દુકાનદાર છુટ્ટા પૈસાના બદલામાં જો ચોકલેટ પકડાવી દે તો કરો ફરિયાદ, દેખાઈ જશે ધોળા દિવસે તારા.

દેશમાં તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. લગભગ 8 થી 9 મહિના બાદ પહેલી વાર બજારોમાં રોનક જોવા મળી છે. દુકાનો પર ભીડ થવા લાગી છે અને લોકો ખુબ જ ખરીદી કરી રહ્યા છે. તેવામાં લોકોને ઘણી પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેવી જ એક સમસ્યા છે છુટ્ટા અથવા ખુલ્લા પૈસાની. ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે, જ્યારે તમે સામાન ખરીદવા જાવ છો તો દુકાનદાર તમને છુટ્ટા પૈસાના બદલામાં ચોકલેટ અથવા ટોફી પકડાવી દેતો હોય છે. લોકોને હવે આ સમસ્યાથી નિજાત મળવા જઈ રહી છે. હવે દેશમાં નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયા બાદ હવે છુટ્ટા પૈસાના બદલામાં ટોફી આપવાની ફરિયાદ કન્ઝ્યુમર ફોર્મમાં પણ પર કરી શકો છો.

છુટ્ટા પૈસાના બદલામાં ટોફી નહિ આપી શકે દુકાનદાર : જો તમે બસ અથવા ટ્રેનમાં સફર કરી રહ્યા હો, તો તેવામાં એવી જ સમસ્યાથી તમારે બે-ચાર થવું પડે છે. ખાસ તો બજારમાં દુકાનદાર 2 રૂપિયા 5 રૂપિયાના બદલે ગ્રાહકને ટોફી અથવા ચોકલેટ પકડાવી દેતા હોય છે. જો ગ્રાહક પૈસા માંગે તો દુકાનદાર સ્પષ્ટ કહી દેતા હોય છે કે, છુટ્ટા પૈસા નથી. અમુક સામાન ખરીદી લો અથવા આવતી વખતે આવો તો ત્યારે મેનેજ કરી લેશું અને આવતી વખત ક્યારેય આવતો જ નથી. આવે પણ છે અને દુકાનદાર પૈસા આપવાનું ભૂલી પણ જાય છે.

આ જગ્યા પર કરો ફરિયાદ : આ પ્રકારની ફરિયાદો માટે પણ સરકારે કદમ ઉઠાવ્યું છે. ગ્રાહકો તેની ફરિયાદ હવે ભારત સરકારની વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને https://consumerhelpline.gov.in/ ટોલ ફ્રી નંબર 1800-11-4000 અથવા 14404 નંબર પર પણ કરી શકો છો. તેની સાથે જ તમે મોબાઈલ નંબર 8130009809 પર SMS દ્વારા પણ દુકાનદારની ફરિયાદ દર્જ કરી શકો છો. ભૂલ મળી આવે તો દુકાનદાર પર કર્યવાહી પણ થઈ શકે છે.આ કાનુનની લઈ શકો છો મદદ : નોંધપાત્ર છે કે અમુક વર્ષ પહેલા હરિયાણા રોડવેઝની બસોમાં છુટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપવાના મામલા ખુબ જ પકડાયા હતા. હરિયાણા સરકારે રોડવેઝની બસોને આ પ્રકારની ફરિયાદ બાદ કાર્યવાહી પણ કરી હતી. ત્યાર બાદ ઘણા રાજ્યોની સરકારોએ પોતાના પરિચાલકોને ચેતવણી આપી હતી. યાત્રિકોને પણ કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ પરિચાલક છુટ્ટા પૈસાની જગ્યાએ ચોકલેટ આપે તો તરત જ કરો ફરિયાદ.

લોકોને ઘણી વાર આ પ્રકારની સમસ્યા, બસ, ઓટો અથવા ટ્રેનોમાં જોવા મળતી હોય છે. યાત્રિકોના જો રૂપિયા વધતા હોય તો સામે વાળા આવતી વખત આપવાની વાત કહીને આગળ નીકળી જતા હોય છે. ટ્રેનોમાં પેસેન્જરને છુટ્ટા પૈસાને લઈને વેન્ડર અથવા ફંટ્રી સ્ટાફ સાથે લપજપ કરવી પડતી હોય છે. ખુલ્લા પૈસાના નામ પર વેન્ડર પેસેન્જર પાસેથી વધુ પૈસા વસુલતા હોય છે. જો કે તેને લઈને રેલ્વેના નિયમ સખ્ત કરી દેવામાં આવ્યા છે. તેના માટે રેલ્વે એ ચા, પાણી અથવા કોઈ ખાદ્ય સામગ્રીના રેટ તર્કસંગત કરી દીધા છે તેનાથી યાત્રિકોને મુશ્કેલી ન થાય.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment