Bitcoin(બીટકોઈન) એ તોડ્યો રેકોર્ડ – 20 લાખની નજીક પહોંચી ગયો ભાવ, જાણો તમે કંઈ રીતે ખરીદી શકો…

મિત્રો તમે ઓનલાઈન કરન્સી અંગે તો જાણતા જ હશો. ઓનલાઈન કરન્સી એ દરેક રાખતું હોય છે. જેના દ્વારા તે દેશનું અર્થતંત્ર વિશે જાણવા મળે છે. હાલ આ ઓનલાઈન કરન્સી વિશે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, તેનો ભાવ જે રીતે વધ્યો છે તે રીતે જોતા તેણે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો તો આ અંગે વધુ વિગતે ચર્ચા કરીએ.

જાણવા મળતી માહિતી મુજબ બીટકોઈન એ ફરી એક વખત રેકોર્ડ તોડ્યો છે. જ્યારે શનિવારે ડિજિટલ કરન્સી એ 26,900 ડોલરના નવા ઓલટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે. અને ક્રીપ્ટો કરન્સીમાં આ રીતે, આટલી ઝડપથી એક બીટકોઈનનો ભાવ 19.૦૦ લાખ રૂપિયા થઈ ગયા છે. આ સિવાય તમને જણાવી દઈએ કે હાલ દુનિયામાં ક્રીપ્ટો કરન્સી બીટકોઈનનો ક્રેઝ ખુબ ઝડપથી વધી રહ્યો છે. ઝડપથી મળતા નફા માટે મોટા નિવેશકો આ રસ્તો અપનાવી રહ્યા છે. જેને કારણે તેના ભાવમાં ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે નવેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં બીટકોઈનનો ભાવ 18 હજાર ડોલરથી વધુ હતો.

એક વર્ષમાં બીટકોઈનમાં કેટલો ઉછાળો રહ્યો : એક વર્ષમાં બીટકોઈનમાં 271% જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ દુનિયાના સૌથી મોટા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ Binance પરનો કારોબાર દરમિયાન 26,900 ના હાઈ પર પહોંચી ગયો છે. આમ છેલ્લા 24 કલાકમાં તેમાં 8% થી વધુ ભાવ વધારો જોવા મળ્યો છે. આ સિવાય એક અનુમાન અનુસાર એવું જાણવા મળ્યું છે કે ઇન્ડીયામાં આ સમયે લગભગ 50 થી 60 લાખ બીટકોઈન યુજર્સ છે અને આવનાર દિવસોમાં હજી તેમાં વધારો થવાની શક્યતા રહેલી છે.આ વિશે માર્કેટ એક્સપર્ટનું એમ માનવું છે કે, 2030 સુધીમાં બીટકોઈનની કિંમત 1 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. coinDCX ના સીઈઓ સુમિત ગુપ્તાના કહ્યા અનુસાર માંગમાં તેજી રહેવાથી 2021 માં બીટકોઈનની કિંમતમાં હજી વધુ તેજી જોવા મળશે.

શું છે ક્રીપ્ટો કરન્સી ? : આ વિશે તમને જણાવી દઈએ કે, ક્રીપ્ટો કરન્સી એ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. જે બ્લોકચેન ટેકનિક પર આધારિત હોય છે. આ કરેન્સીમાં કૂટ લેખન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનિક દ્વારા કરન્સીના ટ્રાન્જેક્શનનો હિસાબ હોય છે. જેને કારણે તેને હેક કરવો ખુબ મુશ્કેલ છે. આ જ કારણે ક્રીપ્ટો કરન્સીમાં ધોક્કાદારીના કેસ ઓછા થાય છે. ક્રીપ્ટો કરન્સીનું સંચાલન કેન્દ્રીય બેંક દ્વારા સ્વતંત્ર રૂપે થાય છે. જે તેની સૌથી મોટી ખામી છે.કેવી રીતે થાય છે બીટકોઈન માં ટ્રેડીંગ ? : બીટકોઈન ટ્રેડીંગ ડિજિટલ વોલેટના આધારે થાય છે. બીટકોઈનની કિંમત દુનિયાભરમાં એક સમયે એક સમાન જ હોય છે. આથી જ તેની ટ્રેડીંગ જાહેર છે. આમ દુનિયાની ગતિવિધિ અનુસાર બીટકોઈનની કિંમતમાં વધારો તેમજ ઘટાડો થતો રહે છે. તેને કોઈ દેશ નિર્ધારિત નથી કરતું. પરંતુ ડિજિટલ કંટ્રોલ થતી કરન્સી છે. બીટકોઈન ટ્રેડીંગનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. તેની કિંમતમાં વધારો-ઘટાડો પણ ખુબ ઝડપથી થાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “Bitcoin(બીટકોઈન) એ તોડ્યો રેકોર્ડ – 20 લાખની નજીક પહોંચી ગયો ભાવ, જાણો તમે કંઈ રીતે ખરીદી શકો…”

Leave a Comment