1 જાન્યુઆરી, 2021 થી કોઈ પણ નંબર પર ફોન કરતા પહેલા લગાવવો પડશે આ અંક, નહિ તો નહિ થાય વાત. 

દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઈલ ફોન પર કોલ કરવા માટે ગ્રાહકોને 1 જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય (0) લગાવવું અનિવાર્ય હશે. દુરસંચાર વિભાગ (telecom companies) એ તેની સાથે જોડી ટ્રાઈ (TRAI) ના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધા છે. ભારતીય દુરસંચાર વિનિયામક પ્રાધિકરણ (ટ્રાઈ) એ આ પ્રકારના કોલ માટે 29 મેં 2020 ના રોજ નંબર પહેલા શૂન્ય (0) લગાવવાની સિફારિશ કરી હતી. તેનાથી દુરસંચાર સેવાપ્રદાતા કંપનીઓએ અધિક નંબર બનાવવાની સુવિધા મળી.

દુરસંચાર વિભાગે 20 નવેમ્બરના રોજ જારી એક સર્ક્યુલરમાં કહ્યું કે, લેન્ડલાઇનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાના તરીકામાં બદલાવની ટ્રાઈની સિફારિશને માની લીધી હતી. તેનાથી મોબાઈલ અને લેન્ડલાઇન સેવાઓ અંતે પર્યાપ્ત માત્રામાં નંબર બનવવાની સુવિધા મળશે.

સર્ક્યુલર અનુસાર ઉપરોક્ત નિયમોને લાગુ કર્યા બાદ લેન્ડલાઇનથી મોબાઈલ નંબર પર કોલ કરવા માટે નંબર પહેલા શૂન્ય ડાયલ કરવાનો રહેશે. દુરસંચાર વિભાગે કહ્યું કે, દુરસંચાર કંપનીઓએ લેન્ડલાઇનના બધા જ ગ્રાહકોને શૂન્ય ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સુવિધા અત્યારે તમારા ક્ષેત્રથી બહારના કોલ કરવા માટે ઉપલબ્ધ છે.સર્ક્યુલરમાં કહેવમાં આવ્યું કે, ફિક્સ્ડ લાઈન સ્વિચમાં ઉપયુક્ત એલાન કરવામાં આવે જેમાં ફિક્સ્ડ લાઈન સબસ્ક્રાઈબરને બધી ફિક્સ્ડમાં મોબાઈલ કોલ માટે આગળ 0 ડાયલ કરવાની જરૂર વિશે જણાવવામાં આવશે.

દુરસંચાર કંપનીઓને આ નવી વ્યવસ્થાને અપનાવવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. ડાયલ કરવા માટેના તરીકામાં આ બદલાવથી દુરસંચાર કંપનીઓ મોબાઈલ સેવાઓ માટે 254.4 કરોડ અતિરિક્ત નંબર સૃજિત કરવાની સુવિધા મળશે. તે ભવિષ્યની જરૂરિયાતોને પુરા કરવામાં મદદ કરશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment