દુનિયામાં દરેક 10 મો માણસ કોરોના પોઝીટીવ ! WHO એક્સપર્ટના નિવેદનથી વધી છે ચિંતા. 

WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ સોમવારે એક નિવેદન આપ્યું હતું, નિવેદન આપતા કહ્યું કે, દુનિયામાં દરેક 10 મો માણસ કોરોના વાયરસ (corona virus) થી સંક્રમિત થઈ શકે છે. WHO ના આ દાવા પર ભરોસો કરીએ તો આ સમયે આખી દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા પોઝિટીવ (corona positive) મળી કુલ દર્દીઓની સંખ્યા આશરે 20 ગણી વધારે હોય શકે છે.

આ સિવાય WHO એ કોરોનાથી ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે તેની પણ ચેતવણી આપી છે. WHO માં ઈમરજન્સી કાર્યક્રમોમાં ડૉ.માઈકલ રિયાને કહ્યું, ‘આ આંકડાઓ ગામડાઓમાં શહેરો સુધી બદલાઈ શકે છે. વિવિધ વય જુથો હોય શકે છે. પરંતુ તેનો સ્પષ્ટ મતલબ એ છે કે, દુનિયાની મોટાભાગની વસ્તી આ જોખમના દાયરામાં આવી ગઈ છે’

કોરોના સંક્રમણને લઈને આયોજિત 34 સદસ્યીય કાર્યકારી બોર્ડની બેઠકમાં તેમણે કહ્યું કે, ‘મહામારીના ફેલાવાનું હજુ પણ ચાલુ છે. જો કે સંક્રમણને દબાવવા અને જીવન બચાવવા માટેની રીતો પણ ઉપલબ્ધ છે. કેટલાક મૃત્યુને ટાળવામાં આવ્યા છે અને કેટલાક જીવન બચાવી શકાય છે.’ ડૉ. રિયાને જણાવ્યું કે, સાઉથ-ઇસ્ટ એશિયામાં કોરોના વાયરસથી પરિસ્થિતિ વધારે ખરાબ છે. યુરોપ અને પશ્ચિમી ભૂ-મધ્ય સાગરમાં ડેથ રેટ વધુ જોવા મળ્યો છે. જ્યારે આફ્રિકા અને પશ્ચિમી પ્રશાંતના દેશોની પરિસ્થિતિ ઘણી વધુ સકારાત્મક હતી.ડૉ. રિયાને કહ્યું કે, ‘અમારું તાજું અનુમાન કહે છે કે, વિશ્વના 10% લોકો કોરોના વાયરસની પકડમાં આવી ગયા છે. એટલે દુનિયામાં લગભગ 760 જનસંખ્યામાંથી 76 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. આ સંખ્યા WHO અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જણાવેલી સંખ્યથી ઘણી વધારે હોય શકે છે.

WHO અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રમાણે, દુનીયાનમાં અત્યાર સુધી 3.5 લોકોને કોરોના પોઝિટીવ છે. એક્સપર્ટ ઘણા સમય પહેલાથી કહી રહ્યા છે કે, કોરોનાના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા વાસ્તવિક સંખ્યા કરતા ઘણી ઓછી થઈ શકે છે. ડૉ. રિયાને કહ્યું કે, કોરોના વાયરસ હજુ પણ દુનિયામાં કેટલાક ભાગોમાં ઉભરાઈ રહ્યો છે.

અધિકારીક આંકડાઓ પ્રમાણે, દુનિયાભરમાં કોરોનાના 3 કરોડ 56 લાખ કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી 10 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. સૌથી વધુ કેસ અમેરિકા અને ભારતમાં સામે આવ્યા છે. અમેરિકા અને અને ભારતમાં ક્રમશ: 76 અને 66 લાખ લોકો આ મહામારીની પકડમાં આવી ગયા છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment