તહેવારોની સિઝન પહેલા જ આ બેંક આપી રહી છે ધમાકેદાર ઓફર, ગ્રાહકો માટે મોટી ભેટથી કમ નથી. 

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, તહેવાર નજીક આવે એટલે ઈ-કોમર્સ કંપની સહીત ઘણી નાની નાની વસ્તુ બનાવતી મોટી કંપનીઓ આપણને ઓફર આપતી હોય છે. પરંતુ હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આવા સમયે એક બેંક દ્વારા ખુબ જ સારી ઓફર આપવામાં આવી રહી છે. એ બેંક દ્વારા જે ઓફર લોન્ચ કરવામાં આવી છે તેમાં ફાયદો જ ફાયદો છે માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો તેના ફાયદા વિશે.

પ્રાઇવેટ સેક્ટરની HDFC Bank દ્વારા તહેવારની સિઝનમાં ગ્રાહકો માટે ‘Festive Treats’ સ્કીમ લોન્ચ કરવાની આજે ઘોષણા કરી છે. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને લોનથી લઈને બેંક એકાઉન્ટ સુધી બધી જ રીતે બેન્કિંગ સેવાઓમાં વિશષ રીતે કેટલીક ઓફરો આપવામાં આવી રહી છે. ‘ફેસ્ટીવ ટ્રીટ 2.0’ માં ગ્રાહકો માટે ક્રેડીટ કાર્ડ્સ, બિઝનેસ લોન, પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન વગેરે જેવી ઘણી ઓફરો આપવામાં આવી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

એચ.ડી.એફ.સી.ના ફેસ્ટીવ ટ્રીટ 2.0 માં ગ્રાહકો માટે 1000 થી પણ વધારે ઓફરો આપવામાં આવી છે. આ પહેલાં ફેસ્ટીવ ટ્રીટના પહેલાં સંસ્કરણ ખુબ જ સારી રીતે સફળ રહ્યા હતા. આ સ્કીમમાં તમે ઘરે બેઠા-બેઠા જ ઓનલાઈન ડીલ્સ અને ઓફરોનો લાભ  ઉઠાવી શકશો. આ સ્કીમને લઈને બેંકને એવી આશા છે કે, આ ફેસ્ટીવ સિઝનમાં પણ મોબાઈલ,કન્ઝ્યુમર, ડ્યુરેબલ, ઇલેક્ટ્રોનિક, એપરલ્સ, જ્વેલરી, અને ડાયાનીગ-ઇન કૈટગરીમાં સારા પ્રદર્શનની આશા રહેલી છે. રીટેલ અને બિઝનેસ કસ્ટમર માટે પણ  બધા ફાઇનાન્સિયલ સોલ્યુશન પર ઓફર મળશે. લોન પર પ્રોસેસિંગ ફી અને ઈ.એમ.આઈ.માં છૂટની સાથે-સાથે કૈશબેક, ગીફ્ટ વાઉચર અને કેટલાક અન્ય લાભો પણ મળશે.ઓનલાઈન ખરીદી માટે મોટું કૈશબેક અને ડિસ્કાઉન્ટ : બેંક ઓનલાઈન ખરીદી પર ડિસ્કાઉન્ટ અને એક્સ્ટ્રા રિવોર્ડ પોઈન્ટ્સ આપવા માટે રીટેલ બ્રાન્ડ્સની સાથે હાથ મિલાવ્યો છે. એમેઝોન, ટાટાક્લિક,મીન્ત્રા,પેપરફ્રાઈ, સ્વીગી અને ગ્રોફર જેવી દિગ્ગજ ઓનલાઈન કંપનીઓ સાથે આ વખતે સ્પેશિયલ ડીલ્સ ઓફર કરશે.

બેંકની 53% શાખાઓ કસબાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ છે, તેનાથી દેશનાં દુર દુરના લોકોને પણ તેનો લાભ મળશે. બેંક દ્વારા સ્થાનીય સ્તર પર હાઇપરલોકલ સ્ટોર અને કરીયાણાની દુકાનો સાથે પણ કરાર કાર્ય છે. જે 2000 થી વધારે ઓફર આપી રહ્યા છે. બેંકના કંટ્રી હેડ (Payment Business, Merchant Acquiring Services and Marketing)પરાગ રાવે ડિજીટલી આ કેમ્પેઈનને લોન્ચ કર્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment