કડકડતી ઠંડી માટે કરી લેજો તૈયારી, ગયા વર્ષ કરતા પણ વધુ ભયાનક પડશે ઠંડી. જાણો ક્યાં કેટલી હશે……

કડકડતી ઠંડી માટે કરી લેજો તૈયારી, ગયા વર્ષ કરતા પણ વધુ ભયાનક પડશે ઠંડી. જાણો ક્યાં કેટલી હશે……

મિત્રો જેમ કે તમે જાણો છો, આજે સમગ્ર ગુજરાત પર વરસાદની છાયા છવાયેલી છે. ઠેર ઠેર માવઠાની અસર જોવા મળી છે. જેને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આમ માવઠા થવાને કારણે ઠંડી પણ વધી શકે છે. તેથી લોકોને બે રાતથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તેથી વાતાવરણ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, હવે પછીના દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. ચાલો તો આ અંગે મૌસમ વિભાગ શું કહે છે. તેના વિશે જાણી લઈએ.

જેમ કે તમે જાણો છો તેમ ડિસેમ્બરના 10 દિવસ વીતી ગયા પછી હાલ ધીમે ધીમે ઠંડીનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે ગયા વર્ષે જેમ ભયાનક ઠંડી પડી હતી તેવો સમય પણ નજીક આવી ગયો છે. જ્યારે આ વર્ષે પણ નિષ્ણાંતો એ એવી જાણકારી આપી છે કે, લોકોએ ફરીથી એવી જ ભયાનક ઠંડી માટે તૈયાર થઈ જવું પડશે. ગયા વર્ષે 12 ડિસેમ્બરથી એકાએક તાપમાન ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. જ્યારે આ ઠંડી 31 ડિસેમ્બર સુધી ચાલી હતી.

આ સિવાય તમને જણાવી દઈએ કે, દિલ્હી મૌસમ વિભાગના વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર આ વર્ષે ગયા વર્ષ કરતા પણ વધુ ઠંડી પડવાની સંભાવના છે. આ વર્ષે બરફ વર્ષા સામાન્ય કરતા વધુ થઈ છે. જેની અસર હવે પડનારી ઠંડી પર જોવા મળશે. આ વખતે અન્ય વર્ષો કરતા એકથી બે ડીગ્રી સુધી તાપમાન ઓછું રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ગયા વર્ષે 12 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી વધુ ઠંડી રહી હતી. જ્યારે આ વર્ષે જાન્યુઆરી સુધી આવી જ સ્થિતિ રહેશે. જો કે એવું પણ થઈ શકે છે કે, આ વર્ષે ઠંડીનો સમય આગળ પાછળ પણ થઈ શકે છે. પર્વતો પર હાલ પશ્ચિમી વિક્ષોભ આવી ગયો છે. મેદાનમાંથી પસાર થતા જ તાપમાન નીચે જઈ શકે છે. આ વર્ષે સુકી ઠંડી અને વરસાદ પછીની ઠંડી જોવા મળશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને પંજાબના ઘણા ભાગોમાં 11 ડિસેમ્બર વીજળીના કડાકા સાથે બરફ પડવાની સંભાવના છે. આ સિવાય 12 ડિસેમ્બરે ઉત્તરાખંડ અને હરિયાણા, ચંડીગઢ, થતા દિલ્હી માં 11 અને 12 ડિસેમ્બરે વીજળીના કડાકા સાથે બરફ પડવાની સંભાવના છે. આ રાજ્યોમાં 11 ડિસેમ્બરે તાપમાન ખરાબ રહેવાની સંભાવના છે.

જ્યારે શિમલાના મૌસમ વિભાગના નિદેશક મનમોહન સિંહે જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશના ઉદયપુરમાં સાત સેન્ટીમીટર, કેલોન્ગમાં 6 સેન્ટીમીટર અને ગોન્દલામાં 5 સેન્ટીમીટર બરફ વર્ષા થઈ છે. તેમણે જણાવ્યું છે કે, લાહોલ અને સ્પીતીના પ્રશાસનિક કેન્દ્ર કેલોન્ગમાં બુધવારે તાપમાન શૂન્યથી 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું અને આ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!