દુનિયાની સૌથી પહેલી સરકાર જ્યાં સંપૂર્ણપણે કાગળના ઉપયોગ પર પ્રતિબંધ. બની ગયો દુનિયાનો પહેલો પેપરલેસ દેશ… જાણો કેટલા ફાયદા થશે…

આજના યુગમાં પેપરનો ઉપયોગ એ દરેક જગ્યાઓએ જોવા મળે છે. જેના કારણે એમ કહીએ કે પ્રદુષણમાં ખુબ જ વધારો થયો છે. આથી આજના આ યુગમાં કાગળનો ઉપયોગ બને ત્યાં સુધી ન થાય એવો પ્રયાસ કરવાની પહેલ કરવાનું કહેવામાં આવે છે. તેમાં સૌથી પહેલી પહેલ દુબઈ દ્વારા કરવામાં આવી છે. જેમાં તેને સફળતા મળી છે. આમ દુબઈની સરકાર દુનિયાની સૌથી પહેલી પેપરલેસ સરકાર બની છે. જેણે દુનિયા માટે એક મિસાઈલ પણ કાયમ કરી છે.

સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમે ઘોષણા કરી કે દુબઈ 100% કાગળ રહિત બનવા વાળી દુનિયાની પહેલી સરકાર બની ગયી છે. તેનાથી 1.3 અરબ દીરહમ (35 કરોડ ડોલર) અને 1 કરોડ 40 લાખ શ્રમ કલાકોની બચત થઈ છે. દુબઈ સરકારમાં આંતરિક, બાહ્ય લેણદેણ અને પ્રક્રિયાઓ હવે 100% ડિજિટલ છે તથા એક વ્યાપક ડિજિટલ સરકારી સેવા મંચ તેનું પ્રબંધન કરે છે.

શેખ હમદાને શનિવારે આપેલા એક બયાનમાં કહ્યું હતું કે, આ લક્ષ્યને મેળવવું જીવનના બધા જ પહેલૂઓને ડિજિટલ બનાવવાની દુબઈની યાત્રામાં એક નવા ચરણની શરૂઆતનું પ્રતિક છે. આ યાત્રાનો આધાર નવાચાર, કલાત્મકતા અને ભવિષ્ય પર કેન્દ્રિત છે. સરકારની પેપરલેસ નીતિને પાંચ ચરણોમાં લાગુ કરવામાં આવી હતી. ખબર મુજબ છેલ્લૂ ચરણ પૂરું થવા આવ્યું ત્યારે પેપરલેસ નીતિ બધી જ 45 સરકારી સંસ્થાઓમાં લાગુ થઈ ચૂકી હતી. આમ પેપરલેસ સરકાર દુનિયા માટે એક નવી શરુઆત બની શકે છે.

દર વર્ષે બચી શકે છે 2700 કરોડ રૂપિયા : આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ પેપરલેસ સરકાર થવાથી દેશની કરોડોની બચત પણ થાય છે. દુબઈ સરકારને આ નીતિથી મોટો ફાયદો થઈ શકે છે. પેપરલેસ હોવાને કારણે માત્ર ધન જ નહીં પરંતુ માનવશ્રમની પણ બચત થઈ શકે છે. ડીએનએ મુજબ દુબઈ સરકાર દર વર્ષે લગભગ 2700 કરોડ રૂપિયા બચાવી શકે છે. આ શરૂઆતનો પાયો 2018 માં નાખવામાં આવ્યો હતો. જે પર્યાવરણના હિતમાં પણ સહકારનીય પગલું માનવામાં આવી રહ્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને તેને એક નવા યુગની શરૂઆત તરીકે જણાવ્યું છે. તેઓએ કહ્યું કે, આવનારા 5 દશકમાં સરકાર ડિજિટલ સેવાઓને આધુનિક અને સુવિધાજનક બનાવવાનું કામ કરશે.

પશ્ચિમી દેશો માટે પેપેયરલેસ બનવું મુશ્કેલ છે : કાગળનો ઉપયોગ સાવ બંધ થવાથી લોકો ડિજિટલ રીતે દુનિયાના સંપર્કમાં રહે છે. એટલે સુધી કે પૈસાનો વ્યવહાર પણ ડિજિટલ રીતે થાય છે. જેના કારણે પ્રદુષણ પણ ખુબ ઓછું થાય છે. જો કે આ પેપરલેસ સરકાર બનાવવી પશ્ચિમી દુનિયા માટે ખુબ જ અઘરું છે. કારણ કે ત્યાં કાગળનો ઉપયોગ કર્યા વિના વ્યવહાર કરવો ખુબ જ મુશ્કેલ છે.

દુબઈમાં હવે કાગળનો ઉપયોગ સાવ બંધ થઈ ગયો છે. એવા ઘણા પશ્ચિમી દેશો છે જે આ લક્ષ્યને મેળવવા માંગે છે, જેમ કે અમેરિકા, બ્રિટન, કેનેડા. આ દેશો પોતાની ટેક્નોલૉજી અને સેવાઓને આધુનિક બનાવવા માટે એકધારા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ સાઇબર સુરક્ષાના પ્રતિ વધતાં જોખમોના રહેતા તેઓ માટે આ માર્ગ સરળ નથી. પાછળના દિવસોમાં જોવામાં આવ્યું છે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશ પણ હેકિંગના શિકાર થઈ ચૂક્યા છે.

જો કે પશ્ચિમી દેશો માટે પેપરલેસ સરકાર બનાવવી એ માટે પણ મુશ્કેલ છે કારણ કે સાઈબર ક્રાઈમ ખુબ જ વધી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમજ તેનો ખોટો ઉપયોગ પણ વધી જાય છે. આથી પેપરલેસ સરકાર બનાવવી પશ્ચિમી દેશો માટે ખુબ જ કઠીન છે. જેમાં દુબઈ સરકાર સફળ બની ગઈ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment