ડોકટરોનો દાવો – કોરોનાથી બચેલા લોકોમાં ફેલાઈ રહ્યો છે ખતરનાક ‘ફંગલ’ સંક્રમણ, આંખની રોશની છીનવી લે છે…. 

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આજે સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. પણ હજી સુધી તેમાં સંપૂર્ણ સફળતા નથી મળી. ઘણા દેશોમાં કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ છે. જેમાં હાલ તો હેલ્થ વર્કરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પણ હજી એમ કહી શકાય કે, કોરોના પર વિજય મળ્યો નથી. તો બીજી બાજુ એક નવી જ બીમારી આકાર લઈ રહી છે. જેમાં કોરોનાને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ બીમારી આંખ સાથે જોડાયેલી છે. ચાલો તો આ અંગે વિસ્તારથી જાણી લઈએ.

દેશની રાજધાની દિલ્હીની પ્રતિષ્ઠિત હોસ્પિટલ સર ગંગારામના ડોકટરોનો દાવો છે કે, કોવિડ-19 માંથી ઉગરેલા ઘણા લોકોમાં ખુબ જ દુર્લભ અને જાનલેવા ફંગલ સંક્રમણ જોવા મળી રહ્યો છે. જેમાં લગભગ અડધાથી વધુ લોકોની આંખની રોશની ખત્મ થઈ ગઈ છે. હોસ્પિટલના અધિકારીઓએ સોમવારે એવો દાવો કર્યો છે કે, હોસ્પિટલના આંખ-નાક-ગળાના ચિકિત્સકની સામે 15 દિવસમાં આવા 13 કિસ્સાઓ સામે આવ્યા છે.

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, આ ચિંતા જનક સમસ્યા દુર્લભ છે, પણ નવી નથી. તેમણે જણાવ્યું કે, કોવિડ-19 થી થતું ફંગલ સંક્રમણ નવી વાત છે. હોસ્પિટલના એક બયાનમાં જાણવા મળ્યું કે છેલ્લા 15 દિવસની અંદર ઈએનટી ચિકિત્સકોની સામે કોવિડ-19 ને ચાલતા ફંગલ સંક્રમણના 13 કેસ સામે આવ્યા છે. જેમાં 50% રોગીઓની આંખની રોશની ચાલી ગઈ છે.આ સિવાય તમને જણાવી દઈએ કે, કોરોના હાલ ખુબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં કોવિડ-19 ના 1984 નવા કેસ આવ્યા છે. જો કે સંક્રમણ ઘટીને 2.74% પર છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના કહ્યા મુજબ રવિવારે આ મહામારીથી 33 લોકોના મૃત્યુ થતાની સાથે મૃતકોની સંખ્યા 10૦14 થઈ ગઈ છે.

જ્યારે દિલ્હીમાં 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બરની અંદર સંક્રમણના દરમાં ગિરાવટ જોવા મળી છે. આ દરમિયાન આ દર ક્રમશ: 4.23%. 9 ડિસેમ્બરે 3.42% અને 10 ડિસેમ્બરે 2.46% હતું. ત્યાર પછી 11 ડિસેમ્બરે 3.33% અને 12 ડિસેમ્બરે 2.64% રહ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગના નવા બુલેટિન અનુસાર એક દિવસ પહેલા કોવિડ-19 ના 72,335 નમુનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા હતા. જેમાં આરટી-પીસીઆર રૂપે 35,611 નમુનાની તપાસ કરવામાં આવી હતી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment