18 રૂપિયા વાળા આ સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખ બની ગયા સીધા 3.5 કરોડ, જાણી લો કેવી રીત ?

કોરોનાની પહેલી લહેર પછી શેર બજારના રોકાણકારોને ખુબ જ બંપર પ્રમાણમાં નફો કરાવ્યો છે. વર્ષ 2021 માં ઘણા સ્ટોક્સમાં બંપર ઉછાળો જોવા મળ્યો છે. આજે અમે તમને એક એવા મલ્ટીબેગર સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને લગભગ 349% રીટર્ન આપ્યું છે.

ઇન્ડિયન માર્કેટમાં મલ્ટીબેગર શેર્સની લીસ્ટ જોવામાં આવે તો તેમાં સ્મોલકેપ અને મીડકેપ બધા પ્રકારના શેર સામેલ છે. બજાજ ફાઇનાન્સ તેમાંથી જ એક છે. જેણે રોકાણકારોને માલામાલ કર્યા છે. ચાલો તો તમને આ વિશે વધુ વિગત જણાવી દઈએ.

આજથી 12 વર્ષ પહેલા બજાજ ફાઇનાન્સ સ્ટોકની કિંમત માત્ર 17.64 રૂપિયા જ હતી. વર્ષ 2021 માં આ સ્ટોકની કિંમત 6,177.05 રૂપિયા છે. આ રીતે જોવામાં આવે તો છેલ્લા 12 વર્ષમાં આ સ્ટોકમાં લગભગ 349% નફો જોવા મળી રહ્યો છે.

2002 માં થયું હતું લીસ્ટ : બજાજ ફાઇનાન્સનો શેર 5 જુલાઈ 2002 માં એનએસઈમાં લીસ્ટ થયો હતો. અને તે દિવસે તેની કિંમત 5.75 રૂપિયા હતી. વર્ષ 2008 સુધી આ સ્ટોકની કિંમત લગભગ 45 રૂપિયા સુધી વધી ગઈ. છેલ્લા 12 વર્ષમાં આ સ્ટોકનું મુલ્ય લગભગ 350 ગણું વધી ગયું છે. જ્યારે છેલ્લા 5 વર્ષનો ચાર્ટ જોવામાં આવે તો આ સ્ટોકે રોકાણકારોને 495% થી પણ વધુ રીટર્ન આપ્યું છે. આ પ્રકારે છેલ્લા 6 મહિનામાં આ શેરે પોતાના શેર ધારકો ને 25% થી વધુ રીટર્ન આપ્યું છે.

1 લાખ બની ગયા 3.5 કરોડ : તમને જણાવી દઈએ કે જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને પૂરી અવધી દરમિયાન રોકાણ કર્યું હતું. તો તેના 1 લાખ છેલ્લા 6 મહિનામાં 1.25 લાખની આસપાસ થઈ ગયા છે. આ રીતે જો એક રોકાણકારે એક વર્ષ પહેલા આ કાઉન્ટરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો, તેના 1 લાખ રૂપિયા લગભગ 1.95 લાખ થઈ જશે.

જો કે કોઈ રોકાણકારે 2009 માં વૈશ્વિક મંદી પછી અથવા લગભગ 12 વર્ષ પહેલા આ કાઉન્ટરમાં રોકાણ કર્યું હતું તો તેના 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેના આ પૈસા 3.5 કરોડ થઈ જાય છે. કારણ કે આ અવધિમાં બજાજ ફાઇનાન્સના શેરની કિંમત તેની મૂળ કિંમતની 350 ગણી થઈ જાય છે.

આમ જે પણ લોકોએ 12 વર્ષ પહેલા બજાજ ફાઇનાન્સમાં પોતાનું રોકાણ કર્યું છે તેમને માટે તો આ સમાચાર ખુબ જ લાભકારી છે. તેમજ તેની મૂળ કિંમત કરતા તેનો અનેક ગણો નફો મળી રહ્યો છે. જે શેર બજારમાં ખુબ જ મહત્વના સમાચાર બની ગયા છે. આમ શેર બજારે લોકોને નફો આપ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment