ગુજરાતના આ શહેરોમાં નહિ ઉજવાય ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીઓ ! નિયમો તોડશો તો તમને…..

મિત્રો ગુજરાતમાં આ વર્ષે ક્રિસમસ અને અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કરવામાં નહિ આવે. કેમ કે ગુજરાતના મુખ્ય શહેરોમાં રાત્રીના સમયે કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. જેના કારણે સરકારે ખાસ નિર્ણય લીધા છે. જેને ધ્યાનમાં લઈને ક્રિસમસ અને અંગ્રેજી નવા વર્ષની ઉજવણી નહિ થાય. જાણો તેના વિશે વિશેષ માહિતી.

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. તો હવે 25 ડિસેમ્બરે ક્રિસમસ આવશે, જ્યારે વર્ષનો છેલ્લો દિવસ 31 ડીસેમ્બર પણ લોકો ઉજવે છે અને બીજા દિવસે અંગ્રેજી નવું વર્ષ પણ ઉજવે છે. આ સમય દરમિયાન ઘણી જગ્યાઓ પર પાર્ટીઓનું  આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન લોકો ખુબ જ મોજ મસ્તી સાથે આ તહેવાર પણ ઉજવે છે. પરંતુ હાલ કોરોનાને ચાલતા રાજ્યમાં ઘણા શહેરોમાં રાત્રી કર્ફ્યુંનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી આ વર્ષે ક્રિસમસ અને ન્યુ યરમાં પાર્ટી નહિ કરી શકાય છે. તો શા માટે નહિ ઉજવી શકાય એ જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અમદાવાદમાં હાલ રાત્રી કર્ફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પણ આ કર્ફ્યુંનો અમલ કરવામાં આવશે. જેને કારણે લોકો ક્રિસમસ કે ન્યુ યરની ઉજવણી નહિ શકે. પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુનો ખુબ જ કડકાઈથી પાલન કરવવામાં આવી રહ્યું છે. જ્યારે જે લોકો તેનું ઉલંઘન કરશે તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે લોકો કોરોના સંક્રમણથી બચી શકે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદમાં જ્યારથી રાત્રી કર્ફ્યું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારથી આ નિયમને તોડવા પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 31 ડિસેમ્બરે પણ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે અન્ય કાર્યક્રમ માટે બહાર જાય છે. પરંતુ આ વર્ષે કર્ફ્યુંને કારણે લોકો ક્રિસમસ કે 31 ડિસેમ્બરે ઉજવી નહિ શકે. ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઈટ કર્ફ્યું લાગેલો છે.

જ્યારે કોરોનાની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થતો જાય છે. છેલ્લા સાત દિવસોમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ 25 દિવસો પછી પ્રદેશમાં સોમવારે 1200 થી ઓછા એટલે કે 1165 કોરોના દર્દી આવ્યા છે. આ પહેલા 17 નવેમ્બર 1125 કોરોનાના કેસ આવ્યા હતા. હાલ સંક્રમિતોની કુલ સંખ્યા 2,27,683 છે. આમ કેસ ઓછા અને રિકવરી વધુ હોવાથી રિકવરી રેટ પણ 92.૩૩% સુધી પહોંચી ગયો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment