7 માસની ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા 1176 કિમી સુધી ચલાવી સ્કુટી, જાણો એક પતિની આપવીતી.

મિત્રો હોંસલો બુલંદ હોય તો કોઈ પણ મુશ્કેલી કે સમસ્યા નાની લાગે છે. તો મિત્રો એવા જ બુલંદ હોંસલાની કહાની ઝારખંડમાં જોવા મળી છે. જ્યાં એક વ્યક્તિ, જેનું નામ છે ધનંજય માંઝી તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. કેમ કે ધનંજય માંઝી ગોડ્ડાથી 1176 કિલોમીટરનો સફર કરીને ગ્વાલિયર સુધી પહોંચ્યા હતા. પરંતુ તે એકલા નહોતા પહોચ્યા, તેઓ તેની પત્નીને સાથે લઈને પહોંચ્યા હતા. તેની પત્ની હેમ્બ્રમ ડિલેડ સેકંડ યર્સની પરીક્ષા આપી રહી છે. પરંતુ તેઓ ચર્ચાનો વિષય શા માટે બન્યા એ જાણીને તમે પણ હેરાન રહી જશો. તો ચાલો જાણીએ કે કેવી રીતે પતિ પત્નીએ 1176 કિલોમીટરનો સફર તય કર્યો. તો જાણો આ મજેદાર કિસ્સાને.

જાણકારી અનુસાર, ધનંજય પોતાની પત્નીને, જે 7 મહિનાની ગર્ભવતી હતી તેને પરીક્ષા અપાવવા માટે સ્કુટી લઈને ગ્વાલિયર પહોંચ્યા હતા. તેનું કહેવું છે કે, ટ્રેન હજુ શરૂ નથી થઈ અને તેની પાસે કોઈ સાધન પણ નથી. તેની આર્થિક સ્થિતિ પણ એટલી મજબુત નથી કે તેઓ ગાડી કરીને ગ્વાલિયર સુધી પહોંચી શકે. માટે તેમણે બાઈક પર જ આ સફર તય કરી નાખ્યો.

તેમણે સ્કુટીથી જ ગોડ્ડાથી 1176 કિલોમીટરનો સફર કરીને ગ્વાલિયર જવાનો નિર્ણય કર્યો હતો. ધનંજયનું કહેવું છે કે, તેની પત્ની નહોતી ઇચ્છતી કે તેની પરીક્ષા છૂટી જાય. તે ડિલેડ કરીને શિક્ષક બનવા ઇચ્છે છે. ધનંજય ગુજરાતની એક કંપનીમાં કુકનું કામ કરે છે. પરંતુ લોકડાઉન થયું હોવાથી તેની નોકરી રહી ન હતી અને ત્રણ મહિનાથી ધનંજય પણ ઘર પર જ હતો. તેનું કહેવું છે કે, જે પૈસા બચેલા છે તે પણ ખર્ચ થઈ ગયા છે.લોકડાઉનમાં નોકરી ચાલી ગઈ હોવાના કારણે ધનંજય પાસે પેટ્રોલ નખાવવા માટે પણ પૈસા ન હતા. તેવા સમયે ધનંજયની પત્ની સોની પોતાના ઘરેણા 10 હજાર રૂપિયામાં ગિરવી રાખી દીધા. તેના બદલામાં તેણે દર મહિને 300 રૂપિયા વ્યાજ દેવું પડશે. પતિ પત્ની અનુસાર, ગ્વાલિયર પહોંચવામાં કુલ 3500 રૂપિયા ખર્ચ થઈ ચુક્યા છે. ત્યાં રહેવા માટે 1500 નો ભાડે રૂમ રાખ્યો છે.

ધનંજય અને તેની પત્નીને રસ્તામાં ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે હાર ન માની. ધનંજય ખુદ 10 ધોરણ પાસ નથી, પરંતુ શિક્ષણની કિંમતને સમજે છે એટલે પોતાની પત્નીના સપનાને સાચું કરવા માટે સ્કુટીથી જ ગ્વાલિયર જવાનો ફેસલો કર્યો હતો. ધનંજયને ગ્વાલિયર પહોંચવા માટે બિહાર, યુપી અને એમપીના ઘણા વિભિન્ન વિસ્તાર અને મેદાનો થતા પહાડીઓમાંથી પસાર થવું પડ્યું હતું.ધનંજયનું કહેવું છે કે, ગ્વાલિયર જવા માટે અમુક પ્રાઈવેટ બસોની સાથે વાતચીત કરી, તો તેમણે ગોડ્ડાથી ગ્વાલિયર જવા માટે 15 હજાર રૂપિયા એક વ્યક્તિનું ભાડું કહ્યું હતું. પરંતુ ધનંજય પાસે તેને આપવા માટે 30 હજાર રૂપિયા ભાડું ન હતું. ત્યાર બાદ ટ્રેનની ટીકીટ પણ બુક કરાવી પરંતુ ટ્રેન કેન્સલ થઈ ગઈ. ત્યાર બાદ ધનંજય પોતાની પત્નીને 28 ઓગસ્ટના રોજ ગોડ્ડાથી સ્કુટી પર નીકળી ગયો અને વચ્ચે વચ્ચે આરામ કરતા કરતા તેઓ 30 ઓગસ્ટના રોજ ગ્વાલિયર પહોંચ્યા હતા. કહેવાય છે ને કે હોંસલો હોય તો ગમે ત્યાં પહોંચી જવાય. જે આ દંપત્તિએ સાબિત કરી બતાવ્યું.

Leave a Comment