આ બેંકના ગ્રાહકો માટે મોટી ખબર ! જાણો અત્યારે જ, નહિ તો 1 માર્ચ પછી પૈસાની લેણદેણ નહિ કરી શકો.

જો તમારું પણ બેંક ઓફ બરોડા (Bank of Baroda) માં ખાતું હોય તો તમારા માટે મોટી ખબર છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા દેના બેંક (Dena Bank) અને વિજયા બેંક (Vijaya Bank) ને BOB માં મર્જ કરી દીધી હતી. ત્યાર બાદ આ બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. 1 માર્ચ બાદથી બેંક પોતાના IFSC Code માં બદલાવ કરવા જઈ રહ્યા છે. તો તમે ફટાફટ તમારા નવા IFSC Code કોડ નોટ કરી લો. નહિ તો 1 માર્ચ 2021 બાદ પૈસા ટ્રાન્સફર નહિ કરી શકો.

BOB એ ટ્વિટ કરી જાણકારી આપી : બેંકે જણાવ્યું કે, 1 માર્ચ, 2021 બાદ ગ્રાહકોના જુના IFSC Code કામ નહિ કરે. દેશની ત્રીજી સૌથી મોટી સરકરી બેંક, બેંક ઓફ બરોડાએ ટ્વિટ કરી આ વિશે જાણકારી આપી દીધી. બેંકે ટ્વિટમાં લખ્યું કે, પ્રિય ગ્રાહકો, કૃપયા ધ્યાન આપો ઈ-વિજયા અને ઈ-દેના IFSC Code 1 માર્ચ, 2021 થી બંધ થવા જઈ રહ્યું છે. ઈ-વિજયા અને દેના બેંકની શાખાઓથી તમે નવા IFSC Code કોડ પ્રાપ્ત કરી લો. બસ ચરણોનો પ્લાન કરો અને સુવિધાનો અનુભવ કરો.

ટોલ ફ્રી નંબર પર કરી શકો છો કોલ : જો તમે IFSC Code કોડ સાથે જોડાયેલી કોઈ પણ પરેશાની હોય તો 1800 258 1700 આ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો અથવા તમે બેંકની બ્રાંચ પર પણ વિઝીટ કરી શકો છો.

મેસેજ કરીને જાણી શકો : આ સિવાય તમે મેસેજ પણ કરી શકો છો. મેસેજમાં તમારે લખવાનું રહેશે કે “MIGR<Space> Last 4 digits of the old account number” હવે આ મેસેજને તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8422009988 પર મોકલી આપો.

આ બેંકોમાં પણ બદલી જશે IFSC Code : આ સિવાય પંજાબ નેશનલ બેંકે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. આ સિવાય તમને જણાવી દઈએ કે બેંકનો નવો કોડ અને ચેકબુક લેવાનું રહેશે.

ગ્રાહકો પર શું થશે અસર : IFSC Code કોડના બદલાવનો ખાતાધારકો પર અસર પડશે. તમને જણાવી દઈએ કે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ નંબરની સાથે બેંકનો IFSC એટલે કે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ એડ કરવો પડે છે. તો તમે ફટાફટ પોતાનો નવો IFSC Code જાણી લો નહિ તો તમે 1 ફેબ્રુઆરીથી પૈસા ટ્રાન્સફર નહિ કરી શકો.

શું હોય છે IFSC Code : IFSC Code 11 અંકોનો હોય છે. IFSC Code માં શરૂઆતના ચાર અક્ષર બેંકના નામને દર્શાવે છે. IFSC Code નો ઉપયોગ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ દરમિયાન કરવામાં આવે છે. બેંકની કોઈ પણ બ્રાંચને એ કોડ દ્વારા ટ્રેક કરી શકાય છે. તેને તમે બેંક એકાઉન્ટ અને ચેક બુક દ્વારા પણ જાણી શકાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment