કોરોના સંકટમાં નોકરી ગુમાવનારને સરકાર ફાળવી રહી છે 40 કરોડ રૂપિયા ! તમને પણ મળશે રૂપિયા, આ રીતે કરો અરજી…

વર્ષ 2020 માં કોરોના સંકટના કારણે નોકરી ગુમાવી ચુકેલા લોકોને કેન્દ્ર સરકાર મોટી રાહત આપી રહી છે. માર્ચ 2020 બાદ ડિસેમ્બર 2020 સુધી નોકરી ગુમાવી ચૂકેલ લોકોને સરકાર તરફથી 40 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે. આ મદદ કર્મચારી રાજ્ય વિમા નિગમ(Employee State Insurance Corporation) તરફથી રજિસ્ટર્ડ કામગારોને 50% બેરોજગારી લાભના રૂપમાં આપવાની આવી છે.

કર્મચારી રાજ્ય વિમા નિગમમાં ઇન્શ્યોરન્સ કમિશનર, રેવેન્યુ એન્ડ બેનિફિટ, એમ. કે. શર્માએ જણાવ્યું કે, છેલ્લા વર્ષે કોરોના મહામારીના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ ગયા હતા. જેને ધ્યાનમાં રાખતા શ્રમ મંત્રાલય તરફથી અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2020 સુધી આ યોજનામાં દેશભરમાંથી આવેદન આવ્યા છે. જેમાં 55 હજાર લોકોને આ યોજનાનો લાભ આપી દેવામાં આવ્યો છે. આ લોકોને ત્રણ મહિના સુધીની સેલેરીના 50% હિસ્સો આપવામાં આવી રહ્યો છે.

સરકાર તરફથી આ નિયમ બદલવા અને મળતા લાભની રકમ વધારીને સેલેરીના 50% કર્યા બાદ બેરોજગાર થયેલા લોકોનું સારું વલણ જોવા મળી રહ્યું છે. લગભગ 1500 આવેદન રોજના આવી રહ્યા છે. કેમ કે આ યોજનાને જુન 2021 સુધી વધારી દેવામાં આવી છે. તેવામાં હવે છ મહિના સુધી અને તેમાં આવેદન કરવાનો મોકો લોકો પાસે છે. તેની સાથે જ આ યોજના માટે નિયમોમાં પણ ઢીલ આપવામાં આવી છે. જેનાથી વગર એમ્પ્લોયરની મંજુરી પણ કોઈ પણ બેરોજગાર વ્યક્તિ ઓનલાઈન આવેદન કરી લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, કોરોનાના ચાલતા હજારો લોકોએ પોતાનો રોજગાર ગુમાવી દીધો છે. જેને જોતા કેન્દ્રિય શ્રમ મંત્રાલયને આધીન ESIC હેઠળ અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી. તેવામાં ESIC હેઠળ લાભ મેળવનાર એ બધા જ લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે, જે કોરોના કાળમાં બેરોજગાર થઈ ગયા છે. દેશભરમાં ESIC અનુસાર લાભાર્થીઓની સંખ્યામાં સાડા ત્રણ કરોડ છે. જેમાંથી અમુક લોકોની કોરોના અને લોકડાઉન દરમિયાન નોકરી જતી રહી હતી અથવા કંપનીઓ બંધ થઈ ગઈ હતી.

આવી રીતે કરી શકાય છે આવેદન : જો તમારી પણ નોકરી કોરોનાકાળમાં જતી રહી હોય અને નોકરી જવા સુધી તમે વેતનમાંથી ESIC કપાવતા હો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. તેની સાથે જરૂરી ચ્ચે બિમીત વ્યક્તિને નોકરી જતા પહેલા ઓછામાં ઓછુ બે વર્ષ સુધી નોકરી કરી હોય અને અંશદાનની અવધિમાં ઓછામાં ઓછું 78 દિવસ અંશદાન કર્યું હોય. પીડિત વ્યક્તિને ક્લેમ નોકરી ગયાના 30 દિવસની અંદર કરવાનું રહેશે.

તેના માટે ક્લેમ ફોર્મને સીધું ESIC બ્રાંચ કાર્યાલયને ઓનલાઈન સબમિટ કરી શકાય છે. તેની સાથે જ ESIC ની વેબસાઈટ પર જઈને અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. ફોર્મ મળ્યાના 15 દિવસની અંદર ક્લેમના પૈસા બિમીત વ્યક્તિના બેંક ખાતામાં આવી જશે. વ્યક્તિની ઓળખ માટે આધારકાર્ડનો ઉપયોગ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment