હવે 45 હજારના બદલે મળશે 1.25 લાખ રૂપિયા | સરકારે તેની આ યોજનામાં પૈસાની લીમીટમાં કર્યો વધારો.

મિત્રો તમારા માંથી ઘણા લોકોને પેન્શન આવતું હશે અથવા તો પેન્શન અંગે તમે જાણતા હશો. પેન્શન એ એક માણસ માટે સિક્યોરીટી છે જેમાં તે પોતાની બાકીની જિંદગી આરામથી પસાર કરી શકે છે. તેમજ આ પેન્શનની યોજના એ ફેમીલી પેન્શનને લગતી પણ હોય શકે છે. જ્યારે તમને જણાવતા આનંદ થાય છે કે, સરકારે ફેમીલી પેન્શન અંગેની લીમીટ વધારી છે અને જેનો લાભ પેન્શન પ્રાપ્ત કરતી ફેમીલી પણ મેળવી શકશે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ એ શુકવારે એક પારિવારિક પેન્શનને અઢી ગણી વધારી દીધો છે. કેન્દ્રીય મંત્રીના આ મોટા સુધાર નીચે ફેમીલી પેન્શનની લીમીટ 45 હજાર રૂપિયા વધારીને 1.25 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. આ સિવાય તેણે જણાવ્યું કે, આ પગલું મૃત કર્મચારીઓના પરિવારના સદસ્યો માટે જીવનની મુશ્કેલીઓને ઓછી કરશે. તેને પર્યાપ્ત આર્થિક સુરક્ષા મળશે. તેમણે કહ્યું કે, પેન્શન અને પેન્શન ભોગી કલ્યાણ વિભાગે તે રાશિના મામલે સ્પષ્ટ કર્યું છે કે, જેમાં પોતાના માતા અથવા પિતાના અવસાન થવા પર કોઈ બાળક ફેમીલી પેન્શનની બે હપ્તા કાઢવા માટે હકદાર રહેશે.

અઢી ગણો વધારો પેન્શનમાં : પહેલા આ રકમ વધુમાં વધુ 45 હજાર રૂપિયા સુધીની હતી. જેને હવે અઢી ગણી વધારીને હવે 1.25 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે આ સ્પષ્ટીકરણ ઘણા મંત્રાલયો અને વિભાગોમાંથી પ્રાપ્ત રેફરેન્સના આધારે જાહેર કરવામાં આવ્યું છે.

બે બાળકોને મળશે પેન્શન : મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ સુચન અનુસાર કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન)નિયમ 1972 ના નિયમ 54 ના ઉપ નિયમ (11) અનુસાર જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી છે અને આ નિયમના પ્રાવધાનો નીચે આવે છે તો બંનેના અવસાન થવા પર તેના બે બાળકોને ફેમીલી પેન્શન મળશે.

પહેલા હતી આટલી રકમ : પહેલા આ રકમ વધુમાં 45 હજાર અને 27 હજાર રૂપિયા પ્રતિ માસ હતી. જે 6 વેતન આયોગના રીકમીંડેશંસ અનુસાર 90 હજાર રૂપિયાથી વધુ ચુકવણી 50% અને 30% હતું.

પહેલા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે આવા મામલે બે ફેમીલી પેન્શનની કુલ રકમ 45 હજાર રૂપિયા પ્રતિમાસ અને 27 હજાર પ્રતિમાસ, એટલે કે 50% અને 30% થી વધુ ન હતું. જ્યારે આ દર 6 કેન્દ્રીય વેતન આયોગની સિફારિશ અનુસાર 90000 રૂપિયા સેલરીના આધારે નક્કી કરવામાં આવતી હતી.

7 માં વેતન આયોગની સિફારિશ લાગુ થયા પછી વધુમાં વધુ વેતનને સંશોધિત કરીને 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. એવામાં સેન્ટ્રલ સિવિલ સર્વિસેજ નિયમ 1972 ના નિયમ 54 માં ઉપ નિયમ (11) નીચે પણ રકમને સંશોધિત કરવામાં આવ્યું છે. સંશોધન અનુસાર 2.5 લાખ રૂપિયાના 50% એટલે કે 1.25 લાખ રૂપિયા અને 2.5 લાખ રૂપિયાના 30% એટલે કે 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment