અમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.

ગુજરાત કોરોનાની બીજી લહેરની ચપેટમાં છે. ત્યાં જ, અમદાવાદની સ્થિતિ પણ વધુ ગંભીર છે અને હવે લગભગ બધી કોવિડ હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે. સરકારી આંકડા મુજબ દરરોજ સંક્રમિતોના 350 ની આસપાસ કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને 13 – 14 દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

શબ-વાહનો સુધીની 4 – 4 કલાકની વેટિંગ : જ્યારે શહેરના સ્મશાનો ચોવીસ કલાક ચાલુ છે અને શબ વધુ હોવાના કારણે રાતમાં પણ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે હિંદુ ધર્મ પ્રમાણે સુર્યાસ્ત પછી મૃતકોના અંતિમ સંસ્કાર નથી થતા. એટલું જ નહિ, હોસ્પિટલોથી સ્મશાન સુધી બોડી લઈ જવા માટે શબ-વાહનો સુધીની 4 – 4 કલાકની વેટિંગ ચાલુ રહે છે અને પરિવારજનો તેના માટે એમ્બ્યુલન્સની મદદ લઈ રહ્યા છે.

રોજના આવી રહ્યા છે 25-30 શબ : અમદાવાદના વાડજ સ્મશાનમાં સાંજે 4 વાગ્યાનો સમય હતો અને બે કલાક દરમિયાન જ એક પછી એક ત્રણ ડેડ બોડી પહોંચી. ત્યાં જ, જ્યારે સ્મશાનના કર્મચારીઓ સાથે વાત કરવામાં આવી તો જાણવા મળું કે, શબ બાળવાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સ્મશાનની બંને સી.એન.જી. ભઠ્ઠીઓ લગાતાર ચાલુ છે અને અહીં દિવસભરમાં 25 થી 30 શબ આવી રહ્યા છે. શબનો આંકડો છેલ્લા ઘણા દિવસથી જ વધી રહ્યો છે.વી.એસ. સ્મશાન ગૃહમાં રોજના 15-16 શબ આવી રહ્યા છે : ત્યાર પછી એલિસબ્રિજના વી.એસ. સ્મશાન ગૃહની સ્થિતિ પણ એવી જ છે. અહી દરરોજના 15-16 શબ આવી રહ્યા છે. અહી શબનો અંતિમ સંસ્કાર ભઠ્ઠીમાં જ કરવામાં આવી રહ્યો છે.

પરિવારજનો વિડીયો કોલ કરીને જોઈ રહ્યા છે અંતિમ સંસ્કાર : કોરોના મૃતકોના 4 – 5 સંબંધીઓને જ સ્મશાન ગૃહના ભઠ્ઠી રૂમ સુધી જવાની પરમિશન છે. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યોને વિડીયો કોલ કરીને તેઓ અંતિમ સંસ્કાર બતાવતા જોવા મળી રહ્યા છે.

અમદાવાદની વર્તમાન સ્થિતિ : સરકારી આંકડાઓ પ્રમાણે અમદાવાદ શહેર અને જીલ્લામાં દરરોજના લગભગ 350 કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને દરરોજના 13 – 14 લોકોના મોત થઈ રહ્યા છે. મંગળવારે 347 કિસ્સાઓ દર્જ કરવામાં આવ્યા હતા, ત્યાં જ, 362 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા અને 12 ના મોત થયા. ત્યાં જ 23 નવેમ્બરથી 24 નવેમ્બર સુધીમાં 323 કિસ્સાઓ સામે આવ્યા. 336 લોકો સ્વસ્થ થયા અને 12 ના મોત દર્જ કરવામાં આવ્યા. અત્યાર સુધીની વાત કરીએ તો શહેરમાં કોરોના પીડિતોના કિસ્સાઓ 48,001 સુધી પહોંચી ગયા છે. તેમાંથી 41, 679 સ્વસ્થ થઈ ગયા છે અને મૃત્યુનો આંકડો 1993 સુધી પહોંચી ગયો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment