60 હજાર કરતા ઓછી કિંમતમાં મળતી આ 5 બાઈક આપે છે વધુ એવરેજ | 1 લીટરમાં ચાલે છે આટલા કિલોમીટર.

પેટ્રોલની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને વધુ એવરેજ આપે તેવી બાઈક આજકાલ લોકો વધુ પસંદ કરે છે. એવી બાઈકને જ લોકો વધુ પસંદ કરે છે. તો તમારી પાસે તેના માટે Bajaj, Hero અને TVS ની બાઈક ખરીદવાનો ખુબ જ સારો ઓપ્શન છે. તેની સાથે જ આ બાઈકના માઈલેજની વાત કરવામાં આવે તો આ બાઈકોને માઈલેજની ચેમ્પિયન પણ કહી શકાય છે. કેમ કે આ બાઈક 1 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર સુધીની ચાલી શકે છે. તો ચાલો જાણીએ એ બાઈક વિશે. જે ઓછા પૈસામાં વધુ ચાલે છે.

Bajaj PLATINA (બજાજ પ્લેટીના) : બજાજની PLATINA 100 Es Drum ની કિંમત દિલ્લીના એક્સ શોરૂમ પ્રમાણે 59 હજાર 859 રૂપિયા છે. બજાજે આ બાઈકમાં 4-Stroke, DTSi સિંગલ સિલીન્ડર એન્જિન આપવામાં આવે છે. જે 7.9Ps નો પાવર અને 8.3Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 1 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર સુધીની એવરેજ આપે છે એવો કંપની દ્વારા દાવો કરવામાં આવે છે.Bajaj CT બાઈક : બજાજે આ બાઈકને બે વેરિએન્ટ બનાવી છે, જેમાં એક છે CT100 અને બીજી છે CT110. આ બંને બાઈકોની દિલ્લી એક્સ શોરૂમની કિંમત 47 હજાર 654 રૂપિયા છે. CT100 માં કંપનીએ 102 cc નો 4 સ્ટ્રોક, સિંગલ સિલીન્ડર એન્જિન આપવામાં આવે છે. આ એન્જિન 7500 rpm પર 5.81 kW ની મેક્સિમમ પાવર અને 5500 rpm પર 8.34 Nm નું પીક ટોર્ક જનરેટ કરે છે આ બાઈકમાં કંપનીએ 4 સ્પીડ ગિયરબોક્સ લગાવ્યું છે. પોતાના પાવરફુલ એન્જિનના કારને આ બાઈક 90 km/h ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે.તેમજ CT110 માં તમને 115cc નું 4 સ્ટ્રોક સિંગલ સિલીન્ડર એન્જિન મળશે. આ એન્જિન 8.6Ps નો પાવર અને 9.81 નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં કંપનીએ 4 સ્પીડ ગિયરબોક્સ લગાવવામાં આવ્યું છે. પોતાના પાવરફુલ એન્જિનના કારણે આ બાઈક 90 km/h ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે.Hero HF DELUXE : હીરો મોટોકોર્પની આ બાઈક લુક અને કમ્ફર્ટમાં ખુબ જ બહેતરીન છે. આ બાઈકના બેઝ વેરિએન્ટની દિલ્લી એક્સ શોરૂમ કિંમત 51 હજાર 200 રૂપિયા છે, તેમજ તેના ટોપ વેરિએન્ટની કિંમત 60,025 રૂપિયા છે. કંપનીએ આ બાઈકમાં 97.2cc નું એન્જિન આપવામાં આવે છે, જે 5.9kw નો પાવર અને 8.5Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક એક લીટર પેટ્રોલમાં 60 થી 70 કિલોમીટરની એવરેજ આપે છે.TVS Sport બાઈક : ટીવીએસ ની સૌથી વધુ વેંચાતી બાઈકમાં આ બાઈકનું નામ સૌથી ઉપર છે. તેની સાથે જ આ બાઈકનું મેન્ટેનન્સ કોસ્ટ પણ ખુબ જ ઓછું છે. તેવામાં આ બાઈકને લોકો ખુબ જ પસંદ કરે છે. TVS Sport બાઈકની દિલ્લી એક્સ શોરૂમની કિંમત 56,100 રૂપિયા છે. આ કંપનીએ આ બાઈકમાં 109cc નું એન્જિન આપ્યું છે જે 8.18bhp નો પાવર જનરેટ કરે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment