ઘરે બેઠા paytm થી બુક કરો ગેસ સિલિન્ડર, મળશે 500 રૂપિયા સુધીનું કેશબેક, જાણો કેવી રીતે !

મિત્રો આજકાલ ડિઝીટલ દુનિયામાં મોટાભાગનું કામ તમે ઓનલાઇન કરી શકો છે. નાનામાં નાની વસ્તુની ખરીદીથી માંડીને મોટી વસ્તુની ખરીદી તમે ઓનલાઇન કરી શકો છો. હવે અહિયાં સુધી તમે શાકભાજીની ખરીદી પણ ઓનલાઇન કરી શકો છો. તેથી હવે જો તમે paytm યુઝ કરતા હો, તો તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ તેમાંથી કરીને 500 રૂપિયા સુધીનું કેશ બેક પાછું મળી શકે છે. હવે તમે વિચારશો કે આ કેવી રીતે સંભવ છે. તો તે માટે તમારે આ લેખ અંત સુધી જરૂરથી વાંચવો પડશે. ચાલો તો આ વિશે સંપૂર્ણ માહિતી જાણી લઈએ. 

જો તમે paytm યુઝ કરતા હો, તો તમે 31 ઓગસ્ટ, 2020 સુધીમાં પોતાનું ગેસ સિલિન્ડર બુક કરાવીને કેશ બેકનો ફાયદો ઉઠાવી શકો છો. આજે કોરોનાને કારણે મોટાભાગના લોકો ઓનલાઇન જ બુકિંગ કે ખરીદી કરી રહ્યા છે. તેથી રોજિંદા જીવનની વસ્તુઓ પણ લોકો ઓનલાઇન મંગાવી રહ્યા છે. આમ સંક્રમણથી બચવા માટે લોકો હોમ ડિલીવરીનો જ ઉપયોગ કરી રહ્યા છે. એક એ વાત પણ સાચી છે કે, હાલ ભારતમાં કોરોનાનું સંક્રમણ અન્ય દેશોની તુલનામાં વધુ પ્રસરી રહ્યું છે. આવા સમયે જો તમારું ગેસ સિલિન્ડર પૂરું થઈ ગયું છે, અને તમે બહાર નથી જવા માંગતા, તો તમે ઓનલાઇન paytm થી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. જેમાં ઘણો ફાયદો થઈ શકે છે. 

આ ઉપરાંત જો તમે paytm થી ગેસ સિલિન્ડર બુક કરાવો છો, તો તમને 500 રૂપિયા સુધીનું કેશ બેક પણ મળી શકે છે. જ્યારે આ કેશ બેક જે લોકો પહેલી વખત જ paytm થી ગેસ સિલિન્ડર બુક કરાવે છે તેને જ મળે છે. અને જો તમે પહેલા પણ paytm થી ગેસ સિલિન્ડર બુક કરાવી ચુક્યા છો, તો તમને આ કેશ બેક નહિ મળે. આ સિવાય તમને જણાવી દઈએ કે paytm એ ઘરે બેઠા ગેસ સિલિન્ડર બુકિંગ કરવા પર ઓઈલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઈલ કંપની લીમીટેડ સાથે કરાર કર્યો છે. એટલે કે ઇન્ડિયનના ગ્રાહકો paytm નો ઉપયોગ કરીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. આ સિવાય ભારત ગેસ અને એચપી ગેસ પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. ચાલો તો જાણી લઈએ paytm થી ગેસ સિલિન્ડર કેવી રીતે બુક કરવો. > સૌથી પહેલા પોતાના ફોનમાં paytm એપ open કરો. ત્યાર પછી હોમ પેજ પર ઉપરની બાજુ ‘બુક સિલિન્ડર’ નો ઓપ્શન દેખાશે. અને જો તમને આ ઓપ્શન ન દેખાઈ, તો તમારે show more પર ક્લિક કરવું પડશે. ત્યાર પછી બુક સિલિન્ડર પર ક્લિક કરો. ત્યાર પછી ગેસ પ્રોવાઈડર કંપનીના નામ પર ક્લિક કરો. આમાં ભારત, ઇન્ડિયન અને એચપી ગેસનું નામ આપવામાં આવશે. 

> ગેસ પ્રોવાઈડર કંપની પર ક્લિક કર્યા પછી પોતાનો રજિસ્ટર મોબાઈલ નંબર, અથવા એલપીજી આઈડી અથવા કસ્ટમર નંબર દાખલ કરો. ત્યાર પછી prossece પર ક્લિક કરો. પછી તમારી સામે કજ્યુંમરનું નામ, એલપીજી આઈડી, એજન્સીનું નામ આવી જશે. ત્યાર પછી તમને ગેસ સિલિન્ડરની કિંમત દેખાશે. > હેવ તમારે ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપિઆઇમાં પેમેન્ટના વિકલ્પને પસંદ કરો. આ સિવાય યુપિઆઇ માત્ર paytm એપ માટે જ છે. પેમેન્ટ કરતા પહેલા તમારે first LPG એડ કરવું પડશે. આ પ્રોમોકોડ પર ગ્રાહકને 500 રૂપિયા સુધીનું કેશબેક પાછું મળી શકે છે. ત્યાર પછી પેમેન્ટ પૂરું કરી દો. 

> જો તમે પ્રોમોકોડ નથી નાખતા તો તમે ઓફરનો ફાયદો નથી મળતો. આ paytm offer નો ફાયદો ત્યારે મળશે, જ્યારે તમારી ન્યુનતમ રાશી 500 રૂપિયા હશે. અને કંપનીની આ ઓફર માત્ર 31 ઓગસ્ટ 2020 સુધી જ છે. 

Leave a Comment