Amazon પૈસા કમાવવા આપી રહ્યું છે શાનદાર મોકો, જાણો મહિને કેટલા કમાઈ શકો છો તમે !

મિત્રો તમે amazon નું નામ તો સાંભળ્યું હશે જ. જેમાં લાખો વસ્તુઓનું સેલિંગ થાય છે. લોકો લાખો વસ્તુની ખરીદી પણ કરી રહ્યા છે. એમેઝોનમાં દરેક વસ્તુઓમાં અવનવી વેરાયટીઓ જોવા મળે છે અને ઘણી વાર તો વસ્તુઓની ખરીદી પર ઘણો ફાયદો પણ થાય છે. ઘણી વાર તેમાં વસ્તુ સારી અને સસ્તી પણ મળી રહે છે. આજે ઘણા લોકો આવી ઈ-કોમેર્સ સાઈટ પર ખરીદી કરી રહ્યા છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને જણાવશું કે તમે એમેઝોનમાં કામ કરીને સારી એવી કમાણી પણ કરી શકો છો.

મિત્રો તમે દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની સાથે જોડાઈને સારી એવી કમાણી કરી શકો છો. તમે આ કંપની સાથે જોડાઈને પોતાની આવકમાં વધારો અને સમયની બચત પણ કરી શકો છો. એમેઝોનમાં માણસ ઓછા સમયે વધુ કમાણી કરી શકે છે. આમ બેરોજગાર માટે આ ખુબ જ સારો ઓપ્શન છે. amazon માં તમે ફૂલટાઈમની સાથે પાર્ટટાઈમ પણ જોબ કરી શકો છો. amazon સાથે studant પણ કમાઈ શકે છે અને પોતાનો ભણવાનો ખર્ચ પોતે જ ઉઠાવી શકે છે. આમ ડિલીવરી પાર્ટનર્સ સાઈનઅપ કરીને પોતાનું શિડ્યુલ નક્કી કરી અને પેકેજીસ ડિલીવરી કરી શકે છે.

amazon આમ જોઈએ તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી ડિલીવરી આપે છે. amazon માં લાખો ડિલીવરી બોય, લાખો પેકેજ ડિલીવર કરે છે. આ માટે એક ડિલીવરી બોયને એક દિવસમાં સૌથી વધુ અઢી સો પેકેજ ડિલીવર કરવાના હોય છે. આમ amazon સેન્ટરથી લગભગ 10 થી 15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલીવરી કરવામાં આવે છે. આમ amazon ડિલીવરી બોયનું કહેવું છે કે, તે એક દિવસના 4 કલાકમાં 100 થી 150 પેકેજ ડિલીવર કરે છે.આ સિવાય જો તમે amazon માં વર્ક કરવા માંગો છો, તમારી પાસે સ્કુલ કે કોલેજમાં પાસ હોવાનું પરિણામ હોવું જરૂરી છે. ડિલીવરી બોય માટે તમારી પાસે પોતાની બાઈક હોવી જોઈએ. આ સાથે બાઈક કે સ્કુટરનું ઇન્શ્યોરન્સ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ હોવું જોઈએ.

amazon માં નોકરી કરવા માટે તમારે આ રીતે એપ્લાઇ કરવાની રહેશે. amazon માં નોકરી કરવા માટે તમારે પોતાના ઈમેલ આઈડીથી રજિસ્ટર કરવાનું રહેશે. જો તમે ડિલીવરી બોયની નોકરી કરવા માંગો છો તો તમારે amazon ની સાઈટ https://logistics.amazon.in/applynow પર ડાયરેક્ટ અપ્લાઈ કરી શકો છો. આ સિવાય amazon ના કોઈ પણ સેન્ટર પર જઈને નોકરી માટે આવેદન કરી શકાય છે.

આમ જોઈએ તો amazon ના ડિલીવરી બોયને દર મહીને સેલેરી મળે છે, પણ પેટ્રોલનો ખર્ચ તમારો પોતાનો જ હોય છે. એક પ્રોડક્ટ કે પેકેજ ડિલીવરી કરવા પર 15 થી 20 રૂપિયા મળે છે. આમ જો કોઈ માણસ દરરોજ ના 100 પેકેજ ડિલીવરી કરે છે, તો આખા મહીને તેને 60000 થી 70000 રૂપિયા આરામથી કમાઈ શકે છે.

9 thoughts on “Amazon પૈસા કમાવવા આપી રહ્યું છે શાનદાર મોકો, જાણો મહિને કેટલા કમાઈ શકો છો તમે !”

Leave a Comment