ચીને માની લીધી પોતાની હાર, સ્વીકાર્યું ભારતનું પ્રભુત્વ – રંગ લાવી મોદીની રણનીતિ. જાણો એવું શું તો કર્યું મોદીએ….

મિત્રો તમે ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે તો જાણો જ છો. સરહદ પર અવારનવાર ચીન ઘુસણખોરી કરતુ રહે છે. જેનો જવાબ અકસર આપણા જવાનો ચીનને આપે છે. છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે ધીમું યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હાલ ચીનની અક્કલ ઠેકાણે આવી છે અને જાણવા મળતી માહિતી અનુસાર હાલ ચીન ભારતનું પ્રભુત્વ સ્વીકારી લઈને પોતની વાત કહી રહ્યું છે. ચાલો તો આ અંગે વિસ્તારથી જાણી લઈએ.

મિત્રો ભારત સાથે થયેલ બિનજરૂરી વિવાદ પછી હાલ ચીન એકલું પડી ગયું છે. અમેરિકા સહીત વિશ્વના ઘણા દેશોએ ચીન સામે અંતર બનાવી લીધું છે. તેથી જ સામ્યવાદી સરકાર ધરાવતું ચીન હવે ભારત સામે ઉભું રહેવા માટે વિચારી રહ્યું છે. જ્યારે ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં જાણવા મળ્યુ છે કે, ચીને પોતાની હાર માનતા હિન્દ મહાસાગર પર ભારતનું પ્રભુત્વ સ્વીકારી લીધું છે. આ લેખમાં જણાવ્યું છે કે, હિન્દ મહાસાગરમાં ભારતને અદ્વિતીય ભૌગોલિક લાભ પ્રાપ્ત થાય છે. આમ સરહદ વિવાદ વચ્ચે ચીને ભારતનું પ્રભુત્વ સ્વીકાર્ય ટીમ દર્શાવે છે કે, બેઇજીંગની વિરુદ્ધ મોદી સરકારની રણનીતિ રંગ લાવી છે.

આ ઉપરાંત જાણવા મળતી વિગત અનુસાર ચીનના ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલ આ લેખમાં એમ કહેવામાં આવ્યું છે કે, ‘વૈશ્ચિક મહત્વાકાંક્ષા માટેના બહુપક્ષીય મીકેનીઝમ્સ પ્રત્યે ભારતનું બદલાતું વલણ’ આ નામથી એક લેખ છપાયો હતો. જ્યારે આ લેખ 17 ડિસેમ્બરે પ્રકાશિત થયો હતો. ઇન્સ્ટીટ્યુટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર હુ શીશેંગ દ્વારા લખાયેલ આ જણાવાયું છે કે, ભારતે હિન્દ મહાસાગરમાં બહુપક્ષીય સહકાર મીકેનીઝમ્સના આયોજનની પહેલ કરી છે. ભારતને આ ક્ષેત્રમાં અનોખા ફાયદાઓ છે.સમાન વિચારધારા : આ સિવાય તમને જણાવી દઈએ કે, ઇન્ડિયન ઓશન રીમ એસોસિયેશનના અંતર્ગત ભારત એક સરખી વિચારસરણી ધરાવતા દેશોની સાથે લાવી રહ્યા છે. જેથી કરીને ચીનની વિસ્તારવાદી ટેવને જવાબ આપી શકાય. જ્યારે આ કોરોના મહામારીના સમયે ભારતે છેલ્લા કેટલાય સમયથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ખોરાક અને દવાઓ સપ્લાઈ કરી છે. આ સમય દરમિયાન ભારતે માલદીવ, મોરેશિયસ, મડાગાસ્કર, કોમોરોસ અને સેશેલ્સને મદદ કરી છે. આમ ભારત ઈચ્છે છે કે, ચીન સામેની સ્પર્ધામાં બધા દેશો એક થઈ જાય અને તે મુજબ તે આગળ વધી રહ્યું છે.

ઘણા મોરચા પર ઘેરાવાની તૈયારી : ભારતે સમુદ્રના રસ્તે ચીન સામે સ્પર્ધા કરવા મતે એક વ્યૂહરચના કરી છે. ગયા વર્ષે મોદી સરકારે ઇન્ડો-પેસેફિક ઓશન ઇનીશીએટીવનો પ્રસ્તાવ મુક્યો હતો. જે અનુસાર ઓસ્ટ્રેલીયા, જાપાન, અને અસીયાનાના ગ્રુપના દેશોઓએ દરિયાઈ સુરક્ષાથી લઈને પરિવહન સુધીના મુદ્દાઓ પર ભારત સાથે કામ કરવાની ઈચ્છા જણાવી હતી. આ સિવાય બીજા અન્ય મુદ્દાઓ પર બેઇજીંગ પાઠ ભણાવવાનું કામ થઈ રહ્યું છે.11 દેશોને મદદ કરી : આ સિવાય તમને જણાવી દઈએ કે, ગુરુગ્રામ સ્થિત ભારતનું Information Fusion Centre હિન્દ મહાસાગરમાં જહાજોની અવરજવર પર નજર રાખે છે. જ્યારે આ કેન્દ્ર પ્રદેશની રીઅલ-ટાઈમ માહિતી માટે નોડલ સેન્ટર બની ગયું છે. અમેરિકા અને ફ્રાંસે પહેલેથી જ પોતાના સંપર્ક અધિકારીઓ અહીં મોકલી દીધા છે અને બીજા અન્ય દેશો પણ જોડાઈ રહ્યા છે. પોતાના સંરક્ષણ તાલીમ કાર્યક્રમોની અંદર ભારતે 11 દેશોને મોબાઈલ ટ્રેનીંગ આપી છે. જેમાં વિયેતનામ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર પણ સામેલ છે.

IORA શું છે ? : ઇન્ડિયન ઓશન રીમ એસોશિયેશન એ કેટલાક દેશોની એક બહુપક્ષીય સંસ્થા છે. જેની સ્થાપના 1997 માં થઈ હતી. તેના સભ્યો દેશોમાં 22 દેશ સામેલ છે અને તેની અંદર 10 દેશો સંવાદ ભાગીદારી તરીકે સામેલ છે. ભારત પણ IORA ના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. જ્યારે IORA એક સુરક્ષિત, વિશ્વનીય અને સ્થિર ક્ષેત્રની સ્થાપના માટે સંવાદ આધારિત દ્રષ્ટિકોણને પ્રોત્સાહિત કરવા માટે પ્રાથમિક મંચોમાંથી એક છે. જે બધાને સમૃદ્ધિ પ્રદાન કરે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment