હાઈસ્કૂલમાં ભણતી છોકરી રોજ જતી હતી પાણીપુરી ખાવા અને આપી બેસી લારી વાળને પોતાનું દિલ. પછી બન્યું કંઈક આવું

મિત્રો, પ્રેમ એક એવી વસ્તુ છે કે, ક્યાં અને ક્યારે થઈ જાય તેનું કંઈ પણ નક્કી ન હોય. પરંતુ જ્યારે વ્યક્તિને પ્રેમ થાય છે ત્યારે તેને કોઈ પણ વસ્તુનું ભાન નથી રહેતું. પ્રેમ ન તો ઉચ્ચ-નીચ જોવે, ન તો અમીર કે ગરીબ. આવા કારણોને લીધે જ આજે જ્યાં જુઓ ત્યાં કોઈ યુવક કે યુવતીને કોઈ સાથે પ્રેમ થાય એટલે બસ ભાગીને લગ્ન કરી લેવાના, પછી પરિવારના લોકો માને  કે ન માને. તો આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીને એક પાણીપુરી વાળા સાથે પ્રેમ થયો. પરંતુ ત્યાર બાદ જે પરિણામ સામે આવ્યું તે કંઈક અજુગતું હતું. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

મિત્રો આ સમગ્ર ઘટના છે ઉત્તરપ્રદેશના મિર્જાપુરની. આ ઘટના અનુસાર એક યુવતી જ્યારે પાણીપુરી ખાવા માટે ગઈ અને તેને પાણીપુરી વાળા સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહિ, પરંતુ તે યુવતી મોકો મળતા પોતાના ઘરેથી પણ ભાગી ગઈ હતી. જ્યારે આ યુવતી બીજા દિવસે પોતાના ઘરે આવી તો આખી વાતનો ખુલાસો કર્યો. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, આ ઘટના મિર્જાપુરના કછવા બજારની છે. ત્યાં એક યુવક ઝાંસીથી આવીને પાણીપુરી વેચવાનો ધંધો કરતો હતો. આ યુવક સાથે એક 17 વર્ષીય યુવતીને પ્રેમ થાય છે. એ યુવતી હજુ હાઈસ્કુલમાં ભણતી હતી. એ યુવતી આ પાણીપુરી વાળા પાસે દરરોજ પાણીપુરી ખાવા માટે જતી હતી. આ પછી બંને 28 જુલાઈના રાત્રે 11 વાગ્યે સાથે નાસી છુટ્યા હતા. 

જ્યારે યુવતીના પરિવારના લોકોએ યુવતીની તપાસ કરી, તો જાણવા મળ્યું કે જે જગ્યા પર યુવતી પાણીપુરી ખાતી હતી એ યુવક પણ ગાયબ છે. ત્યારે પરિવારના લોકોએ કછવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દર્જ કરાવી હતી. આમ પરીવારના લોકોએ યુવતી અને યુવકની તપાસ માટે પોલીસને જાણ કરી હતી. 

આમ જ્યારે ફરિયાદ દર્જ કરાવી ત્યાર પછી પોલીસે સક્રિય રીતે તપાસ કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન પાણીપુરી વેચનાર યુવકે પોતાના પરિવારના લોકોને મોબાઈલ દ્વારા જાણ કરી છે. અને પરિવારજનોને કહ્યું કે, તે પોતે પોતાની પ્રેમિકાને સાથે લઈને ઝાંસી આવી રહ્યો છે. 

જો કે હાલ એવું જાણવા મળ્યું છે કે, યુવકના પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી વાતચીત પછી યુવકે યુવતીને છોડી દીધી હતી. જ્યારે બીજા દિવસે યુવક સાથે ભાગી ગયેલી યુવતીને પોલીસ દ્વારા તેના યુવતીના પરિવારને સોંપી દેવામાં આવી હતી. આમ પોલીસે યુવકના હાથેથી યુવતીને લઈને તેના પરિવારના લોકો સોંપી દીધી હતી. 

જ્યારે આ ફરિયાદ નોંધ કરનાર પોલીસ અધિકારી સાથે થયેલી વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે, કેસને હેન્ડલ કરતા પોલીસ અધિકારી સુભાસચંદ્ર રાયના જણાવ્યા અનુસાર આ ગતના 28-29 જુલાઈની છે. આ ઘટના અંગે કોઈ કેસ દાખલ કર્યો ન હતો. માત્ર યુવતીના પરિવારજનોના કહ્યા અનુસાર યુવતીની તપાસ કરવામાં આવી અને યુવતી મળી ગયા પછી તેને પરિવારના લોકોને સોંપી દેવામાં આવી હતી. 

Leave a Comment