દિલ્લીથી ગુજરાત આવી રહેલી ગાડીને પોલીસે રોડ પર પકડી, એટલા રૂપિયા મળ્યા કે મશીન મંગાવ્યું છતાં ગણતરી કરવામાં સવારથી સાંજ પડી ગઈ…

ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે કારમાં થતી પૈસાની હેરફેર પોલીસ દ્વારા પકડી લેવામાં આવતી હોય છે. તો એક એવી જ એક કારને પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે. પરંતુ આ કારમાં કેટલા રૂપિયા હતા એ જાણશો તો તમારા હોંશ ઉડી જશે. પોલીસ સવારે પૈસાની ગણતરી કરવા બેથી તો સાંજે ગણતરી પૂરી થઈ. તો ચાલો જાણીએ કે પૈસાની ભરેલી આ ગાડી ક્યાં જઈ રહી હતી અને કેટલા રૂપિયા હતા એ ગાડીમાં. રકમ જાણીને તમારા હોંશ ઉડી જશે.

રાજસ્થાનના ડુંગરપુરમાં પોલીસે ગુજરાત જઈ રહેલી એક કારમાંથી ઘણા કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. જીલ્લાના બિછીવાડા થાણા પોલીસે શનિવારના રોજ નેશનલ હાઈવે સડક માર્ગ 8 પર મોટી કાર્યવાહી કરતા 4.5 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. હવાલાની કાળી કમાણી સાથે બે આરોપીઓને પણ ગિરફતાર કરવામાં આવ્યા છે.એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કરોડો રૂપિયા દિલ્લીથી ગુજરાત લઈ જવામાં આવી રહ્યા હતા. હાલ તો પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. સાથે જ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ હવાલાના રૂપિયા છે.

DSP મનોજ સવારિયાંએ જણાવ્યું હતું કે ફિલહાલ પૈસા જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આરોપીઓને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. શરૂઆતની જાણકારી અનુસાર, આ હવાલા સાથે જોડાયેલા મામલો છે એવું લાગી રહ્યું છે. જો કે પોલીસ હજુ મોકા પર કાર્યવાહી કરવામાં લાગેલી છે. આરોપીઓને ગિરફતાર કરીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે.બેંકો પાસેથી મંગાવવા પડ્યા મશીન : પોલીસ સ્ટેશનમાં આટલા બધા રૂપિયાની નોટો ગણવા માટે મશીન ન હતું. એટલા માટે મશીન પણ બેંકોમાંથી મંગાવવા પડ્યા. જપ્ત કરવામાં  આવેલ રૂપિયાની નોટોની ગણતરી કરવામાં સવારથી સાંજ પડી ગઈ. તેમજ આરોપીઓને હજુ આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે કારમાંથી પૈસા જપ્ત કરવામાં આવ્યા તેનો નંબર DL8CAX3573 છે. પૈસાની સાથે આ કારને પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે.

નોંધપાત્ર છે કે બિછીવાડા પોલીસ સ્ટેશન ગુજરાતની હિંમત બોર્ડર સડક પર આવેલ છે. નેશનલ હાઈવે સડક માર્ગ ત્યાંથી જ પસાર થાય છે. હંમેશા ત્યાં ચોરી અને બેનંબર કાળાબજારનું માલ પણ ત્યાંથી જ નીકળે છે અને બિછીવાડા પોલીસ સ્ટેશન કાર્યવાહીને અંજામ આપે છે.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment