ફ્લિપકાર્ટ આપી રહ્યું છે વિદ્યાર્થીઓને પૈસા કમાવવાનો મોકો, રોજના મળશે આટલા પૈસા.

આજકાલ આપણે જોઈએ છીએ કે, કોરોના વાયરસના કારણે હાલ આખી દુનિયામાં લોકો ખુબ જ ત્રસ્ત છે. તેવામાં હવે દિવાળીનો તહેવાર પણ નજીક આવી ગયો છે. તો આજકાલ લોકો પોતાના જરૂરિયાતના સામાન માટે ઈ-કોમર્સ કંપની પરથી જ ખરીદી કરી લેતા હોય છે. પરંતુ આ સમયમાં વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર એવા છે કે, વિદ્યાર્થીઓને ઇન્ટરશીપ કરવા માટે ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ મોકો આપી રહી છે. માત્ર એટલું જ નહિ વિદ્યાર્થીને આ ઇન્ટરશીપ સાથે આર્થિક સહાય પણ મળશે.

અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે એક ઇન્ટરશીપ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સાથે કામ કરવાનો મોકો આપ્યો છે. આ ઇન્ટરશીપ પ્રોગ્રામ 45 દિવસનો હશે. કંપનીએ આ પ્રોગ્રામનું નામ લોન્ચપેડ આપવામાં આવ્યું છે. આ ઇન્ટરશીપ, પેડ ઇન્ટરશીપ હશે. એટલે કે ઇન્ટરશીપ દરમિયાન વિદ્યાર્થીઓને સેલેરી પણ આપવામાં આવશે. પ્રતિદિન વિદ્યાર્થીઓને 500 રૂપિયા સુધીની સેલેરી પણ પ્રાપ્ત થઈ શકે છે.

ફ્લિપકાર્ટે સપ્લાય ચેન ડીપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓના આવેદન માંગ્યા છે. ખરેખર, કંપનીએ આવી રહેલા તહેવારની સિઝનને જોતા Big Billion Days sale માટે આ ઇન્ટરશીપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ ઇન્ટરશીપ દ્વારા કંપની, છાત્રોને ફિલ્ડ સાથે સંબંધિત અનુભવ કરાવશે. જેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતીની જાણકારી મળી રહેશે.ફ્લિપકાર્ટે કહ્યું છે કે, કાર્યક્રમને વિભિન્ન આવશ્યક સપ્લાય ચેન ભૂમિકાઓમાં ભારતના ભવિષ્યના કર્મચારીઓને આકાર આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે લાંબા સમયમાં યોગ્ય, પ્રશિક્ષિતઅને કુશળ વ્યાવસાયિકોને તૈયાર કરવામાં મદદરૂપ થશે.

સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ અમિતેશ ઝાએ કહ્યું કે, આવનાર ફેસ્ટિવલ સિઝનમાં વિદ્યાર્થીઓને કાર્ય કરવાનો અનુભવ પ્રાપ્ત થઈ શકે છે, ત્યાર બાદ સપ્લાય ચેન સેક્ટરમાં તેની રૂચી વધશે. ફ્લિપકાર્ટે કહ્યું છે કે, આ દરમિયાન કોરોના વાયરસની ગાઈડલાઈન્સ GOI ને પૂરી રીતે સેનિટાઈઝર અને આરોગ્ય સેતુ એપને પોતાની સાથે રાખવી પડશે. પહેલા વર્ષે લગભગ 2000 વિદ્યાર્થીઓએ ફ્લિપકાર્ટને ઇન્ટરશીપ પ્રોગ્રામને જોઈન કર્યું હતું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment