તેને કેવી રીતે ફાયદો થશે. નવા જન ઔષધી કેન્દ્ર ખોલનારને મોદી સરકાર 5 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહિત રકમ આપી રહી છે. પણ આ જ કેન્દ્ર કોઈ આકાંક્ષી જીલ્લામાં ખોલવામાં આવે તો 2 લાખ રૂપિયા વધુ મળશે. એટલે કે આ સ્થિતિમાં પ્રોત્સાહિત રકમ 7 લાખ રૂપિયા થશે. જો કોઈ મહિલા, વિકલાંગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ જન ઔષધી કેન્દ્ર ખોલે છે તો તેને મોદી સરકાર 7 લાખ રૂપિયા પ્રોત્સાહિત રકમ આપશે. થોડા સમય પહેલા આ પ્રોત્સાહન રકમ માત્ર 2.5 લાખ રૂપિયા હતી, જે વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી છે.

દવાઓના વેચાણ પર 20% કમિશન : હવે મોદી સરકાર આ યોજનાની અંદર જન ઔષધી કેન્દ્રના ફર્નિચર અને અન્ય જરૂરી સુવિધાઓને તૈયાર કરવા માટે પ્રતિ કેન્દ્ર 1.5 લાખ રૂપિયાની મદદ કરી રહી છે. સાથે જ કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહીત બિલીંગની વ્યવસ્થા વિકસિત કરવા માટે કેન્દ્ર સરકાર દરેક જન ઔષધી કેન્દ્ર ને 50000 રૂપિયા આપી રહી છે. જન ઔષધી કેન્દ્રથી દવાઓનું વેચાણ પર 20% સુધીનું કમિશન મળે છે. આ સિવાય દર મહિને થતા વેચાણ પર અલગથી 15% ઇન્સેટીવ પણ મળે છે.વર્ષ 2015 માં પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાની શરૂઆત થઈ હતી : તમને જણાવી દઈએ કે, સરકારે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાની શરૂઆત કરી હતી. સામાન્ય માણસ પર દવાઓનો ખર્ચ ઓછો કરવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. જન ઔષધી કેન્દ્ર પર દેશની બીજી કેમિસ્ટની દુકાનોથી 90% સસ્તી દવાઓ મળે છે. કારણ કે આ જેનેરિક દવાઓ હોય છે.

પીએમ મોદીએ જન ઔષધી દિવસના સમયે કહ્યું હતું કે સરકારની આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખુબ જ રાહત મળશે. પીએમ મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે, આ યોજનાથી દેશમાં રોજગારના નવા માર્ગ પણ ખોલ્યા છે. પીએમ મોદીએ એ પણ કહ્યું હતું કે, આ યોજનાથી દેશની સામાન્ય જનતાને 3,600 કરોડ રૂપિયાની બચત થશે.આ લોકો પણ કરી શકે છે આવેદન : તમને જણાવી દઈએ કે સરકારે જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીની અંદર કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસીસ્ટ, ડોક્ટર, અથવા રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર સ્ટોર શરૂ કરી શકે છે. બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી સેલ્ફ હેલ્પ ગ્રુપને અવસર મળે છે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકાર તરફથી નોમીનેટ કરેલ એજેન્સીઓ હોય છે. પછી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના નામથી દવાની દુકાન ખોલી શકે છે.

જો તમે જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગો છો તો તમારે રીટેલ ડ્રગ સેલ્સનું લાયસન્સ જન ઔષધી કેન્દ્રના નામથી લેવું પડશે. આ માટે http://janaushadhi.gov.in/online_registration.aspx પર જઈને ફાર્મ ડાઉનલોડ કરવું પડશે. પહેલાની તુલનામાં આ સ્કીમમાં એક બદલાવ એ પણ થયો છે કે, હેવ આવેદન શુલ્ક 5000 નું ભુગતાન કરવું પડશે. પહેલા સરકાર કોઈ આવેદન શુલ્ક લેતી ન હતી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment