આ ગુજરાતી પટેલેને શોધે છે આખા અમેરિકાની પોલીસ ! એવું તો શું કર્યું કે, FBI રાખ્યું 73 લાખનું ઇનામ.

આમ તો આપણા ગુજરાતી આખી  દુનિયામાં ફેમસ છે. પરંતુ ઘણા ગુજરાતીઓ એમાં ખરા ન પણ ઉતરે. હાલ મૂળ ભારતીયના ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની શોધ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (FBI) કરી રહી છે. જેને શોધવાનું 1,00,000 ડોલર (રૂપિયા 73,96,245) નું ઈનામ પણ જાહેર કર્યું છે. FBI ના જણાવ્યા અનુસાર પટેલનો જન્મ ગુજરાતમાં આવેલ વિરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો.

ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને FBI એ વર્ષ 2017 માં જાહેર કરેલા 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાંથી એક છે. પરંતુ એ નામથી FBI દ્વારા ફરીથી આ નામ જાહેર કર્યું છે. તેમજ ઈનામની જાહેરાત ટ્વિટ દ્વારા કરીને ત્યાંના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

વોન્ટેડ ભદ્રેશકુમાર પટેલે વર્ષ 2015 ની પોતાની પત્ની પલકની હનોવરના મેરીલેન્ડ રાજ્યમાં ડંકિન ડોનેટસની એક કોફી શોપની અંદર ચપ્પુ મારીને હત્યા કરી હતી. અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. ભદ્રેશકુમાર પટેલ પર અમેરિકામાં હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2017 માં મોસ્ટ વોન્ટેડની યાદીમાં જાહેર કર્યો હતો પરંતુ તે FBI ની પકડમાં નથી આવ્યો. તેમજ પટેલ પર એક લાખ ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે. જેની જાહેરાત FBI એ ફરી વાર જાહેર કરી છે. જેનાથી જનતા આકર્ષિત થાય છે. FBI દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે, આ વ્યક્તિ કોઈ પણ જાણકારી હોય અથવા ભાળ મળે તો તેમણે એજન્સી અથવા નજીકના અમેરિકન એમ્બેસી સાથે સંપર્ક કરે.ભદ્રેશકુમાર પટેલ 24 વર્ષનો હતો અને ત્યારે તેની પત્ની, જે 21 વર્ષની હતી. તેને કથિતરૂપી દુકાન પાછળના ભાગમાં રસોઈ બનાવવાના ચપ્પુ દ્વારા ઘણા ઘા માર્યા હતા અને તે દરમિયાન એ સમયે ગ્રાહકો પણ હાજર હતા. પતિ-પત્ની બને સાથે જ એ દુકાનમાં કામ કરતા.

છેલ્લે ન્યુજર્સીની એક હોટેલમાંથી રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે તેણે ટેક્સી કરી હતી. એ સમયે એની અરૂંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચુકેલા ટિમ અલ્ટોમારે રેડિયોએ કહ્યું હતું કે, આ કેસની અંદર હિંસા પણ ભડકી હતી. આ ઘટના પોલીસ વિભાગ માટે મોટા ઝટકાની ઘટના છે.

FBI દ્વારા ભદ્રેશકુમારને ભયંકર ગુના કરનારાની યાદીમાં નાખ્યો છે. તે અમેરિકામાં છે કે નહિ, તેમજ એક મહિના પહેલા જ બંનેના વિઝાનો સમયગાળો પૂરો થઈ ગયો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, પલક પટેલ અહિયાં ભારત આવવા ઇચ્છતી હતી, પરંતુ તેનો પતિ વિરોધ કરતો હતો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment