બ્રિટનના આ સમાચારથી દુનિયા ફરી ચિંતિત ! કોરોના પહેલા કરતા ઝડપે ફેલાય રહ્યો છે આ રીતે….

મિત્રો આજે આખી દુનિયાની જો કોઈ પરેશાની હોય તો એ છે કોરોના વાયરસ. આ વાયરસ સામે લડવા હજી સુધી માણસની બોડી તૈયાર થઈ નથી. જ્યારે વાયરસને ખત્મ કરવા માટે ઘણા દેશોએ વેક્સીનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ વેક્સીનના ટ્રાયલમાં બ્રિટન દેશ પણ સામેલ છે. પણ હાલમાં જ એવા ન્યુઝ આવી રહ્યા છે કે, કોરોના વાયરસથી તેનું રૂપ બદલાઈ ગયું છે, અને તે ખુબ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. એમ કહી શકાય કે હજી તો કોરોના પર સંપૂર્ણ જીત નથી મળી ત્યાં તેનું આ વધુ ઘાતક રૂપ સામે આવ્યું છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

આજે આખી દુનિયાની નજર કોરોનાની વેક્સીન પર સ્થિર થઈ ગઈ છે. તો બીજી બાજુ બ્રિટનમાં કોરોનાના નવા રૂપ જોવા મળી રહ્યા છે. જ્યારે કોરોના વાયરસનું આ પ્રકાર પહેલા કરતા વધુ ખતરનાક જણાવવામાં આવી રહ્યું છે.

દુનિયામાં જ્યાં એક બાજુ કોરોના સંક્રમણથી બચવા માટે લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે, તો બીજી બાજુ બ્રિટનથી એક ખુબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. જે લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યા છે. બ્રિટનના વૈજ્ઞાનિકો એ કોરોનાના એક નવા રૂપની ઓળખાણ કરી છે. જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે. નવા પ્રકારનો આ કોરોના વાયરસ બ્રિટનના દક્ષીણ-પૂર્વ એરિયામાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.જ્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેકોકના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના બિલકુલ નવા પ્રકારની ઓળખાણ કરવામાં આવી છે. આ પહેલા કરતા વધુ ખતરનાક છે. જે તેજીથી ફેલાઈ રહ્યો છે. મેટ હેકોકએ હાઉસ ઓફ કોમન્સએ જણાવ્યું કે, નવા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

આ ઉપરાંત મેટ હેકોકે કહ્યું કે, કોરોનાનો આ નવો પ્રકાર પહેલા કરતા ખુબ તેજીથી ફેલાઈ રહ્યો છે. જો કે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, તેમને હજી સુધી એ નથી ખબર કે, જે કોરોના વેક્સીન તૈયાર કરવામાં આવી છે તે આ વાયરસ પર અસર કરશે કે નહિ.

આ સિવાય બ્રિટનના મુખ્ય ચિકિત્સક અધિકારીએ એમ પણ જણાવ્યું કે, દેશની સામે વધુ એક ખતરો આવી ગયો છે. કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. બ્રિટને આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જાણકારી આપી દીધી છે. બ્રિટનના વૈજ્ઞાનિકો હવે એ વાતની તપાસ કરી રહ્યા છે કે હાલમાં કોરોના દર્દીઓ માં જે વધારો થયો છે તે આ નવા પ્રકારના વાયરસને કારણે તો નથી થયો ને.બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કોરોના વધતા જતા કેસોને જોતા લંડન સહીત બીજી ઘણી જગ્યાએ ચૌથા ચરણમાં ખુબ જ કડક પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે. બોરિસ જોનસને સાફ કહ્યું છે કે, કોરોના મહામારીને જોતા આ વર્ષે ક્રિસમસનો તહેવાર પહેલા કરતા કંઈક અલગ જ હશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment