સાયબર ક્રિમિનલ આવી રીતે ઇન્સ્ટાગ્રામ યુઝર્સની સાથે કરે છે છેતરપિંડી, જાણો સંપૂર્ણ માહિતી નહિ તો પડશે મોંઘું. 

ઈન્ટરનેટની જાળ જેમ જેમ ફેલાઈ રહી છે તેમ તેમ સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે. ઘણા લોકો સાયબર ક્રાઈમનો શિકાર થઈ જાય છે. આ કારણે તેને ઘણું નુકશાન પણ થાય છે. હવે ઇન્સ્ટાગ્રામ પર લોકોને સાયબર ક્રાઈમનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સામાન્ય લોકોથી લઈને ઈમ્ફ્લુંએન્સર(એટલે કે સેલિબ્રિટીઓ) સહિતના લોકો તેનો શિકાર થાય છે.

ફોટો શેરીંગ એપ ઇન્સ્ટાગ્રામ(Instagram) પર મોટાભાગે ઈમ્ફ્લુંએન્સને ટાર્ગેટ કરવામાં  આવી રહ્યા છે. સાયબર ક્રિમિનલ્સ પોતાને બ્રાંડ મેનેજર જણાવીને ઇન્સ્ટાગ્રામ ઈમ્ફ્લુંએન્સરને મેસેજ કરે છે. તેઓ ઈમ્ફ્લુંએન્સરને પોતાની બ્રાંડને પ્રમોશન માટે એટલે કે જાહેરાત માટે કહે છે.

જો તે જાહેરાત કરવા માટે તૈયાર થઈ જાય છે, તો તેઓ ગેર-કાનૂની રીતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની બધી જ માહિતી લઈ લે છે. તેમાં તેની પર્સનલ ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, એડ્રેસ, ફોન નંબર વગેરે શામિલ હોય છે. જેના દ્વારા તે ફ્રોડ કરી શકે.Sophos Naked Security ના એક રિપોર્ટ અનુસાર સ્કેમ કરનાર ઈમ્ફ્લુંએન્સરની પોપ્યુલારિટીનો ખોટો ફાયદો ઉઠાવે છે. રિપોર્ટ અનુસાર સ્કેમર પોતાને કોઈ મોટી બ્રાંડનો મેનેજર જણાવે છે અને તે ઇન્સ્ટાગ્રામ ઈમ્ફ્લુંએન્સરને તેની પ્રોડક્ટની ડીલ માટે કહે છે.

જો ઇન્સ્ટાગ્રામ ઈમ્ફ્લુંએન્સર આ ડીલને સાચી માનીને તૈયાર થઈ જાય છે અને પર્સનલ બેંક ડિટેલ્સ મોકલી આપે છે. તેનાથી જાહેરાતની ડીલ બાદ પૈસા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે.  આ રીતે યુઝર્સ સ્કેમરને બધી જ માહિતી આપી દે છે.

આ સિવાય સામાન્ય યુઝર્સની સાથે ફિશિંગ સ્કેમ પણ કરવામાં આવે છે. આ સ્કેમમાં સાયબર ક્રિમિનલ યુઝરને એક સંદિગ્ધ અથવા શંકાસ્પદ લિંક સેન્ડ કરે છે. આ લિંક ઈમેલ અથવા સીધી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા સેન્ડ કરે છે. તેમાં ઇન્સ્ટાગ્રામની જેમ જ ફેક હોમ પેજ બનેલું હોય છે.યુઝરને તેમાં પોતાનું ઇન્સ્ટાગ્રામનું આઈડી અને પાસવર્ડ નાખવાનું હોય છે. તેનાથી યુઝરના લોગઇનની બધી જ માહિતી સ્કેમર સુધી પહોંચી જાય છે. બાદમાં સ્કેમર આ આઈડીનો પાસવર્ડને બદલીને ફોલોવર્સને પૈસાની જરૂરિયાત બતાવી છે પૈસાની માંગ કરે છે.

સાયબર ક્રાઈમથી બચવા માટે ક્યારેય પણ કોઈ પણ આ પ્રકારની લિંક પર તમારો આઈડી પાસવર્ડ એડ ન કરો. કોઈ તમારો દોસ્ત તમારી પાસે પૈસાની ડિમાન્ડ કરે છે તો તેને કોલ કરીને એક વાર કન્ફર્મ કરી લો. કન્ફોર્મ થઈ જાય ત્યાર બાદ જ તેને પૈસા મોકલવાના છે. સાયબર ક્રાઈમથી બચવા માટે યુઝરની સતર્કતા ખુબ જ જરૂરી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment