BSNL ગ્રાહકો માટે લાવ્યું બમ્પર ઓફર. મેળવો મફતના 4G સીમ કાર્ડ સાથે આ સુવિધાઓ…

સરકારી ટેલિકોમ કંપનીએ ફરીથી ફ્રીમાં સીમ કાર્ડ આપવાની ઓફર શરૂ કરી છે. કંપનીએ આ ઓફર અનુસાર બધા જ નવા ગ્રાહકોને 20 રૂપિયા વાળું સીમ કાર્ડ મફતમાં આપી રહી છે. ટેલિકોમટોક દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર તમને જણાવી દઈએ કે, આ પહેલા ટેલિકોમ કંપની આ ઓફર માત્ર અમુક ટેલિકોમ સર્કલ્સ માટે જ પેશ કરતી હતી.

પરંતુ આ વખતે આ ઓફર કેરળ સર્કલમાં રહેતા યુઝર્સ પણ ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, બીએસએનએલ(BSNL) 4G સીમ કાર્ડની કિંમત સામાન્ય રીતે 20 રૂપિયા હોય છે, પરંતુ અમુક શરતો સાથે BSNL તેને ફ્રી માં આપી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ટેલિકોમ કંપનીની આ ઓફર 31 જાન્યુઆરી, 2021 સુધી રહેશે.

કંપનીએ પોતાની ઓફિશિયલ રિલીઝમાં જણાવ્યું છે કે, કેરળના યુઝર્સ 31 જાન્યુઆરી 2021 સુધી ફ્રીમાં નવું સીમ કાર્ડ મેળવી શકો છો. મળતી જાણકારી અનુસાર આ ઓફર એ યુઝર્સ માટે ઉપલબ્ધ છે જે લોકો BSNL પર પોતાનો નંબર પોર્ટ કરાવવા માંગતા હોય.આ પ્રમોશનલ ઓફર એવા યુઝર્સ માટે ઉપલબ્ધ છે જે 100 રૂપિયા અથવા તેનાથી વધુ પહેલા રિચાર્જ કુપનની સાથે સબ્સક્રાઈબ કરશે. એટલે કે જે ગ્રાહક 100 રૂપિયા વાળું FRC ની સાથે રિચાર્જ કરે છે તો તેને કોઈ પણ એડિશનલ ચાર્જ વગર જ નવું સીમ કાર્ડ મેળવી શકો છો. આ ઓફર પહેલા 8 જાન્યુઆરી, 2021 સુધીમાં એક્સપાયર્ડ થઈ ગઈ હતી. પરંતુ હવે સીમિત સમય માટે આ ઓફર કેરળના યુઝર્સ માટે છે, જે ફ્રી માં જ સીમ કાર્ડ ખરીદી શકશે.

ક્યાં ક્યાં ફાયદા થશે : BSNL નું 4G સીમ કાર્ડ ખરીદવા માટે હવે ગ્રાહકોને ઘણા પ્રકારના ફાયદા આપવામાં આવી રહ્યા છે. કંપનીએ યુઝર્સ માટે વોઈસ કોલિંગ લિમીટ દરરોજ 250 મિનીટ હટાવી દીધી અને અનલિમિટેડ કરી દેવામાં આવશે. એટલે કે હવે કોઈ પણ લિમીટ નથી. આ સિવાય કંપની દરેક પ્રીપેડ પ્લાનની સાથે 100 SMS પણ દરરોજ ઓફર કરી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment