ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીને 6 જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ, જાણો સ્વામીએ એવું તો શું કર્યું….

મિત્રો બોટાદ જીલ્લાના ગઢડામાં (સ્વામીના) આવેલ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને બોટાદના ડેપ્યુટી કલેકટર દ્વારા 6 જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. આ નોટીસ આપતાની સાથે જ ખુબ જ ચકચાર મચી જવા પામી હતી. જરી કરવામાં આવેલ નોટીસનો જવાન તેમણે માર્ચ સુધીમાં રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સિવાય વાયરલ થયેલા વિડીયો બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ.પી. સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ આખી ઘટના મામલે એસ.પી. સ્વામીએ CBI ની તપાસ કરવાની પણ માંગ કરી છે. મંદિરના મામલે હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. એ બાબતે ડી.વાય.એસ. પી નકુમ દ્વારા કેસોને પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ બધા આક્ષેપોની તપાસ CBI ને સોંપવામાં આવે એવી માંગ એસ. પી. સ્વામી દ્વારા કરવામાં આવી છે. તેવામાં સ્વામીને તડીપાર કરવાની નોટીસને લઈને સ્વામિનારાયણના સંતો અને સત્સંગીઓમાં ભારે કોલાહલ જોવા મળ્યો છે.ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાય માટે બોટાદ જીલ્લાનું ખુબ જ મહત્વનું સ્થાન માનવામાં આવે છે. કેમ કે એવું માનવામાં આવે છે કે, ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં 29 વર્ષ સુધી રહી અને પોતાની કર્મભૂમિ બનાવી હતી. માટે ગઢડાને ભગવાન સ્વામિનારાયણનું એક મહત્વનું તીર્થધામ માનવામાં આવે છે. ગઢડામાં મુખ્ય મંદિર ગોપીનાથજી મંદિરમાં છેલ્લા દોઢ વર્ષથી દેવ સત્તા પક્ષ પર આવ્યા હતા, ત્યાર બાદ ગોપીનાથજી મંદિરમાં કંઈને કંઈ વિવાદ આવતો રહે છે.

હાલ બોટાદ જીલ્લાના નાયબ કલેકટરે ગઢડામાં આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને છ જીલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. તેમજ નોટીસને લઈને તેમણે કોઈ જવાબ આપવો હોય તો 25 માર્ચ સુધીમાં આપી દે, એવો ઉલ્લેખ પણ નોટીસમાં કરવામાં આવ્યો છે. ગોપીનાથજી મંદિરના દેવ પક્ષના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ મંદિરના વિડીયો વાયરલ કરવા મુદ્દે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.આ આખી પરિસ્થિતિના મુદ્દે એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, “મારા પર એવા કોઈ ગંભીર ગુના નથી. લોકડાઉન સમયે મારા પર મંદિરના મેદાનમાં ધૂન કરવાની 118 મુજબ ફરિયાદ થઈ  હતી. તેમજ જમીનના વિવાદને લઈને પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ બધું મંદિરના ચેરમેનનો વિવાદ અને ડી.વાય.એસ.પી. નકુમની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો.”

આ બધા કેસો હાઈકોર્ટમાં શરૂ છે જેને લઈને ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમ તેના માણસો દ્વારા આ કેસ પાછા ખેંચવા મારા પર દબાણ કરાવે છે. આ કારણે તંત્ર દ્વારા મારા પર રાગદ્વેષ રાખીને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ જીલ્લામાંથી તડીપાર કેમ ન કરવા એવી નાયબ કલેકટરને નોટીસ આપી છે. પણ ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, આ આખો મામલો CBI ને સોંપવામાં આવે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment