કોરોનાની લડાઈમાં ભારત વધ્યું જીત તરફ ! દિવસે દિવસે થઈ રહ્યા છે આ બદલાવ.

મિત્રો આપણે જોઈએ છીએ કે માર્ચ મહિનાથી કોરોના વાયરસે દરેક લોકોના જીવન પર મુશ્કેલીના પહાડ મૂકી દીધા છે. કેમ કે માર્ચ મહિનાથી લગભગ રોજ કોરોના કેસોની સંખ્યામાં વધારો જ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે જે સમાચાર આવ્યા છે એ સાંભળીને કોઈ પણ વ્યક્તિ રાહતનો શ્વાસ લેશે. કેમ કે કોરોનાના હરાવવામાં આપણો દેશ ધીમે ધીમે સફળ થતો જાય છે. તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવશું. માટે આ લેખ અંત સુધી વાંચો.

ભારતમાં એક દિવસમાં કોવિડ-19 ના 70,496 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 69 લાખ કરતા વધુ થઈ છે. તેમજ દેશમાં લગભગ એક મહિના બાદ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 9 લાખ કરતા ઓછી થઈ ગઈ છે, જે કુલ કેસોમાંથી 12.94% જેટલી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ આંકડા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 69,06,151 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલકમાં 964 અને લોકોના મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 1,06,490 થઈ ગઈ છે.

આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 59,06,069 થઈ ગઈ છે. તેનાથી સંક્રમણ મુક્ત થવા વાળા લોકોનો દર વધીને 85.52% પર પહોંચી ગયો છે. હાલ આપણા દેશમાં 8,93,592 લોકો કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે. કોવિડ-19 થી મૃત્યુ દર 1.54% રહેશે.ભારતમાં કોવિડ-19 ના કેસો સાત ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ, 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ અને 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ પાર થઈ ગયા હતા. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અનુસાર દેશમાં 8 ઓક્ટોબર સુધી કોવિડ-19 ના 8,46,34,680 નમુનાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 11,68,705 નમુનાની તપાસ ગુરુવારના રોજ કરી હતી.

કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ગુરુવારના રોજ 13 હજાર 397 કેસો સામે આવ્યા હતા. 15 હજાર 575 દર્દી સ્વસ્થ થયા અને 358 ના મૃત્યુ થયા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 14 લાખ 93 હજાર 884 કેસ આવી ચુક્યા છે. તેમાંથી 12 લાખ 12 હજાર 16 દર્દી સ્વસ્થ થઈ ગયા છે. 2 લાખ 41 હજાર 986 દર્દીઓનો ઈલાજ હજુ ચાલી રહ્યો છે. જો કે 39 હજાર 430 દર્દીના મૃત્યુ થઈ ચુક્યા છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment