1 ઓક્ટોબરથી આ નિયમમાં થશે મોટા બદલાવ, તમારા સામાન્ય જીવન પર થશે આટલી અસર.

મિત્રો જેમ કે તમે જાણો છો કે, અનલોકનું હવે 5 મું ચરણ આવવાનું છે. તેથી ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. ઘણી વસ્તુઓ પરની પાબંદી દુર થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિ હાલ એ જાણવા માંગે છે કે, હવે આવનાર અનલોક 5 માં કંઈ કંઈ છૂટ અન્ય પણ ઘણા બદલાવ થશે. ચાલો તો આપણે આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

અમે તમને જણાવી દઈએ કે આવનાર મહિનેથી સામાન્ય માણસની રોજિંદા જિંદગી પર અસર થઈ શકે છે. જેની સીધી અસર તેના ખર્ચ પર પડી શેક તેમ છે. બદલાતા નિયમોની અસર માણસના સામાન્ય જીવન પર પડી શકે છે. જેમ કે રસોઈ ગેસ, પ્રકૃતિ ગેસ, હેલ્થ ઇન્સ્યોરન્સ, વિદેશમાં પૈસા મોકલવા પર થતો ટીસીએસ. વગેરે. તેથી તમારા માટે એ જરૂરી છે કે તમે અ વિશે પહેલેથી જ જાણી લો. ચાલો તો જાણીએ આવનાર 1 તારીખથી કંઈ કંઈ વસ્તુઓ બદલાઈ શકે છે.

ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈ એટલે કે ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણ એ નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમ અનુસાર હવે સરસોમાં કોઈ અન્ય ખાદ્ય તેલની મિલાવટ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા આયુક્તને લખેલા પત્ર અનુસાર ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણએ કહ્યું છે કે, ભારતમાં કોઈ પણ ખાદ્ય તેલ સાથે સરસો તેલના મિશ્રણ પર 1 ઓક્ટોબરથી સંપૂર્ણ રોક લગાવવામાં આવે છે.

આ સિવાય સરકારે મીઠાઈ વહેંચતી દુકાનોમાં મીઠાઈની ક્વોલીટીમાં બદલાવ લાવવા માટે સરકરે નવા નિયમ બનાવ્યા છે. 1 ઓક્ટોબરથી સ્થાનીય મીઠાઈ વહેંચતા દુકાનદારોએ પરાતો અને ડબ્બાના વેચાણ માટે ‘નિર્માણ ની તારીખ’ અને ઉપયોગ કરવાની અવધી જેવી જાણકારી લખવી પડશે. આ વિવરણને પહેલેથી પેક મીઠાઈના બોક્સ પર ઉલ્લેખ કરવો અનિવાર્ય છે.સડક પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલય એ મોટર વાહન નિયમોના સંશોધન કરવાની જાણકરી આપી છે. આમ 1 ઓક્ટોબરથી વાહન સંબંધી જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે લાયસન્સ, ફિટનેસ સર્ટીફીકેટ, પર્મિટસ વગેરેને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી મેન્ટેન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક પોર્ટલ દ્વારા કમપૌડીગ, ઈમ્પુડીંગ, એન્ડોરમીટ, લાયસન્સનું સસ્પેન્શન તેમજ રીવોકેશન, રજીસ્ટ્રેશન અને ઈ-ચાલાન જારી કરવાનું કામ પણ થઈ શકે છે.

આ સિવાય સરકારે વિદેશ પૈસા મોકલવા પરના ટેક્સ પર નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ પડશે. આવા સમયે તમે વિદેશ અભ્યાસ કરતા પોતાના પુત્રને અથવા તો પોતાના કોઈ સંબંધીને પૈસા મોકલવાનું વિચારી રહ્યા હો તો તમારે 5% ટેક્સ કલેકટેડ એટ સોર્સનો વધારોનો ટેક્સ ભરવો પડશે. ફાઈનેસ એક્ટ 2020 અનુસાર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની લીબરલાઈજ્ડ રેમીટેસ સ્કીમ નીચે વિદેશ પૈસા મોકલવા પર ટીસીએસ આપવું પડશે. આ સિવાય તમને જણાવી દઈએ કે એલઆરએસ નીચે 2.5 લાખ ડોલર સાલાના સુધી પણ મોકલી શકો છો. જેના પર કોઈ ટેક્સ નથી લાગતો અને  ટેક્સના દાયરામાં લાવવા માટે ટીસીએસ આપવું પડશે.1 ઓક્ટોબરથી સરકારના નિર્ણયથી ભાવ વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારે ઓપન સેલના ઈમ્પોર્ટ પર 5% કસ્ટમ ડ્યુટીની છૂટ 30 સપ્ટેમ્બરથી દુર કરવાનું નક્કી કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણયથી ટીવી ખરીદવું મોઘું થઈ શકે છે. કલર ટીવી માટે ઓપન સેલ સૌથી જરૂરી પાર્ટ હોય છે. ઓપન સેલના આયાત પર શુલ્ક લાગવાથી ભારતમાં ટીવીનું નિર્માણ પ્રભાવિત થઈ શકે છે.

વીમા નિયામક આઈઆરડીએઆઈના નિયમો અનુસાર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીમાં એક મોટો બદલાવ આવી શકે છે. 1 ઓક્ટોબરથી હાજર નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી જ નીચે રાહત દરે વધુ બીમારીને કવર કરવામાં આવશે. આ બદલાવ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીને સ્ટેડડાઈજડ અને કસ્ટમર સેન્ટ્રીક બનાવવા માટે કરવામાં આવશે. આમાં અન્ય ફેરફાર પણ થઈ શકે છે.

દર મહિનાની શરૂઆતમાં સરકારી કંપનીઓ રસોઈ ગેસ અને પ્રાકૃતિક ગેસના ભાવને રીવાઈજ કરે છે. ગયા વખતે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં 14.2 કિલોગ્રામ અને 19 કિલોગ્રામ વાળા ગેસ સીલીન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેથી ઉમ્મીદ છે કે, ઓક્ટોબરમાં રસોઈ ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

1 thought on “1 ઓક્ટોબરથી આ નિયમમાં થશે મોટા બદલાવ, તમારા સામાન્ય જીવન પર થશે આટલી અસર.”

  1. Very good initiatives. The food is more intense as there are more impurities and fake items mixed. Also the purity and list of ingridents are most invited. Nevertheless, there are a lot of changes, improvements and present day necessaties should be involved asap.
    Best of all, let Bharat be mose modern and inviting country.

    Reply

Leave a Comment