OTP વગર પણ સાફ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, ધ્યાન રાખો આ ખાસ બાબતો !

છેલ્લા કેટલાક મહિનાઓમાં બેંક ફ્રોડની ઓનલાઈન ઘટનામાં વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે, તમારે તમારી બેંક એકાઉન્ટને લઈને સાવધાન રહો. આરબીઆઈ પણ આ વિશે સામાન્ય લોકોને સતત સાવચેતી રાખવા અંગે જણાવે છે.

બેંક ફ્રોડના કેસમાં મોટાભાગે લોકો પાસે OTP લઈને તેમને ઠગવામાં આવે છે. જો કે, Paytm જેવા મોબાઇલ વોલેટ એપમાં પણ કેવાઇસી દ્વારા પણ એકાઉન્ટ સાફ કરી દેવામાં આવે છે. સામાન્ય રીતે આવી ફરીયાદ પર બેંક પણ ખાસ ધ્યાન આપતી નથી. લોકડાઉન બાદ બેંક ફ્રોડના કેસમાં વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે, તમે તમારા બેંક એકાઉન્ટને લઈને સાવચેતી રાખો. તો આવો જાણીએ કે આવી ઘટનાથી કેવી રીતે બચી શકાય છે.

તાજેતરમાં જ મુંબઈના એક વ્યક્તિને બેંકના નામે કોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ Paytm દ્વારા પૈસા ટ્રાન્સ્ફર કરવાની જાણકારી આપી છે. રસપ્રદ વાત એ છે કે, આ વ્યક્તિ પાસે ન તો પેટીએમ એકાઉન્ટ છે અને ન તો એ ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરે છે. જ્યારે તેણે ફોન ચેક કર્યો તો OTP કે બેલેન્સ સંબંધિત કોઈ મેસેજ આવ્યો ન હતો. પરંતુ આ વચ્ચે તેના એકાઉન્ટથી ઘણા પેટીએમ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. ઠગોને તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 42,368 રૂપિયા ખાલી કરી દીધા હતા. જ્યારે પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે આ વાતની જાણકારી મળી હતી.

ત્યાર બાદ પોલીસમાં ફરીયાદ કર્યા બાદ બેંક પાસેથી આ ફ્રોડ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. પોલીસે બેંક પાસેથી જાણકારી માંગી ગ્રાહકોને OTP કેમ ન ગયો ? ફ્રોડની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી અને કેવી રીતે બેંકિંગ ડિટેલ્સ લીક થઈ તે વિશે તપાસ ચાલી રહી હતી. હકીકતમાં આજકાલ નવી નવી પદ્ધતિ દ્વારા બેંકિંગ ફ્રોડ વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક પણ સામાન્ય લોકોને સાવધાન કરવા માટે સમયાતંરે જાણકારી આપે છે. આરબીઆઈ દ્વારા કેમ્પેઈનમાં ફ્રોડથી બચવા માટેની રીત પણ બતાવી હતી.

આરબીઆઈ અને બેંકિંગ સેક્ટરના જાણકારોનું કહેવું છે કે, તમે ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિગનો ઉપયોગ કરે છે તો ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ હાલતમાં કોઈ વ્યક્તિને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ડિટેલ્સ ન આપો. કોઈ પણ પબ્લિક વાઇ-ફાઇ અથવા ઇન્ટરનેટ નેટવર્કથી પોતાનું બેંકિંગ ટ્રાન્જેક્શન ન કરો. બેંકિગ ખાતામાં હંમેશા મોબાઈલ નંબરની સાથે અપડેટ કરો. બેંકિંગ ડિટેલ્સ જેવી ડેબિટ કાર્ડની સીવીવી, નંબર અથવા પિન મોબાઈલમાં ન રાખો.

આ ઉપરાંત કોઈ પણ મોબાઇલ પેમેન્ટ એપને વધારે અધિકાર ન આપો. શક્ય હોય તો ઇન્ટરનેટ પેમેન્ટ કે ઓનલાઇન બેંકિગ દ્વારા એક એવા બેંક એકાઉન્ટમાં રાખો, જેમાં વધારે પૈસા ન હોય. હંમેશા પોતાના મેઈન(મુખ્ય) બેંક એકાઉન્ટને હંમેશા લિંક કરવાથી બચો. તે સાથે તમે બેંકિંગ કસ્ટમર કેરની જાણકારી રાખો અને આવી ઘટના પર તરત જ કાર્ડ બ્લોક કરો.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment