આ જગ્યા પર કરો ખરીદી અને બીલ ચૂકવો એક મહિના બાદ ! જાણો ક્યાં મળે છે વસ્તુ…

અત્યારે દેશભરમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહ્યો છે. આ સિઝનમાં કોરોનાના કારણે મોટાભાગના લોકોને પૈસાની અછત થઈ રહી છે. તેવામાં વ્યક્તિ તહેવારની ઉજવણી કરવા તથા ઘરના સભ્યોને ખુશ કરવા માટે પોતાના મિત્રો કે પરિવારજનો પાસે પૈસા ઉધાર લે છે. પરંતુ આ ઉપરાંત પણ અનેક સુવિધા માર્કેટમાં હાજર છે.

આ દિવસોમાં દેશમાં ઘણી કંપનીઓ બાય નાઉ પે લેટર (Buy Now Pay Later) ની સુવિધા આપી રહી છે. તેવી કડીમાં ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) પણ બાય નાઉ પે લેટરની સુવિધા આપી રહી છે. કંપનીના આ સર્વિસનું નામ ‘એમેઝોન પે લેટર’ (Amazon Pay Later) રાખ્યું છે. તેના દ્વારા યૂઝર્સનું કંપની ક્રેડિટ લિમિટ આપી છે. યૂઝર્સ ક્રેડિટ લિમિટની અંદર ખર્ચ કરી શકે છે અને પૈસા આવતા મહિને ભરી શકો છો.

ક્યાં યૂઝ કરી શકો છો Amazon Pay Later : એમેઝોન પે લેટર સર્વિસનો ઉપયોગ Amazon.in અથવા એમેઝોન એપ પર કરવામાં આવે છે. એમેઝોનની આ પહેલનો ઉપયોગ તમે રોજબરોજની જરૂરિયાતનો સામાન ખરીદવાની સાથે ઘરેલું ઉપકરણો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, વિજળી બિલ, મોબાઇલ, ડીટીએચ રિચાર્જ જેવા યૂટિલિટી બિલોનું પેમેન્ટ કરી શકો છો. જો કે આ સર્વિસનો ઉપયોગ તમે ગિફ્ટ કાર્ડ ખરીદવા કે એમેઝોન પે બેલેન્સમાં મની લો઼ કરવા માટે કરી શકતા નથી.EMI નું પણ મળશે ઓપ્શન : જો તમે એમેઝોન પ્લેટફોર્મ પર 3000 રૂપિયાથી વધારે શોપિંગ કે બિલ પેમેન્ટ કરે છે તો એમેઝોન પે લેટરના કસ્ટમર તે ઇએમઆઇમાં કન્વર્ટ કરાવી શકાય છે. ઇએમઆઇ વધારે 12 મહિના માટે થઈ શકે છે. એમેઝોન પે લેટર પોતાના કસ્ટમરને ઓટો-રિપેમેન્ટનું ઓપ્શન આપે છે. જો કે આ પૈસા એક વખતમાં જ ચૂકવવા પર એકસ્ટ્રા ચાર્જ લાગતો નથી.

Amazon Pay Later કેવી રીતે કરવુ એક્ટિવેટ : પોતાના સ્માર્ટફોનમાં Amazon એપ ઓપન કરીને Amazon Pay સેક્શનમાં જાઓ, ઉપરમાં દેખાઈ રહેલા Amazon Pay Later પર ક્લિક કરો, ત્યાર બાદ Sign up in 60 seconds પર ક્લિક કરો, હવે PAN નંબર લખો, ત્યાર બાદ આધાર નંબર લખો અને આવેલો OTP લખો, તરત જ તમને એમેઝોન પે લેટરની ક્રેડિટ લિમિટ આપવામાં આવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment