હજુ કોરોના અથવાત ત્યાં આવી ગયો બર્ડ ફ્લુ ! જુઓ તેના લક્ષણો અને કેવી રીતે બચવું જોઈએ….

મિત્રો હજી તો આપણે કોરોના સામે જીત નથી મેળવી શક્યા અને હવે બીજી એક બીમારી આકાર લઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બીમારી બર્ડને લગતી છે. જે પશુઓ અને માણસો બંનેમાં ફેલાઈ શકે છે. જેના ઘણા કેસ રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરેમાં જોવા મળી રહ્યા છે. જો તમે પણ આ બીમારી વિશે વધુ જાણવા માંગતા હો તો આ લેખ અંત સુધી જરૂર વાંચો.

જેમ કે વાત કરી તેમ કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી ત્યાં વધુ એક બીમારીએ લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આમ ભારતની અંદર બર્ડ ફ્લુના કેસ વધતા જાય છે. બર્ડ ફ્લુ એવિયન ઇન્ફ્લુંએન્જા વાયરસના કારણે થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં આ વાયરસને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે. આ વાયરસ માણસો અને પશુઓ બન્ને માટે ખતરનાક છે.

બર્ડ ફ્લુ એ વાયરલ ઇન્ફેકશનની જેમ છે. જે પક્ષીઓ તેમજ પશુઓ અને માણસો બધા માટે ખુબ ખતરનાક છે. બર્ડ ફ્લુથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવનાર જાનવર અને માણસને સહેલાઈથી સંક્રમિત કરે છે. આ વાયરસથી મૃત્યુ પણ થઈ શકે છે.બર્ડ ફ્લુના લક્ષણ : જ્યારે તમને બર્ડ ફ્લુ થાય છે ત્યારે તમને કફ, ડાયેરિયા, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ગળામાં ખારાશ થવી, નાકમાં પાણી આવવા, બેચેની લગાવી વગેરે સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે કે, તમે બર્ડ ફ્લુના સંક્રમણમાં આવી ગયા છો તો કોઈ બીજાના સંપર્કમાં આવ્યા પહેલા ડોક્ટરને જરૂર બતાવો.

શા માટે થાય બર્ડ ફ્લુ : મિત્રો આ બર્ડ ફ્લુના ઘણા પ્રકાર છે. પણ H5N1 પહેલો એવો એવિયન ઇન્ફ્લુંએન્જા વાયરસ છે કે, માણસોને સંક્રમિત કરે છે. તેનો પહેલો કેસ 1997 માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે બર્ડ ફ્લુના પ્રકોપને પોલ્ટ્રી ફાર્મ સાથે સંક્રમિત મુર્ગીઓ સાથે જોડવામાં આવ્યા હતા.H5N1 પ્રાકૃતિક રૂપે પક્ષીઓમાં થાય છે. પણ તે પાલતું મુર્ગીઓમાં સહેલાઈથી ફેલાઈ છે. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોઢામાં આવતી લાળ, અથવા આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. સંક્રમિત મુર્ગીઓને 165F પર બનાવવામાં આવતા માંસ અથવા ઈંડાના સેવનથી બર્ડ ફ્લુ નથી ફેલાતો. પણ સંક્રમિત મુર્ગીના ઈંડાને કાચું અથવા ઉકાળીને ન ખાવી જોઈએ.

ક્યાં લોકોને હોય છે બર્ડ ફ્લુનો ખતરો : H5N1 માં લાંબા સમય સુધી જીવિત રહેવાની ક્ષમતા હોય છે. સંક્રમિત પક્ષીઓના મળ, અને લાળમાં આ વાયરસ 10 દિવસ સુધી જીવતો રહે છે. આમ દુષિત સ્થાનને સ્પર્શ કરવાથી તે ફેલાઈ છે. જો કે, તેનો સૌથી વધુ ફેલાવો મુર્ગીઓનું પાલન કરતા લોકોને રહે છે. આ ઉપરાંત સંક્રમિત જગ્યાએ જવાથી, સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવવાથી, કાચું કે અધ ચડેલું ઈંડું કે માંસ ખાવાથી અથવા સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી બર્ડ ફ્લુ થઈ શકે છે.તેનો ઈલાજ શું છે : જો કે અલગ અલગ બર્ડ ફ્લુનો ઈલાજ અલગ અલગ રીતે કરવામાં આવે છે. પણ વધારે પડતા કેસમાં એન્ટીવાયરલ દવાઓથી તેનો ઈલાજ થાય છે. આ લક્ષણ દેખાઈ એટલે 48 કલાકમાં તેની દવા લેવી ખુબ જરૂરી છે. બર્ડ ફ્લુથી સંક્રમિત વ્યક્તિ સિવાય તેના સંપર્કમાં આવતા તેના પરિવારના સભ્યોને પણ આ દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. પછી તેનામાં બીમારીના લક્ષણ ન હોય તો પણ આ દવા લેવી જોઈએ.

કેવી રીતે કરશો બચાવ : ઇન્ફ્લુંએન્જાથી બચવા માટે ડોક્ટર તમને ફ્લુની વેક્સીન લેવાની સલાહ આપે છે. આ સિવાય તમે ખુલ્લી જગ્યાએ જવાથી, સંક્રમિત પક્ષીઓના સંપર્કથી બચવું, અડધું કાચું માંસ ન ખાવું, હાઈજીન બનાવી રાખો અને સમય સમયે હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment