આજથી તમામ વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત, કેવી રીતે અને ક્યાં મળશે ? જાણો તેના ફાયદા અને સંપૂર્ણ માહિતી…

મિત્રો fastag ને ડ્રાયવિંગને લગતો એક નિયમ છે, જે વાહન માટે જરૂરી છે. વારંવાર ટાળ્યા પછી આખરે આજથી તમામ ફોર વ્હીલર વાહનો માટે ફાસ્ટેગ લાગુ કરી દેવાયો છે.આજે અમે તમને આ fastag શું છે, કેવી રીતે મેળવી શકો, ક્યાં સુધી માન્ય છે, શા માટે જરૂરી છે ? વગેરે જેવા સવાલોના જવાબ અમે તમને વિસ્તારથી જણાવશું. માટે આ લેખ અંત સુધી વાંચો.

જો તમે નેશનલ હાઈ-વે અથવા તો એક મોટા શહેરથી બીજા મોટા શહેરમાં જવાની યાત્રા કરી હશે, તો તમે ઘણી જગ્યા પર ટોલ પ્લાઝા પર fastag ના બોર્ડ જોયા હશે. સડક પરિવહન અને હાઈ-વે મંત્રાલય એ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝાથી પસાર થતા વાહનો માટે fastag ની અનિવાર્ય રીતે પુષ્ટિ કરી છે. જો કે ગયા વર્ષે પણ તેને ફરજિયાત કર્યા પછી યાત્રીઓ માટે કેશની પણ સુવિધા કરવામાં આવી હતી. હાલમાં જાણવા મળતી માહિતી મુજબ, સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી fastag ને જ એક માત્ર વિકલ્પ રૂપે ફરજિયાત કરવાની વાત કરી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ટોલ ભુગતાન કરતી વખતે ઈ-પેમેન્ટ પણ કરી શકાશે. જેથી કરીને કેશ લેસ અને કૉટેક્ટલેસ પેમેન્ટ થઈ શકે.

શું Fastag ? : આ વિશે તમને જણાવી દઈએ કે, જેવી તમારી ગાડી કોઈ નેશનલ હાઈ-વે પરથી નીકળે છે અને કોઈ ટોલ પ્લાઝા પર આવે છે, તો ટોલ પ્લાઝા પર લાગેલા સેન્સર વાહનના વિન્ડસ્ક્રિન પર લાગેલા fastag સ્ટીકરને ટ્રેક કરે છે. તમારા fastag એકાઉન્ટમાંથી ટોલ પ્લાઝા પર લાગતો ટેક્સ કપાઈ જશે. આ કારણે તમે ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા વગર ભુગતાન કરી શકશો. જ્યારે તમારા fastag એકાઉન્ટમાં પૈસા પુરા જશે તો તમારે ફરીથી તેને રીચાર્જ કરવાનું રહેશે. તેને ચેક, યુપિઆઇ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, NEFT, નેટ બૅન્કિંગ વગેરે દ્વારા રીચાર્જ કરી શકશો.શું છે Fastag ના ફાયદા ? : એનાથી તમે ટોલ પ્લાઝા જલ્દી ક્રોસ કરી શકશો. કારણ કે તમારે પેમેન્ટ માટે ઉભા નહિ રહેવું પડે. નોન સ્ટોપ પેમેન્ટ થવાથી મહામારી અને સંક્રમણથી બચી શકશો. કેશલેસ ભુગતાન થવાથી તમામ સુવિધાઓ અહીં પણ મળે છે અને ડિજિટલ ઇન્ડિયા બનાવવાની દિશામાં આ એક મોટો પ્રયાસ સાબિત થશે. જો કે આ એક કેશલેસ ભુગતાન થવાથી તેમાં ધોક્કાદારીની સંભાવના ઓછી છે. તમારા વાહનના ઈંધણ અને સમયની બચત થાય છે અને પ્રદૂષણ પણ ઓછું થાય છે.

Fastag માટે ક્યાં દસ્તાવેજની જરૂર છે ? : આ માટે તમારે વાહનના રજિસ્ટ્રેશન સાથે જ પોતાની ઓળખ સંબંધી દસ્તાવેજ કેવાઈસીના રૂપે આપવા પડશે. જો તમે સ્ટીકર તે બેંકથી લઈ રહ્યા છો તો જ્યાં તમે પહેલેથી તેના કસ્ટમર છો તો, તમારે ત્યાં માત્ર આરસી આપવી પડશે. આવી રીતે જ જો તમે એયરટેલ અને પેટીએમના કસ્ટમર છો તો ત્યાં પણ તમારે આરસી આપાવી પડશે.શું છે Fastag ની કિંમત ? : જીપ, કાર, બસ, ટ્રક એટલે કે વાહન અનુસાર તેની કિંમત હોય છે. તમે જે બેંક કે જે જગ્યાએથી Fastag ખરીદો છો ત્યાં સિક્યોરીટી ડીપોઝીટ, અને ફીસ વગેરે લગતા તેના પોતાના નિયમો હોય છે. દાખલા તરીકે જો તમે પેટીએમથી 500 રૂપિયા ભરો છો તો તેમાં 250 એ તમારી સિક્યોરીટી ડીપોઝીટ, 100 રૂપિયા જાહેર કરવાના અને 150 રૂપિયા એ તમારું મીનીમમ બૅલેન્સ છે. જ્યારે કોઈ બેંકમાં તે 400 રૂપિયામાં પણ થઈ જાય છે અને ટોલ પ્લાઝા પર તેની કિંમત પણ હજુ ઓછી હોય શકે છે.

Fastag કેવી રીતે ખરીદશો ? : રાષ્ટ્રીય રાજમાર્ગ ટોલ પ્લાઝા અને ભારતીય સ્ટેટ બેંક, ICICI, કોટક, HDFC, એક્સીસ બેંક જેવી અન્ય 22 બેંકોમાંથી તમે Fastag સ્ટીકર ખરીદી શકો છો. તે પેટીએમ, એમેજોન, અને ફ્લીપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. જો તમારું Fastag બેંક એકાઉન્ટથી લિંક હશે તો પૈસા સીધા કપાઈ જશે અને પેટીએમ વોલેટ Fastag થી લિંક હશે તો તમારા વોલેટમાંથી તે કપાઈ જશે. આ સિવાય તમને જણાવી દઈએ કે, તમે એક ફાસ્ટેગનો ઉપયોગ એક વાહન માટે જ કરી શકો છો. બે વાહનો માટે બે Fastag જરૂરી છે.Fastag ની અવધી કેટલી હોય છે ? : જ્યારથી તમારું fastag જાહેર થાય છે ત્યારથી લઈને આવતા 5 વર્ષ સુધી તે માન્ય છે. તમારા રીચાર્જની કોઈ બાધા નથી હોતી. જો તમે રીચાર્જ કર્યા પછી લાંબા સમય સુધી કોઈ નેશનલ હાઈ-વે ની મુસાફરી નથી કરતા તો તે રીચાર્જ fastag ની વેધતા સુધી માન્ય રહેશે.

કોને fastag ની જરૂર નથી ? : આ માત્ર કેશ ભુગતાનના વિકલ્પના રૂપે અમલ માંઆવતી સિસ્ટમ છે, આથી આ બધા માટે અનિવાર્ય છે. ભારતની હાઈ-વે ઓથોરીટીને જે લોકોને પહેલેથી જ ટોલ ભુગતનની માફી આપી છે જેમ કે જજ, રાજનીતિજ્ઞ, ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ વગેરે ને મુક્ત રાખવામાં આવ્યા છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આજથી તમામ વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત, કેવી રીતે અને ક્યાં મળશે ? જાણો તેના ફાયદા અને સંપૂર્ણ માહિતી…”

  1. Fast move is the one that get stuch in the throat for the opositions.
    That they are now planning to stage rebelling on the roads to blame all involved. Just waiting to get the funding floating in.!!!!?!?!?

    Reply

Leave a Comment