સુરતમાં અભણ ચોરોની કરામત ! આવી રીતે કાઢી લીધા ATM માંથી 20 લાખ રૂપિયા….

મિત્રો ચોરને ચોરી કરવી હોય તો એ ગમે ત્યાંથી અને ગમે તે રીતે ચોરી કરી લે. સવાલ એ નથી કે ચોરી કેટલા રૂપિયાની થાય છે. પણ સવાલ એ છે કે, ચોરી કરવા માટે ચોર કેવી કેવી ટેકનીક અપનાવે છે. જ્યારે આવું જ કંઈક આપણા રાજ્યમાં બન્યું છે. આ ઘટનામાં એટીએમ મશીનમાંથી 20 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. પરંતુ મુદ્દાની વાત એ હતી કે, આ ચોરીને અંજામ કેવી રીતે આપ્યો ? જેના વિશે જાણીને તમારું ભેજું પણ કામ નહિ કરે.

જાણવા મળતી માહિતી અનુસાર, ATM ખોલીને કેસની ચોરી કરનાર મેવાતી ગેંગના બે ચોરને રવિવારે સુરતમાં પકડવામાં આવ્યા છે. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચે જે સમયે આ ચોરોને પકડ્યા ત્યારે તેઓ હજી એક ATM ને નિશાન બનાવવાના હતા. આ ગેંગે ATM માંથી 20 લાખ રૂપિયાની ચોરી કરી છે.

આ તમામ બાબતમાં સૌથી વધુ હેરાન કરનાર બાબત એ છે કે, ચોરીમાં સામેલ અપરાધી એકદમ અભણ છે. આ ગેંગ માત્ર કેનરા બેન્કના ડી બોલ્ટ કંપનીના એટીએમને જ નિશાન બનાવી રહ્યા છે. તેથી પોલીસે કેનરા બેન્કને સલાહ આપી છે કે ચોરીથી બચવા માટે કંપનીના બધા જ એટીએમ બદલી નાખો. જ્યારે RBI ની રિપોર્ટ અનુસાર કેનરા બેન્કના આખા દેશમાં 9 હજારથી વધુ એટીએમ છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, સુરતના નાનપુરા વિસ્તારમાંથી આરોપી હનીફ સૈયદ અને ઔસાફ હસન મોહમ્મદ સૈયદને પકડવામાં આવ્યા છે. આ બંને ચોર સારોલી સ્થિત હારુન લાકડીવાળાના ગોદામમાં રહેતા હતા. હનીફ 6 સુધી તો ઔસાફ 3 સુધી ભણેલ છે. જ્યારે બીજા ત્રણ ફરાર આરોપી સાજીદ ખાન, જહીર ખાન, ઈરફાન ખાન સગા ભાઈઓ છે. માસ્ટરમાઈન્ડ સાજીદ સહિત ત્રણેય ભાઈ અભણ છે.આ સિવાય તમને જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાંચના કહ્યા અનુસાર આ ગેંગ રાત-દિવસ બંને સમયે ચોરી કરતા હતા. કોઈને પણ તેની જાણ થતી ન હતી. આખું ATM ખોલવા કરતા તેઓ નકલી ચાવી દ્વારા માત્ર ડિસ્પ્લે ખોલતા હતા. દરેક ટ્રાન્જેક્શન દરમિયાન કેસેટથી નોટ ઉપર આવતા જ મશીન ઓફ કરી દેતા. ઉપર આવી ગયેલ નોટ લઈ લેતા. પછી કસ્ટમર કેયર પર ફોન કરીને જાણ કરતા હતા કે, ખાતામાંથી પૈસા કપાઈ ગયા, પણ મળ્યા નહિ. અકાઉન્ટ નંબર પર 19 વખત ૦ દેખાડતા અને ત્યાંથી રિફંડ પણ કરાવી લેતા.

આ આરોપી પાસેથી 4 ડેબીટ કાર્ડ્સ, 2 મોબાઈલ, અને 1 લાખ 10 હજાર રૂપિયાનો સામાન મળ્યો છે. વડોદરામાં મોક્કો ન મળ્યો તો સુરત આવી ગયા. ત્યાં ઇચ્છાપોર, અઠવાલાઈન્સ અને અડાજણ ક્ષેત્રના કેનરા બેન્કના ATM થી ચોરી કરી તેની કબુલાત કરી છે. સાજીદ, ઈરફાન અને જહીર 140 થી વધુ ટ્રાન્જેક્શન કરી 20 લાખ રૂપિયા ચોરી કરી લીધા છે.

જ્યારે ATM બેલેન્સ પર ગડબડ જોવા મળી ત્યારે તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું. ડેબીટ અને ક્રેડીટ કાર્ડની તપાસ અને ફોટોથી આરોપીઓની ઓળખ કરવામાં આવી. રવિવારે બે આરોપીઓની નાનપુરમાં લોકેશન જોવા મળી. કેનરા બેંક પાસે નજર રાખવામાં આવી તો બંને ત્યાં ફરતા હતા ને પકડાઈ ગયા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment