શો રૂમની બદલે અહીંથી ખરીદો નવી કાર, એકથી દોઢ લાખ રૂપિયા પડશે સસ્તી.

મિત્રો જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે માટે તમારે ખુબ પૈસા ચુકવવા પડે છે તો તમે તે માટે એક સરળ ઉપાય કરી શકો છો. અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાંથી તમે લગભગ એકથી દોઢ લાખની બચત કરીને નવી કાર ખરીદી શકો છો. કોઈ પણ કારમાં થશે તમને એકથી દોઢ લાખ રૂપિયા બચી જશે. ચાલો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

નવી કાર લેવા માટે તમે કેટલી સેવિંગ કરી શકો છો. તો તમે કહેશો કે શોરૂમનો માલિક જેટલું ડિસ્કાઉન્ટ આપે એટલી બચત કરી શકીએ છીએ. પણ શું તમે જાણો છો કે, નવી કાર ખરીદવામાં તમે એકથી દોઢ લાખ રૂપિયાની બચત કરી શકો છો. પણ તમારે આ કાર શોરૂમ માંથી નહિ પણ અહીંથી ખરીદવાની છે. પણ જો તમે એક વિચારતા હો કે, નવી કાર તો શોરૂમમાં જ મળે છે.

અમે તમને ઘણી એવી જગ્યા દેખાડીશું કે જ્યાં લગભગ નવી કારનું જ સેલિંગ થાય છે. પણ શોરૂમ કરતા ઓછી કિંમતે. તો તમે ક્યાંથી લઈ શકો છો આ કાર, નવી કાર પર એકથી દોઢ લાખની બચત થઈ શકે તો આવી કાર ક્યાંથી મળી શકે છે. ચાલો તો તેના વિશે જાણી લઈએ.

અનરજીસ્ટરડ કાર : અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે અનરજીસ્ટરડ કાર કહેવામાં આવે છે. હકીકતે આ કાર એ હોય છે જે શો રૂમમાં ટેસ્ટ ડ્રાઈવ માટે રાખવામાં આવે છે. પણ શોરૂમથી તેનું સેલિંગ નથી થતું. કારણ કે ટેકનિકલ રીતે તેનો ઉપયોગ થઈ ચુક્યો હોય છે. આથી આ કારને કાર ડીલર્સને સેલ કરી દેવામાં આવે છે. હવે તમારા મનમાં સવાલ થઈ શકે છે. કે જ્યારે કાર ચાલી ગઈ છે તો નવી કંઈ રીતે હોય. તે એ રીતે કે જે કાર ટેસ્ટ રાઈડ માટે રાખવામાં આવેલ હોય તે માત્ર બે થી ત્રણ હજાર અને ઘણી વખત તો 500 કિલોમીટર જ ચાલી હોય છે. આ સાથે જ આ કારનો ઉપયોગ વગર આરટીઓમાં રજિસ્ટ્રાર કરવામાં આવે છે. આથી આ કાર અનરજીસ્ટરડ કાર કહેવાય છે.

લેનાર ફર્સ્ટ ઓનર જ બને છે : કારણ કે આ કાર અનરજીસ્ટરડ હોય છે તેથી જ્યારે ડીલર્સ આ કારને વેચે છે તો લેનાર જ ફર્સ્ટ ઓનર બને છે. આ કાર ખુબ ઓછી ચાલેલી હોય છે અને તેના ખરાબ થવાની કે સેકંડ હેન્ડ કારની તુલના બિલકુલ ન થઈ શકે. જેનું મુખ્ય કારણ છે આ કાર તે બધી સુવિધા સાથે મળે છે, જે કાર કંપની શોરૂમ થી સેલ થવા પર આપે છે. મસલન ઇન્શ્યોરન્સ, કાર પર મળતી વોરંટી, સર્વિસમાં ડિસ્કાઉન્ટ, બધુ જ એમ જ રહે છે. જેમ કે શોરૂમ થી નીકળેલી કારમાં મળે છે. બસ એક પોઈન્ટ છે કે આ કાર ટેસ્ટ રાઈડ વાળી હોય છે. આથી તેને કંપની કે શોરૂમ સેલ નથી કરતી.

તમે કેવી રીતે લઈ શકો છો આ કાર : આ રીતની કાર માટે તમે પોતાના શહેરના મોટા ડીલર સાથે વાત કરો. તો તમને તે મેળવી આપે છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં ઘણા ડીલર્સ સેકંડ હેન્ડ કાર સાથે અનરજીસ્ટરડ કારની પણ સેલિંગ કરે છે. સૌથી સારી વાત એ છે કે, તમે ખરીદી તો નવી કાર જ રહ્યા છો પણ કિંમત ઓછી કરાવી શકો છો. દિલ્હીના એક ડીલરે મહિન્દ્રા કેયુવીના ટોપ મોડલ જેની શોરૂમ કિંમત આઠ લાખ રૂપિયાની આસપાસ છે જે માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં સેલિંગ કરી હતી. આ કાર માત્ર બે હજાર કિલોમીટર ચાલેલી હતી. આવી રીતે એક અન્ય ડીલર્સે નવી આઈ 10 પર જે બિલકુલ ચાલી જ ન હતી. તેને લગભગ એક લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં આપી દીધી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

5 thoughts on “શો રૂમની બદલે અહીંથી ખરીદો નવી કાર, એકથી દોઢ લાખ રૂપિયા પડશે સસ્તી.”

Leave a Comment