મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ પંજાબમાં ખેડૂત અંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખુબ જ તીવ્ર રૂપે કિસાનો પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. કિસાન ભાઈઓ પોતાનું આ આંદોલન એટલા માટે ચલાવી રહ્યું છે કે, તેમને પોતાની ફસલ વેંચવાનો અને ભાવ વધુ આવે તેનો પૂરો અધિકાર હોવો જોઈએ. આ માટે તેઓ હાલ ઉપવાસ પણ કરી રહ્યા છે. આમ ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે મોદી સરકારે ખેડૂતોને ફાયદો થાય તેવી એક જાહેરાત કરી છે.

હાલ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા અંદોલન વચ્ચે મોદી સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. જાણવા મળતી માહિતી મુજબ મોદી સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ નિકાસ દ્વારા થતી આવકમાં, સબસીડીથી 5 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ અંગે કેન્દ્રીય કેબીનેટ મંત્રી પ્રકાશ જાડવેકર અને રવિશંકર પ્રસાદે પુરતી જાણકારી આપી છે.

1 ) શેરડીના ખેડૂતોને લાભ : કેબીનેટ મંત્રી દ્વારા જણાવ્યા અનુસાર, આ વર્ષે 60 લાખ ટન ખાંડની નિકાસ પર સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિકાસ દ્વારા થતી સબસીડી સીધે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે સબસીડી પાછળ 300 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય 18000 કરોડ રૂપિયાની આવક પણ ખેડૂતોને મળશે.2) આ ઉપરાંત કેબીનેટ મંત્રીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી દેશના 5 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. આ સિવાય 5 લાખ કામદારોને પણ તેનો લાભ મળશે. જ્યારે એક અઠવાડિયાની અંદર 5000 કરોડ રૂપિયા સુધીની સબસીડી ખેડૂતોને મળવા લાગશે. આ સિવાય તમને જણાવી દઈએ કે 60 લાખ ટન ખાંડને 6 હજાર રૂપિયાના ભાવે નિકાસ કરવામાં આવશે.

3) કેબીનેટ મંત્રી પ્રકાશ જાવડેકર કહ્યું કે, આ વર્ષે ખાંડનું ઉત્પાદન 310 લાખ ટન થશે. જ્યારે તેની સામે દેશને માત્ર 260 લાખ ટન ખાંડ જોઈએ છે. ખાંડના ભાવ પણ ઓછા હોવાથી ખેડૂતો અને ઉદ્યોગો સંકટમાં છે. આમ તેનો ઉકેલ લાવવા માટે 60 લાખ ટનની નિકાસ પર સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કૃષિ આંદોલન વચ્ચે મોદી સરકારે ખેડૂતોને ફાયદો થાય તેમ ખેડૂતો માટે આ નિર્ણય લીધો છે. આમ સરકાર કૃષિ કાયદા મામલે ખેડૂતોને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે.4) આ ઉપરાંત પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ પૂર્વોતર વીજળી વ્યવસ્થામાં સુધારો લાવવા માટે નવા બજેટને મંજુરી આપવામાં આવી છે. આ પહેલાં સરકારે તેના પર 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી. પણ હવે 6700 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમ કરવાથી ટ્રાન્સમિશન લાઈનને પ્રોત્સાહન મળશે. જ્યારે 24 કલાક વીજળી મળે તેવા લક્ષ્યને પણ સાધી શકાશે.

5) કેબીનેટ મંત્રી રવિશંકર પ્રસાદે પણ આ અંગે જણાવ્યું કે, સરકાર તરફથી સ્પેક્ટ્રમની હરાજી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ પહેલા સ્પેક્ટ્રમ 2016 માં હરાજી કરવામાં આવી હતી. તેમજ સરકારે ટેલીકોમ ક્ષેત્ર માટે રાષ્ટીય સમિતિ ઘડવાનો નિર્ણય પણ લેવાયો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..”

  1. No matter what, the India people are very proud to show their ignorance, slaveness and followness to the world. The recent farmers demo was provided by many food products to consume while sitting shouting showing poorness. Shame. So when Modi wants to change the law of incompetency and currupt third party, he is a bad guy. Have you ever seen the Europe or Uk farmers in any streeet demo??? They work out in civilised manner…!!!

    Reply

Leave a Comment